________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૧૭ ચીકણા બરડ, મગશીલ. જાત જાતની વર્ણવાળી માટી અને મીઠું આ બધી માટીને જાતો ત્યાં સારા પ્રમાણમાં થતી હશે અને કચડાતી હશે. માટે એને પૃથ્વીકાયના જીવ તરીકે ઓળખ્યા પછી કચડવી નહીં તેમ જ પગ તળે ગુંદાતી હશે. તેમ જ પગ તળે ખુદાતી હશે માટે સચેત માટીવાળા ક્ષેત્રોમાં ખૂબ હરફર કરવી નહિ. જો કે ખંભાતમાં આ બધું જ થતું હશે જે કવિએ કાવ્યમાં વર્ણી લીધું છે. એના દ્વારા પૃથ્વીકાયના જીવોની રક્ષાનો ઉપદેશ પણ આપ્યો છે.
૧૪ મી ગાથા - ખંભાતમાં પરાપૂર્વથી ચાલી આવતી પ્રથા આજે પણ છે. મકાનમાં નીચે વરસાદનું પાણી સંગ્રહી રાખવા માટે ટાંકા બનાવીને ભરાવી રાખતા જે ૧૨ મહિના ચાલે. આવી પધ્ધતિ ત્યોરે પણ પ્રચલિત હતી. અમે કવિ ઋષભદાસના ઘરની મુલાકાત લીધી એમાં અમે આ પદ્ધતિ જોઈ આવ્યા.
પાણી - ૧૫ ધનોદધી તે જલની જાતિ, જીવ ત્યાંહા દિન નિ રાતિ,
અનંતકાલ તેહમાં ગયો પરવશ પડીઓ પરભવ સહ્યો. ૧૬ નાહણ, ધોઅણ નિ અંધોલ, ફીલઈ લોક જલિં કરઈ કલોલ
અગ્નિ તપાવઈ પીડ સદીવ, ત્યાંહા દૂખ પામ્યા જલના જવા ૧૭ ઉન્હા જલ માંહા ટાઢું ભલુ, ખારા માહિં મીઠી મલ્યું,
સાબુ ચૂના ખારૂ પડી, જલના જીવ મરિ તરફડી
ઘનોદધી એટલે ઘન+ઉદધિ = જામેલું પાણી. Solid water. અધોલોકમાં ૧ થી ૭ નરકની પૃથ્વીઓ છે તે દરેક પૃથ્વીની નીચે હોય. ઊર્ધ્વલોકમાં ૧૨ મા દેવલોકની વાવડી સુધી લાભે. તિર્થ્યલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં લાભે. પાણીમાં તરતી હિમશીલા સમજી લો. ખંભાતના અખાતમાં ત્યારે કદાચ હિમશીલા હોઈ શકે! ત્યાં જીવ દિવસને રાતે ગમે તે સમયે ઉપજયો હોય તેમાં અસંખ્યાત કાળ આપણે પરવશ થઈને રખડચા કરીએ છીએ શા માટે એમાં વારંવાર ઉત્પન્ન થઈએ છીએ? કારણ કે એમાં આનંદ કિલ્લોલ કરીને આસક્ત થઈએ છીએ માટે એમાં આપણો આયુષ્યનો બંધ પડી જાય છે.
દરિયાકિનારે હોવાથી ખંભાતમાં નહાવા ધોવાનું ચલણ વધારે હશે તેમ જ દરિયાનું પાણી સ્વચ્છ હશે. એને એમાં ત્યારના જમાના પ્રમાણે તરણહોજ કે પાણીમાં આનંદ કિલ્લોલ કરવાના સાધન હોવા જોઈએ જેની મોજ ત્યારના લોકો ઉઠાવતા હશે. આજે જેમ વૉટર સ્લાઈડ, વોટર પાર્ક વગેરે છે – એમ ત્યારે અવશ્ય પાણીમાં રમવાની રમતો હશે જ એમ માનવા મન પ્રેરાય છે.
નહાવા ધોવા માટે અગ્નિ પર પાણી ગરમ કરીને વપરાતું હશે. ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય ને ઠંડી ઉડાડવા ગરમ પાણીમાં નહાવા ધોવાનું વધારે પ્રમાણમાં થતું હોય તેમ જ ત્યાં કપડા આદિને રંગવા માટે પણ ગરમ પાણીનો પ્રયોગ થતો હોય