________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૯૧
‘નીસરીઆ ગજ કેરા દંત તે કિમ પાછા પઈસઈ તંત.’ હાથીના મુખમાંથી બહાર નીકળેલા દંતશૂળો તેના મુખમાં કદી પાછા જતા નથી.
“કુપરખ નરની વાચા અસી જિમ પાણીમાં લીટી ઘસી, કાચબ કેરી કોટ, ખ્યણમાં કેતી દેતો દોટ.’’ - કુપુરૂષનું વચન પાણીમાં તાણેલી લીટી જેવું હોય છે તે કાચબાની ડોકની જેમ એક ક્ષણમાં અનેકવાર ફરે એવું હોય છે. આવા ભાવની ‘અબી બોલા અબી ફોક’ કહેવત અત્યારે પ્રચલિત છે. કહેવતો અને રૂઢિપ્રયોગોમાં થોડાંમાં ઘણું કહેવાની તાકાત હોય છે. ભાષા સમૃદ્ધિની નિશાની છે. સુભાષિતોના ઉપયોગથી પણ કૃતિઓને શણગારી છે.
“તજે નગર જિહા વઈરી ઘણા, તજે વાદ જિહાં નહીં આપણાં, તજે મહેલ જે અતિ જાજરા, તજઈ નેહ વિના દીકરા.”
જે નગરમાં પોતાના વેરી હોય તે નગર તજી દેવું, જયાં પોતાના પક્ષના માણસો ન હોય ત્યાં વાદ કરવાનું તજી દેવું. અતિ જીર્ણ મકાનને તજી દેવું અને સ્નેહ વિનાના દીકરાને તજી દેવા.
‘જીવવિચાર રાસ’ જેવા રાસ સંસ્કૃત- પ્રાકૃત ગ્રંથોને આધારે રચ્યાં છે છતાં ભાષાની દૃષ્ટિએ સરળ છે ક્લિષ્ટ નથી. જો કે ‘વ્રતવિચાર રાસ'માં હરિયાળીને કારણે ક્યાંક અર્થ સમજવા કઠિન લાગે છે. ‘ક્ષેત્રસમાસ’ કે ‘સમકિતસાર રાસ’ જેવી રચનાઓ થોડી સમજવામાં અઘરી પડે એવું બને. કારણ કે તેના ભાવ સમજવામાં થોડા ક્લિષ્ટ હોય છે.
એકંદરે એમની ભાષા દુર્બોધ પદો અને દીર્ઘ સમાસોથી મુક્ત, વિષયાનુરૂપ, વાગાડંબર રહિત, બિનજરૂરી અલંકાર રહિત, સરળ સુબોધ અને પ્રાસાદિક છે. મધુર, અસંદિગ્ધ, શુદ્ધતાને કારણે સામાન્ય કોટિની વ્યક્તિ પણ યથાર્થ રસપાન કરી શકે છે.
એમના કાવ્યોમાં મુખ્યત્વે ઉપદેશાત્મક, કથાત્મક, પ્રતિપાદક, આલોચનાત્મક, વ્યાખ્યાત્મક, ભાવાત્મક શૈલીનો ઉપયોગ પ્રાયઃ વધારે થયો છે. વર્ણ વિષયને અનુકૂળ શૈલી છે.
૫) થાશૈલી - કવિએ અનેક સ્થળે મુખ્ય વિચારને પુષ્ટ કરવા માટે કથાનુયોગના
દૃષ્ટાંતો આપ્યા છે. એમાં એમની સંક્ષિપ્ત લેખનશૈલીના દર્શન થાય છે. ઘણીવાર પોતાના મુખ્ય વિષયનું નિરૂપણ કરતાં વચ્ચે આડકથાઓ મૂકે છે. જો કે આવી શૈલી શિથિલતા સૂચક છે. છતાં તત્કાલીન સમયમાં રચાતા રાસકાવ્યો અને એવા કાવ્યોના શ્રોતાઓની રસવૃત્તિ સંતોષવાનું કાર્ય તેમ જ આ પ્રકારની રચનાઓ દ્વારા લોકોને વિવિધ વિષયોનું જ્ઞાન આપવાનું પ્રયોજન એવી શૈલી વડે જ સિદ્ધ થતું હોઈ સામાન્ય લોકો માટે તો એ રોચક અને ચિત્તાકર્ષક જ નીવડે છે.
પાત્રાલેખન - સુઘડ, સજીવ, સ્વાભાવિક, પ્રતીતિકર પુરૂષપાત્રની જેમ સ્ત્રીનું