________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૧૫ ‘જીવવિચાર રાસ” એવું નામ યથાર્થ છે. આપણી સમગ્ર હીલચીલનું કેન્દ્ર “જીવ’ છે. જીવને જાણ્યા વગર બીજું બધું જાણવું વ્યર્થ છે. એના ભેદ પ્રભેદ, એની ઋદ્ધિ વગેરેનું આ કૃતિમાં વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રશ્ન થાય છે કે જીવ સાથે ‘વિચાર’ શબ્દનો પ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે? “વિચાર” શબ્દના વિશેષતાથી અનેક અર્થ થાય છે. એમાંનો એક અર્થ ભેદ પૂર્વક કથનનો છે અને તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એટલે જીવના સ્વરૂપ, શરીર, આયુ, કાયસ્થિતિ, પ્રાણ, યોનિ, લેશ્યા, સંજ્ઞા વગેરેના ભેદપૂર્વકનું જેમાં કથન થયું છે તે ‘જીવવિચાર'.
અહીં ‘જીવવિચાર’ માટે આ અર્થ વધારે બંધબેસતો છે. કારણ કે આ કૃતિમાં જીવના ભેદ-પ્રભેદ અને ઋદ્ધિનું વિસ્તૃત વર્ણન થયું છે. તેથી જીવવિચાર નામ સાર્થક છે.
શીર્ષક અતિ સંક્ષિપ્ત અને આકર્ષક હોવું જોઈએ એ અનુસાર ‘જીવવિચાર” શીર્ષક અત્યંત સંક્ષિપ્ત છે. સાથે સાથે આકર્ષક પણ છે. જીવની સાથે તત્ત્વ-દ્રષ્ટાભેદ-વિવેચન આદિ શબ્દો મૂકી શકાય. પરંતુ વિચાર શબ્દ મૂકીને કવિએ આપણને વિચારતા કરી દીધા છે કે આમાં કેવા વિચાર હશે અને એ જાણવાનું આકર્ષણ ઊભું થાય છે. તેમ જ જીવ વિશે જાણવાની રૂચિ પેદા થાય છે. એવું તે કવિએ શું નિરૂપ્યું છે કે જેથી જીવ વિશેના વિચારો રાસા સ્વરૂપે પાંચસો બે ગાથામાં રચાયા છે. એ જાણવાની જીજ્ઞાસા આપણને કાવ્યનું અધ્યયન કરવા પ્રેરે છે. આમ શીર્ષક રોચક તેમાં જ જિજ્ઞાસાપૂર્ણ છે.
જીવવિચાર રાસ’નો ઉદ્દેશ્ય એ છે કે જીવોનું સ્વરૂપ સંપૂર્ણપણે જાણ્યા પછી દરેક આત્મામાં કે જીવમાં પોતાનું સ્વરૂપ જૂઓ જેથી જીવદયાનું સુંદર પાલન થઈ શકે અને દુઃખમુક્ત, મોક્ષવ્યવસ્થા કે સિદ્ધસ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ. જીવના સ્વરૂપને જાણ્યા પછી જ આ શક્ય બને છે માટે જીવ વિશેનો વિચાર જેમાં છે તે ‘જીવવિચાર'.
જીવવિચાર રાસ’ આ શીર્ષકમાં કવિ ઋષભદાસે જીવવિચારને રાસ સ્વરૂપમાં નિરૂપ્યો છે. માટે કવિનો રાસ રચવાનો ઉદ્દેશ સ્પષ્ટ છે. આ કૃતિનું અવલોકન કરતાં જણાય છે કે કવિએ ભલે પરંપરાગત રાસાની રચના નથી કરી તે છતાં તેમણે આ કૃતિનું બાહ્ય બંધારણ તે સમયના લોકભોગ્ય સ્વરૂપનું પસંદ કર્યું છે અને પોતાને થયેલ જીવ વિશેની ગહન વિચારણા રાસ રચીને જન સામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
છતાં રાસ તરીકે મૂલ્યાંકન કરતાં નીચેનું ચિત્ર ઉપસ્થિત થાય છે.
તત્વની દષ્ટિથી વિચાર કરતાં આ રાસનું મુખ્ય પાત્ર “જીવ’ સમસ્ત જીવરાશિ છે. તો ખલનાયક કર્મ છે. જે જીવ પર હાવી થઈ જાય છે. જેને કારણે જીવને નારદી, તિર્યંચ, દેવ, મનુષ્ય ચાર ગતિરૂપ ભવાટવીમાં