________________
જીવવિચાર રાસ એક અધ્યયન
અસામાનતા
૧) ડેકાર્ટે આત્માને અપરિણામી તેમ જ અપરિવર્તનશીલ માન્યો છે. આત્મા વિવેકી છે, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. જૈન દર્શનમાં આત્મા અન્ય દ્રવ્યોની જેમ પરિણામી તેમ જ નિત્ય બંને મનાય છે.
૨૧૧
૨) ડેકાર્ટે આત્માને જ્ઞેય માન્યો છે પણ જ્ઞાતા રૂપે કોઈપણ હાલતમાં માન્યો નથી. જૈન દર્શનમાં આત્મા જ્ઞેય અને જ્ઞાતા બંને રૂપે માન્ય છે. આત્મા સર્વજ્ઞરૂપમાં બધું જ જાણે છે તેથી જ્ઞાતા છે. અને આત્માને વિભિન્ન માધ્યમોથી જાણી શકાય છે તેથી જ્ઞેય પણ છે.
૩) ડેકાર્ટે આત્માનું સ્થાન શરીરમાં માત્ર પીનિયલ ગ્લાન્ડમાં સ્વીકાર્યું છે. જૈન દર્શનમાં આત્મા શરીર પરિમાણ સ્વીકારાયો છે.
૪) ડેકાર્ટના દર્શનમાં આત્મા માત્ર બૌદ્ધિક છે. જૈનદર્શનમાં આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત આનંદ સહિત છે તથા તેના ત્રણ પ્રકાર છે - બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા તેમ જ જૈન દર્શનમાં આત્મા અતિસૂક્ષ્મરૂપે છે. ૫) ડેકાર્ટે માત્ર મનુષ્યમાં જ આત્માનો સ્વીકાર કર્યો છે પશુઓમાં નહિ. જૈનદર્શનમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ સહિત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેંદ્રિયમાં આત્માનો સ્વીકાર કરીને આત્માને બહુ વ્યાપક સ્વરૂપ આપ્યું છે.
૬) ડેકાર્ટે આત્માને પૂર્ણ રીતે અપ્રસારિત માન્યો છે. એમાં વિસ્તાર ગુણની ઉપેક્ષા કરી છે. જૈનદર્શનમાં આત્માનું દેહ પરિમાણત્ત્વ સંકોચ વિસ્તાર ગુણની અપેક્ષાથી જ છે. ૭) ડેકાર્ટના દર્શનમાં આત્માને ઈશ્વર (પરમાત્મા) બનવાનો અધિકાર નથી તેમાં તો આત્મા અને ઈશ્વર પૂર્ણતયા ભિન્ન છે.
જૈનદર્શનમાં પ્રત્યેક આત્મા પરમાત્મા એટલે કે ઈશ્વર બની શકે છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં બતાવ્યું છે કે, ‘નૃત્સ્નવર્મક્ષયો મોક્ષઃ’ સંપૂર્ણ કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે. મોક્ષ થવો એટલે પરમાત્મા બનવું. આત્મા ને પરમાત્મા એક જ વસ્તુની બે અવસ્થાઓ છે. ૮) ડેકાર્ટના દર્શનમાં આત્મા અને શરીરનો સંબંધ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. એમના મતે ઈશ્વરની ઇચ્છાથી જ એકની ક્રિયાની બીજામાં પ્રતિક્રિયા થાય છે.
જૈનદર્શનમાં આત્મા અને શરીરનો સંબંધ ઈશ્વરની ઈચ્છાથી નહિ પણ દરેકના પોતાના કરેલા કર્મબંધથી થાય છે.
આ રીતે અનેક સમાનતા અને અસમાનતાથી સ્પષ્ટ થાય છે કે ડેકાર્ટનો આત્મવાદ જૈન આત્મવાદની તુલનાએ ખૂબ જ સ્થૂલ છે.
ડેવિડ હ્યુમ
ફ્રાંસમાં જન્મેલા ડેવિડ હ્યુમ અત્યંત ઉગ્ર અનુભવવાદી (impiricist) હતા. તેમણે આત્મા કે ભૌતિક પદાર્થ (Matter) નો દ્રવ્ય કે અધિષ્ઠાન તરીકે અસ્વીકાર