________________
૨૧૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે. આત્મા દેશ અને કાળથી પર, અપ્રસારિત છે. તે અદ્વિતીય, ગતિશીલ અને શાશ્વત તત્ત્વ છે. ચિંતન કરવું એ આત્માનો ધર્મ છે. ચિંતનના અનેક સ્વરૂપ છે જેમ કે સંદેહ કરવો, સમજવું, સ્વીકાર કરવો, અસ્વીકાર કરવો, ઈચ્છા કરવી, કલ્પના કરવી વગેરે. ‘ડિસકોર્સ ઓન મેથડમાં ઉલ્લેખિત છે કે “It is a thing that doubts, Understands, affirms, denies, refuses and perceives... all other properties belong to my nature." 211 21a Ssič BHICHID 218 secar માન્યું છે જેનો અનિવાર્ય ગુણ ચિંતન કરવું છે. આત્મા ન તો અગોચર (Transcendent) તત્ત્વ છે અને ન તો ગોચર જીવ, તે શેય માધ્યમથી વિહિત છે. પરંતુ ગોચર જીવ નથી. ડેકોર્ટે માત્ર મનુષ્ય લક્ષી બૌદ્ધિક આત્માનો સ્વીકાર કરીને પશુ આદિને આત્મહીન બતાવી દીધા. તવાદ (Dualism) સ્વીકારનારા ડેકાર્ટ આત્મા અને શરીરને નિરપેક્ષરીતે ભિન્ન પરંતુ અંતર કિયા કરતા દ્રવ્યો માન્યા છે.
મનુષ્યને સ્વતત્ત્વનું નિશ્ચિત, અવ્યવહિત, સ્પષ્ટ અને લાક્ષણિક રીતે ભિન્ન એવું ચોકકસ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંવેદન પ્રાપ્ત બાહ્ય પદાર્થનું (પરતત્વનું) જ્ઞાન શંકામુક્ત નથી હોતું.
શ્રી ડેકાર્ટના દર્શન અને જૈનદર્શનના આત્માની તુલના સમાનતા - ૧) બંને દર્શનોમાં આત્મા અને તેના વિરોધી જડ દ્રવ્યોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ડેકાર્ટના દર્શનમાં ચિત્ત (આત્મા) ને અચિત્ત (શરીર) ને સ્વીકાર્યું છે. જેનદર્શનમાં જીવ (આત્મા) અને અજીવ (પુદ્ગલ આદિ દ્રવ્યો) ની અવધારણા છે. ૨) ડેકાર્ટના દર્શનમાં આત્માને અભૌતિક અને પુદ્ગલને ભૌતિક માન્યું છે. જેનદર્શનમાં શુદ્ધ આત્માને અભૌતિક અને પુદ્ગલને ભૌતિક માન્યું છે. પરંતુ ડેકાર્ટના બે વિરોધી દ્રવ્યોમાં સ્થાપિત સંબંધ સંબંધી પ્રશ્ન ઉભો થાય છે તે અહીં નથી. કારણ કે જે આત્માનો ભોતિક પુદ્ગલથી સંબંધ થાય છે તે આત્મા શુદ્ધ અભૌતિક ન રહેતા ભોતિક ગુણોથી સમાક્રાન્ત છે. ૩) બંને દર્શનમાં આત્મા કરણ - કાર્યની શૃંખલાથી મુક્ત છે. આત્મા નિત્ય છે. પણ ફૂટસ્થ નિત્ય નથી. ૪) ડેકોર્ટે સંશય દ્વારા આત્માનું અસ્તિત્ત્વ સિદ્ધ કર્યું એમના મતે સંદેહ એ સત્ય સુધી પહોંચવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. જૈન દર્શનમાં પણ સંશય દ્વારા આત્માની સિદ્ધિ કરી છે. ૫) ડેકાઈ ના દર્શનમાં આત્માને શેય માનવામાં આવ્યો છે. હું વિચારું છું માટે હું છું એનાથી જ્ઞયત્વ સિદ્ધ થાય છે.
જેન દર્શનમાં પણ આત્મા છુંય રૂપ છે. અહીં પણ જાણવારૂપ ક્રિયાના કર્તા રૂપે આત્માનું જ્ઞયત્વ સિદ્ધ થાય છે.