________________
૪૧૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અહીં તહીં ભટકવું પડે છે. ત્યાં એને કર્મને કારણે વિવિધ શરીર, અવગાહના, આય, પ્રાણ, જીવાજોનિ, સંજ્ઞા, લેશિયા, જ્ઞાન, દર્શન, વેદ વગેરેની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવને ખબર પડે છે કે પોતાને હેરાન કોણ કરે છે ત્યારે તે તેની સાથે યુદ્ધ કરીને તેને હરાવીને એની ચુંગાલમાંથી મુક્ત થઈ જાય છે. એ કાર્ય મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે. તેથી “જીવ'ના માનવ સ્વરૂપને સારી રીતે નિખાય છે ત્યાં શું કરવું જોઈએ એનો સુંદર ઉપદેશ આપ્યો છે.
ગર્ભજ નર જગપ્પાં વડો મુગતિ પંથ જસ હોઈ '.
અંતે આ રાસના અધ્યયનથી સુખની પ્રાપ્તિ થાય છે એવી ફલશ્રુતિ નિરૂપી છે.
આમ સમગ્રતઃ જોતાં આ કૃતિનું ‘જીવવિચાર રાસ' એવું નામ યથાર્થ, રોચક, સંક્ષિપ્ત, સારગર્ભિત, આકર્ષક, જિજ્ઞાસાપૂર્ણ અને ઉદ્દેશ્યપૂર્ણ છે.
જીવવિચાર રાસ'માંથી પ્રગટતું ત્યારનું જીવો સાથેનું વર્તન – સમાજ જીવન ૧૨ છેદાણો ભેદાણો બહુ પંથી પાએ ચાંપઈ સહુ
બાલો, રાંધો, ભક્ષન કર્યો ટાંકી તુઝ ઓરસીહ કર્યો.
પૃથ્વીકાયના જીવો માટેની આ ગાથામાં કવિ કહે છે કે પૃથ્વીકાયના જીવોનું છેદન-ભેદન ખૂબ થાય છે એટલે કે જમીન રૂપે કે પર્વત રૂપે રહેલા પૃથ્વીકાયના જીવોનું ત્યારે છેદન-ભેદન થતું હશે. ખાણ વગેરેમાં ખોદકામ કરાતુ હશે. તેમ જ સોનું-રૂપું વગેરે ધાતુ મેળવવા માટે એને અગ્નિકાયમાં ખૂબ તપાવવામાં આવતું હશે. હીરાના પથ્થરને કાપકૂપ કરીને ઘસીને એટલે કે છેદન ભેદન કરીને હીરા મેળવવામાં આવતા હશે. આમે ખંભાત દેશ હીરાના વેપાર માટે વખાણતું હતું. આજે પણ ખંભાતમાં પથ્થરના વિવિધ પ્રકારો મળે છે જે આભૂષણ બનાવવા માટે વપરાય છે. પરવાળા, અકીક, હીરા, માણેક વગેરે માટે ખંભાત પ્રસિદ્ધ છે. જે કવિના કાવ્ય દ્વારા છતું થાય છે ત્યારે પણ આ બધા કાર્યો થતાં હશે. રાંધવામાં આવ્યો એનું ભક્ષણ કરવામાં આવ્યું. મીઠું, ખારો એવા પદાર્થો આજે પણ આપણે ખાઈએ છીએ. એ સિંધવ, સંચળા, બીડ, લવણ ઉપરાંત કોઈ માટીનું ભક્ષણ કરાતું હશે તો એ સંશોધનનો વિષય છે. આ ઉપરાંત કોઈ કોઈ ધાતુ વગેરેની ભસ્મો બનાવીને એનો ઓષધિની રીતે પ્રયોગ થતો હોય એ પણ શક્ય છે. ઓરસીઓ એટલે ચટણી વાટવાનો પથ્થર કે પાટલા. વગેરે બનાવવાનો ઉદ્યોગ પણ ખંભાતમાં હોવો જોઈએ જેના પરથી કવિને પ્રેરણા મળી હોય. ૧૧ ઓસ પલેવો તુરી પહાણ, માટી લુણ મ ચાપો જાણ
એહમાં જીવ ભમ્યો આપણે અનંતકાલ ગયો ત્યાંહા ઘણો.
ઓસ ખારાવાળી માટી, પલેવો એક જાતની પોચી માટી, તુરી = ફટકડી, પાહાંણ = પથ્થરની અનેક જાત જેવી કે આરસ, અકીક, કસોટી, ચિરોડી, લાલ-પીળા