________________
૪૧૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અભખ્યા
અવ્યયીભાવ અસંખ્ય
અવ્યયીભાવ ૮૦. પાયવાંગ
(પાદ પ્રહાર કે પાદસંચાર) ૩૨૪ અતીરથ
નમ્ બહુવ્રીહિ પ્રસીધ
નમ્ બહુવ્રીહિ પરતેગ
અવ્યયીભાવ સ્વયંબુધ
કર્મધારય ૩૯૬ અલ્પબહુત
કર્મધારય ૨૧૨ સમભૂતલા.
બહુવ્રીહિ અનંતકાય
નમ્ બહુવ્રીહિ અજ્ઞાન
નમ્ બહુવ્રીહિ કાયસ્થિતિ
ષષ્ઠી તપુરૂષ આમ આ કૃતિની ભાષાશૈલીનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે શ્રાવક કવિ ઋષભદાસે વિદ્વાનોની નહિ પણ જનમનની બોલચાલમાં વપરાતી સામાન્ય ભાષા (જૂની અપભ્રંશ ગુજરાતી) નો પ્રયોગ આ રાસમાં કર્યો છે. એમની ભાષા. લઢણવાળી, સરળ, સહજ પ્રવાહિત છે. આ તાત્વિક કૃતિ હોવાના કારણે અલંકારોની ભરમાળ કે રસોની હારમાળનો અભાવ છે. તેથી આ રાસ નીરસ ન બની જાય એ માટે એમાં વિવિધ શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિભક્તિના પ્રત્યયો, સંખ્યાવાચક શબ્દો, અવ્યયો, પર્યાયવાચી શબ્દો વગેરેમાં વિવિધતા વાપરીને વિદ્વભોગ્ય કૃતિને લોકભોગ્ય કૃતિમાં રજૂ કરવાનો પરમ પુરૂષાર્થ કર્યો છે. ભાષા દ્વારા ભાવ અભિવ્યક્તિ કરાવવામાં સફળ રહ્યા છે.
શીર્ષકની યથાર્થતા કોઈ પણ કૃતિમાં શીર્ષકનું વિશેષ મહત્ત્વ હોય છે. શીર્ષક પ્રાયઃ કૃતિમાં આવતા પ્રધાન પાત્રના નામના આધાર પરથી, પ્રધાન ઘટના કે મુખ્ય કથ્યના આધાર પરથી કે એમાં વર્ણવાયેલા (વર્ણિત) પ્રમુખ ભાવ કે ઉક્તિ પરથી રાખવામાં આવે છે. શીર્ષક અત્યંત સંક્ષિપ્ત અને આકર્ષક હોવું જોઈએ. એમાં કૃતિના સમસ્ત ભાવને વ્યંજિત કરવાની ક્ષમતા, જિજ્ઞાસા, રોચકતા, ઉદ્દેશ્યસૂચકતા તથા આદર્શ-યથાર્થી સ્થાપનાની વ્યંજના હોવી જોઈએ. આ રીતે કૃતિનું શીર્ષક અનેક વિશેષતાઓ અને ગુણોથી મંડિત હોવું જોઈએ.
મધ્યકાલીન જેનરાસા સાહિત્યના મોટા ભાગના રાસાઓના શીર્ષક પાત્રા નામના આધારે કે કથાના નામના આધારે થયેલા જોવા મળે છે જેમ કે “ભરતા બાહુબલિ રાસ”, “શ્રીપાળ રાજાનો રાસ”, “પરદેશી રાજાનો રાસ” વગેરે.
પ્રસ્તુત કૃતિ એક તાત્વિક કૃતિ છે. તેથી તેમાં વર્ણવેલા ભાવ ઉપરથી એનું