________________
૮૩
જીવવિચાર રાસ એક અધ્યયન ઓળખાયે જિહાં વર્ણાવરણ, સાધુ પુરૂષના પૂજે ચરણ. ૧૪ વસે લોક વારૂ ધનવંત, પહેરે પટોળાં નર ગુણવંત, કનક તણા કંદોરા જડ્યા, ત્રિય આંગળ તે પુળા ઘડ્યા. ૧૫ ભોગી લોક ઈસ્યા જિહા વસે, દાનવરે પાછા નવિ ખસે, ભોગી પુરૂષ ને કરૂણાવંત, વાણિગ છોડિ બાંધ્યા જંત. ૨૫ પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટાનાદ (પા.) ઈન્દ્રપુરી શું કરતા વાદ, પસ્તાલીસ જિહાં પૌષધશાળ, (પા.) પોષધશાલા જિહાં બહુ તાલ, કરે વખાણ મુનિ વાચાળ.
૨૭ ઉપાસરો દેહરૂ ને હાટ, અત્યંત દુર નહિ તે વાટ, ઠંડલ ગોચરી સોહિલ્યા આહિ, મુનિ અહિં રહેવા હીંડે પ્રાહિં. ૨૯ ઈસ્યું નગર –બાવતી વાસ, હીર તણો તિહાં જોડ્યો રાસ, પાતસા ખરામ નગરનો ઘણી, ન્યાય નીતિ તેહનિ અતિ ઘણી.૩૦
- હીરવિજયસૂરિ રાસ આમ ખુદ કવિની કલમે જ ખંભાત નગરીનું અતિ ઉજ્જવલ વર્ણન કરાયું છે, જેનાથી સિદ્ધ થાય છે કે આ નગર દોમદોમ સાહ્યબીથી છલકાતું હતું. અહીંના શ્રાવકો દાન, શિયળ, તપ, ભાવથી તરબતર હતા. અહીં ભોગ-ત્યાગનો સુભગ સંગમ હતો. (કડી નં. ૨૫) અલકાપુરી જેવી આ નગરીમાં અઢારે આલમના લોકો વસતા હતા. અને અન્ય લોકો અહીં આવીને વસવાની ઝંખના સેવતા હતા. ધરમ અને કરમની અહીં જુગલબંધી હતી (કડી નં. ૨૯) અહીંના રાજાની ન્યાય નીતિ વખણાતી હતી. લોકો રાજાને કર પણ પૂરા ભરતા હશે જેથી આ નગર સગવડોથી ભરપૂર, સમૃદ્ધ ને સંસ્કારી હતું. ખંભાતમાં શું વખણાતું એનો પણ ઉલ્લેખ કવિએ કર્યો છે.
વહેલ, વરઘોડો, વીંજણો, મંદિર જાતિ ભાત, ભોજન દાલને ચૂડલો, એ સાતે ખંભાત.
- ભરત બાહુબલિ રાસા ત્યાંની સાત વસ્તુ ખૂબ વખણાતી હતી એ રાસમાં વણી લીધું છે. (૧) વહેલ (૨) વરઘોડો (૩) વીંઝણો (૪) મંદિરની જાળીઓની કોતરણી (૫) ભોજન (૬) દાળ અને (૭) ચૂડલો.
(ખંભાતના તાળાં પણ વખણાતાં, હાલ ખંભાતનો હલવાસન, સૂકાં ભજીયા અને અકીકના ધરેણાં વખણાય છે.)
કવિએ ખંભાતનું જે વર્ણન કર્યું છે તેના સમર્થનમાં બીજી અનેક જગ્યાએ વર્ણન પ્રાપ્ત થાય છે જે નીચે મુજબ છે. ૧) શ્રાવક કવિ ઋષભદાસના સમકાલીન કવિઓ જયસાગર (વિજયસેનસૂરિ