________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૮૯' પ્રસ્તુત છે. ૧) રસ યોજના - રસને કાવ્યનો આત્મા કે પ્રમુખ તત્ત્વ મનાય છે. જેવી રીતે આપણા શરીરમાં આત્મા પ્રધાન છે એ જ રીતે કાવ્યમાં રસ પ્રધાન હોય છે. રસના અભાવમાં કાવ્ય નીરસ મનાય છે. રસહીન કાવ્ય મૃત શરીરવત્ પ્રભાવહીન હોય છે. રસ ભારતીય કાવ્યશાસ્ત્રનો મૂળ આધાર છે.
રસના મુખ્યત્વે નવ પ્રકાર છે વૃંગાર રસ, હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ અને શાંત રસ. (અનુયોગદ્વાર સૂત્ર - ઘાસીલાલજી મહારાજ સાહેબ સૂત્ર ૧૬૯ પૃ. ૮૨૮)
શ્રાવક કવિ ઋષભદાસના કાવ્યો ધાર્મિક છે તેથી પ્રશમ શાંતરસની પ્રચૂરતા છે. છતાં ક્યાંક રસની રંગછટા પણ દેખાય છે. જેમ કે ‘વ્રતવિચાર રાસ’માં સરસ્વતી વર્ણનમાં શૃંગાર રસ છે તો “જીવવિચાર રાસ'માં નરકના વર્ણનમાં બિભત્સ રસ અને દેવવર્ણનમાં અદ્ભુત રસ છે. ૨) કાવ્યગુણ - રસના સ્થાયી ધર્મ અને ઉપકારક તત્ત્વને ગુણ કહે છે. જે કાવ્યને રસાળ બનાવે છે. પ્રધાનભૂત રસના નિત્ય ધર્મોને ગુણ કહે છે. રસસ્થાત્વિમHસ્થ ધર્મા શો યથા' જેવી રીતે આત્માનો ધર્મ શૂર– વીરત્વ આદિ છે એમ રસનો ધર્મ ગુણ છે. - સાહિત્યદર્પણ. ગુણ રસના ઉત્કર્ષનું પ્રધાન કારણ છે. કાવ્યના ગુણ કેટલા હોય એ માટે મતમતાંતર છે. પણ મુખ્ય ગુણ ત્રણ છે. (૧) માધુર્ય (૨) ઓજ અને (૩) પ્રસાદ. ૧) માધુર્યગુણ - જે રચનાથી અંતઃકરણ આનંદથી દ્રવીભૂત થઈ જાય તે માધુર્યગુણ. આ રસનો પ્રયોગ શૃંગારથી કરૂણમાં, કરૂણથી વિપ્રલંભ શૃંગારમાં તથા વિપ્રલંભ શૃંગારથી શાંત રસમાં અધિકાધિક થાય છે. ૨) ઓજગુણ - જે રચના સાંભળવાથી ચિત્તનો વિસ્તાર થાય છે ઓજસ્વી ભાવના ઉત્પન્ન થાય તેમાં ઓજગુણ હોય છે. આનો પ્રયોગ વીર, રૌદ્ર, ભયાનક તથા બિભત્સ રસમાં કરાય છે. ૩) પ્રસાદ ગુણ - જે ગુણ તત્કાલ ચિત્તને વ્યાપ્ત કરે છે. તેને પ્રસાદ ગુણ કહે છે. જયાં સરળ, સીધા, સાદા, સુબોધ શબ્દો દ્વારા વાક્યરચના કરાય છે ત્યાં પ્રસાદ ગુણ હોય છે.
કવિની રચનામાં ત્રણે ગુણનો પ્રયોગ થયો છે. ૩) અલંકાર યોજના - કાવ્યની શોભાને વધારનાર તત્ત્વને અલંકાર કહેવાય છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર. ૧) શબ્દાલંકાર - શબ્દોના વૈવિધ્યથી કાવ્યને અલંકૃત કરવું, વિવિધ પ્રાસ સહિતના કાવ્ય - શબ્દાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, લાટાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ વગેરે. ૨) અર્થાલંકાર - જે શબ્દ અર્થ ગાંભીર્યને વ્યક્ત કરે છે તે અર્થાલંકાર કહેવાય