________________
Go
છે. જેમ કે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વક્રોક્તિ વગેરે.
શ્રાવક કવિ ઋષભદાસે પાંડિત્યના પ્રદર્શન માટે અલંકારો નથી વાપર્યા પણ સહજ જ અનુપ્રાસાદિ અલંકારો આવી ગયા છે. એમણે પોતાની અલંકાર યોજનામાં સ્વાભાવિકતા અને પ્રભાવોત્પાદકતાનો નિર્વાહ કરવામાં પૂર્ણ સફળતા મેળવી છે. છતાં ‘વ્રતવિચાર રાસ’ના સરસ્વતી વર્ણનમાં અલંકારોની પરંપરામાં એમનું અલંકાર પ્રધાન માનસ છતું થાય છે.
૪) કવિની ભાષા શૈલી - સાદી, સરળ, મધુર, સંક્ષિપ્ત, રસાળ, સ્પષ્ટાર્થ શૈલી છે. કવિની રચનાઓ ભાષાની દૃષ્ટિએ વૈવિધ્યમયી છે. ગુજરાતીમાં રચાયેલી એમની રચનાઓમાં ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓના શબ્દોનો પ્રયોગ પણ થયેલો છે. જેમ કે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અરબી ફારસી. એમના કાવ્યોમાં શુદ્ધ અરબી કે ફારસી ભાષાનો પ્રયોગ નથી થયો, પરંતુ એના લોકપ્રચલિત રૂપનો પ્રયોગ થયો છે. કારણ કે એ સમયે મોગલોના સંપર્કને કારણે લોકોમાં અરબી ફારસી ભાષાનો પ્રચાર હતો. જેવા કે
-
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
-
·
અપભ્રંશ
સાહમ્મી વાત્સલ્ય, ઈસ્યું, સીલ.
સંસ્કૃત - તવ, પ્રાય, અક્ષત, અભક્ષ્ય, નિત્ય, સામાયિક, વચન વગેરે. પ્રાકૃત - નયર, બેઈંદિય, પડિકમણું, સદારા, જઈન, જોનિ, જોઅણ વગેરે. અરબી અમલ, ઝં(ઓ)ગા, (ઝબો), વહી, તાસ વગેરે.
ફારસી - નાપાક, ઈમ, પાદશાહ, જૂહારૂં, ખરચઈ, ચંદ, જબાપો, દમ વગેરે. હિંદી - પાતશા, ક્યું, પાદશાહ, અપારો, જબ, મૂઝ, માંદા વગેરે.
એમણે બોલચાલની ભાષાનો પણ એમના સાહિત્યમાં પ્રયોગ કર્યો છે. જેમ કે વ્યવરી, મંડો, શામીવાછિલ, સ્યું વગેરે.
આ રીતે વિવિધ ભાષાઓના શબ્દોના પ્રયોગથી એમના કાવ્યોમાં એક પ્રકારની વાસ્તવિકતા જોવા મળે છે.
કવિની સીધી સરળ અને રસાળ સંવાદોવાળી શૈલી એમની કૃતિઓમાં એમની રચનાઓને શણગારે છે. અને પરોક્ષ રહેતા પાત્રોનું મનઃસૃષ્ટિમાં પ્રત્યક્ષવત્ દર્શન કરાવે છે. એમની કૃતિઓમાં પાત્રાનુરૂપ સંવાદમયી ભાષાનો પ્રયોગ પણ થયો છે. ખંભાતના સુલતાન હબીબલો અને હીરસૂરિ વચ્ચે મોહપતિ અને થૂંક અંગે થયેલો સંવાદ રસપ્રદ છે. જે પાછળ ‘હીરસૂરિવિજય રાસ’ના સંક્ષિપ્ત પરિચયમાં આપ્યો છે. આ ઉપરાંત ભાઈ-ભગિની સંવાદ, બીરબલ-હીરસૂરિ સંવાદ, જીભ દાંત વચ્ચેનો સંવાદ, પંચાંગુલી સંવાદ, ચોખા - ફોતરા સંવાદ વગેરે સંવાદો માણવા જેવા છે. એમના ભાષા વૈભવનું એક અંગ એમના કહેવતો અને રૂઢિપ્રયોગો પણ છે. પ્રચલિત કહેવતોના ઉપયોગથી એમની ભાષાની વ્યંજના શક્તિમાં વૃદ્ધિ થાય છે.
-