________________
૨૧૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત કર્યો છે. એમણે માનવ સ્વભાવ પર એક પ્રબંધ “A Treatise on Human Nature' લખ્યો છે. જેમાં ડેકાર્ટના સંશયવાદનું ખંડન કરીને અનુભવવાદથી આત્માની સિદ્ધિ કરી છે. એમના મતે આત્મા, પરમાત્મા જગત વગેરે અજ્ઞેય છે. માટે એમને અજ્ઞેયવાદી પણ કહ્યા છે. એમના મતે “Soul is nothing but abundle of different perception which succeed each other with an inconceivable rapidity."
અર્થાત્ - આત્મા પ્રત્યક્ષોના સમૂહ સિવાય જે અત્યંત તીવ્રતાની સાથે એક પછી એક આવતા જતા રહે છે તે સિવાય કોઈ નથી. (અનુભવોની હારમાળાથી વિશેષ કાંઈ નથી.)
“There is properly no simplicity in the self at one time nor indentity in different times.” અર્થાત્ એનામાં ન તો કોઈ એક સમયે એકત્ત્વ કે સરળતા હોય છે અને ન તો ભિન્ન ભિન્ન સમયોમાં તાદાભ્ય.
હ્યુમ આત્માને નિત્ય શાશ્વત માને છે. તેઓ માત્ર માનસિક વિચારોને જ આત્મા માને છે. અન્ય પાશ્ચાત્ય દાર્શનિકો જેવા કે જે. એસ. મિલ, વિલિયમ જેમ્સ વગેરે પણ આત્માને પ્રવાહ કે સાંકળરૂપ માને છે. તેઓ બોદ્ધની જેમ પ્રવાહરૂપમાં અર્થાત્ ક્ષણિક આત્માનો સ્વીકાર કરે છે.
હ્યુમના મતે આત્મા અનિત્ય અને વિચારોની હારમાળાની સાંકળરૂપ છે.
ડેવિડ હ્યુમ અને જૈનદર્શનના આત્મતત્વની તુલનાઃ બંને દર્શનના આત્મામાં સામ્યતા શક્ય નથી અસમાનતા છે જે નીચે મુજબ છે. ૧) હ્યુમે આત્માના અસ્તિત્ત્વનું ખંડન કર્યું છે તેથી તેમનું દર્શન અનાત્મવાદી છે. જેનદર્શને આત્માના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે માટે આત્મવાદી છે. ૨) હ્યુમના દર્શનમાં વિચારોનો સમૂહ સિવાય કોઈ નિત્યાત્મા નથી જયારે જેના દર્શન આત્માને પરિણામી નિત્ય માને છે. અહીં પર્યાયની દૃષ્ટિથી આત્મા અનિત્ય અને દ્રવ્યની દૃષ્ટિથી નિત્ય મનાય છે. ૩) હ્યુમ આત્માને સત્ નથી માનતા જ્યારે જૈનદર્શનમાં આત્માને સતરૂપે માન્યો છે. ૪) હ્યુમના વિચારોમાં આત્મા પરિવર્તનશીલ છે જયારે જેનદર્શનમાં પર્યાયથી પરિવર્તનશીલ અને દ્રવ્યથી અપરિવર્તનશીલ બંને છે.
ઈમેન્યુઅલ કાટ જર્મનીના મહાન દાર્શનિક ઈમેન્યુઅલ કાટે ‘ક્રિટિક ઓફ પ્યોર રીજન’માં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે.
એમણે આત્માના સ્વરૂપને એક વાક્યમાં આ પ્રમાણે કહ્યું છે.
"Soul is transcedental Synthetic Unity of pure apperception." zuela આત્મા અતીન્દ્રિય, સમન્વયાત્મક, અદ્વય-વિશુદ્ધ અપરોક્ષાનુભૂતિરૂપ છે.