________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૧૩ એમના મતે આત્મા અતીન્દ્રિય છે. તેઓ આત્માને વ્યવહારિક જગતનું તત્ત્વ નથી માનતા. એમના મતે તો આત્માનો પરમાર્થ જગતમાં નિવાસ છે. અમૂર્ત હોવાને કારણે તે ઈન્દ્રિયો દ્વારા જણાતો નથી માટે અતીન્દ્રિય છે.
એમની માન્યતા પ્રમાણે આત્મા નિત્ય, શાશ્વત છે. એ વિશુદ્ધ જ્ઞાતા, નિત્ય તેમ જ અનુભવ નિરપેક્ષ છે. સંગ્રહણ, સમન્વય, સંબંધ, નિયમ, સાર્વભૌમતા અને અનિવાર્યતા જ્ઞાતાના કારણે સંભવે છે. જ્ઞાતા આત્મા આપણા સંવેદનો અને વિજ્ઞાનોને એકસૂત્રમાં બાંધે છે જેથી આપણા અનુભવોમાં એકરૂપતા થાય છે તેથી પ્રત્યેક જીવનું જગત ભિન્ન નથી અદ્રયરૂપ (Unity) છે. માટે આત્મા અનેક નહિ એક છે.
તેઓ આત્માને ય નથી માનતા.
"The subject can not be reduced to an object." Hello şildi SiS uel સ્થિતિમાં ય ન બની શકે.
ચેતન્ય સ્વરૂપ આત્મા જ્ઞાતા કે શક્તિ છે માટે કોઈપણ સ્થિતિમાં શેય ન માની શકાય માટે એ અજ્ઞેય છે.
કાટની દૃષ્ટિએ જે આત્માનું અસ્તિત્ત્વ તર્ક દ્વારા પ્રસ્થાપિત કરવાનો દાવો કરે છે તે તર્કોશ્રિત મનોવિજ્ઞાન (Rational Pshycology) ને અસ્વીકાર્ય છે. જો કે નૈતિક ક્ષેત્રે કાટે આત્માની સંકલ્પનાનો સ્વીકાર કર્યો છે પણ બોદ્ધિક ક્ષેત્રે તેને તર્ક પ્રતિષ્ઠિત ગણવા તૈયાર નથી. સમાનતા - કાટના મતે આત્માનું સ્વરૂપ અને જૈનદર્શનના મતે આત્માના સ્વરૂપની તુલના. ૧) કાટે આત્માને અમૂર્તરૂપે સ્વીકાર્યો છે. જેનદર્શનમાં પણ આત્મા અમૂર્ત (અરૂપી) જ મનાય છે. ૨) કાટના દર્શનમાં પરમાર્થ - આત્માને પૂર્ણ માન્યો છે અને જેનદર્શનમાં પણ શુદ્ધ આત્મા પૂર્ણ છે. મુક્તાત્મા અનંત ચતુષ્ટય યુક્ત હોવાથી પૂર્ણ છે. ૩) કાટના મતે આત્માને ચૈતન્યવાન ન માનતા ચેતન્ય સ્વરૂપ સ્વીકાર્યું છે. જેના દર્શન તો આત્માને ચૈતન્ય સ્વરૂપ જ માને છે. “રેતનાનક્ષણો નીવ’ આત્માનું
સ્વરૂપ - લક્ષણ ચેતના છે એમ જેના દર્શન પણ માને છે. ૪) કાટના દર્શનમાં પણ આત્માને શુદ્ધ રૂપ માનવામાં આવ્યો છે. અને જેનદર્શનમાં પણ મુક્તાત્મા શુદ્ધ રૂપ છે. માટે બંનેએ આત્માના શુદ્ધ રૂપને સ્વીકાર્યું છે.' ૫) કાઠે એ સ્વીકાર્યું છે કે જ્ઞાનના માધ્યમ રૂપ ઈન્દ્રિય તેમ જ બદ્ધિમાં પોતાની શક્તિ નથી એની શક્તિ જયાંથી આવે છે તે આત્મા છે. અર્થાત્ આત્માની શક્તિથી જ ઈન્દ્રિય અને બુદ્ધિ ક્રિયા કરે છે. જેનદર્શનની પણ એ જ માન્યતા છે કે ઈન્દ્રિયો. અને બુદ્ધિમાં શક્તિ આત્મામાંથી જ આવે છે. શ્રી જિનભદ્રગણિએ તો ઈન્દ્રિયોના અધિષ્ઠાતાના રૂપમાં આત્માને સ્વીકાર્યો છે.