________________
८८
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
વેઢે ગણાય એટલા જૂજ છે. ગૃહસ્થાશ્રમમાં રહીને કવિ બનનારામાં બારમા શતકના નેમિચંદ્ર ભંડારી, તેરમાના આસગુ અને વાંછો, ચૌદમાના વસ્તુપાલ, વિધ્ધણુ અને વસ્તો (વસ્ટિંગ), પંદરમાના ભોજક, દેપાલ અને વચ્છ ઉર્ફે વાછો, સોળમી સદીના શ્રાવક કવિઓ ખીમો અને લીંબો તથા સત્તરમી સદીના શ્રાવક કવિઓ વાનો આદિ વિરલ વ્યક્તિઓમાંના એક કવિ ઋષભદાસ પણ છે. શ્રાવક કવિ ઋષભદાસે પણ કેટલાક શ્રાવક કવિઓનો નિર્દેશ ‘કુમારપાલરાસ’માં કર્યો છે.
ડૉ. જયંત કોઠારીના જણાવ્યા મુજબ ‘“મધ્યકાલીન સાહિત્યના રચયિતાઓએ અનેક પ્રકારના કવિકર્મો ને કાવ્યસિદ્ધિ પ્રગટ કર્યા છે. જેવા કે ગદ્યલીલા, ભાવ પ્રવણતા, સુભાષિત કૌશલ, વર્ણનવૈભવ, નાટયગીતાત્મક, ભાવાભિવ્યક્તિ, બુદ્ધિચાતુર્ય, અલંકારચાતુર્ય, પ્રાસચાતુર્ય, ધ્રુવાનાવીન્ય, પદ્યગાનછટા વૈભવ, વગેરેનો આસ્વાદ લેવા જેવો છે. મધ્યકાલીન શુદ્ધ સાહિત્ય નહોતું પણ સંપૂર્ણ સાહિત્ય તો જરૂર હતું.” (મધ્યકાલીન શબ્દકોશ જયંત કોઠારી પૃ. ૨૩)
શ્રાવક કવિ ઋષભદાસનું કવિત્વ એમના કાવ્યમાં સોળે કળાએ ખીલ્યું છે. કાવ્યના અનેક પ્રકાર છે જેવા કે કવિતા, કવિત્વ, ફાગુ, રાસા, રાસ, રાસડા, સ્તવન, બારમાસા, સ્તુતિ વગેરે દરેકનું પોતાનું એક સૌંદર્ય હોય છે. કવિએ રાસ, હરિયાળી, સુભાષિત, સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન, નમસ્કાર, ઢાલ આદિમાં એમની કલમ ચલાવી છે. કવિ કાવ્યના ગુણ જાણતા હશે જેથી એમના કાવ્યોમાં એ ગુણો હીરાની જેમ ચમકે છે.
કાવ્યની વિવિધ વ્યાખ્યાઓ - ગુણો
૧) “અભીષ્ટ અર્થને સંક્ષેપમાં પ્રગટ કરવાવાળી પદાવલીને કાવ્ય કહેવાય છે.” ૨) ‘શાર્થી સહિતૌ ગવ્યમ્ I’ શબ્દ અર્થ સહિત હોય તે કાવ્ય.
- આલંકારિક શ્રી ભામહ ૩) ‘રમળીયાર્થ પ્રતિપાલઃ શત્વઃ ગવ્યમ્।' - રમણીય અર્થને પ્રતિપાદન કરવાવાળા શબ્દને કાવ્ય કહેવાય છે. પં. જગન્નાથ - ‘રસગંગાધર’ ૪) ‘રસાત્માં વાવયં ગવ્યમાં' રસયુક્ત વાક્ય કાવ્ય છે. - આચાર્ય વિશ્વનાથ ૫) કવિતાનો સૌથી મોટો ગુણ છે અદૃશ્યથી સાક્ષાત્કાર, અગમ્યનો આત્માનુભવ અને અપ્રાપ્ય (શાંતિ)નું મધુર સંવેદન.
કાવ્ય રસમય હોય છે. કાવ્યમાં રસ ભવ્ય શરીરમાં સુયશ સમાન છે. શબ્દ એના પ્રાણ છે, અર્થ મન છે, છંદ એના ચરણ છે અને અલંકારથી તે ઉત્કૃષ્ટ બની જાય છે.
-
શ્રાવક કવિ ઋષભદાસના કાવ્યોમાં કાવ્યના અનેક અંગોનું સુંદર આયોજન થયું છે જે એમના કવિત્વનું પ્રબળ પાસું છે એમના કવિત્વનું મૂલ્યાંકન એમની પ્રાપ્ત કૃતિઓ અને જૈન ગૂર્જર કવિઓમાં આપેલી આદિ - અંતની પ્રશસ્તિને આધારે