________________
૮૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઋષભદેવનો રાસ
એવી જ રીતે હિતશિક્ષા રાસમાં પણ રાજાનું નામ છે.
‘એ નગરીની ઉપમા ઘણી જાહાંગીર પાદશાહ જેહનો ધણી.’
હિતશિક્ષા રાસ
ત્યાર પછી શાહજહાં રાજા ગાદીએ આવ્યા તે પણ ન્યાય નીતિવાળા હતા એનો નિર્દેશ ‘હીરવિજયસૂરિના રાસ’માં છે. નયનસુંદર, સમયસુંદર આદિ મહાકવિઓ એ જમાનાની (કાળની) દેન છે. સંપૂર્ણ સતરમી સદીમાં પુષ્કળ કવિઓ થયા. એ શાંત રાજકીય વાતાવરણનું સૂચન કરે છે.
આ ઉપરાંત હેમાચાર્ય અને તેમના સહાયકોએ ગૂર્જરમંડળમાં સંસ્કૃતિ અને વિદ્યાનું એક પ્રબળ પરિબળ ઉત્પન્ન કર્યું હતું. એ દરમ્યાન આપણી પ્રજામાં સાહિત્ય વિદ્યા આદિ જોરથી ફેલાયા હતા. નવા પરિબળો પણ ઉમેરાણા એ સર્જક યુગમાં અનેક કવિઓ થયા. એનો લાભ ‘શ્રાવક કવિ ઋષભદાસ’ને પણ મળ્યો. ૪) ભૌગોલિક પરિબળ રમ્ય, મનોરમ્ય, રમણીય, શોભનીય, દર્શનીય પરિસર મનને તરબતર કરી દે છે જેથી અંતઃસ્ફુરણા ઝરણાની માફક વહી ઉઠે છે. જ્યારે મલિન પરિસરથી મન અસ્વસ્થ થઈ જાય છે અને મનમાં સારા વિચારો પણ પ્રવેશતા નથી.
-
શ્રાવક કવિ ઋષભદાસ રિદ્ધિ - સિદ્ધિથી ભરપૂર સમૃદ્ધ નગરીના રહેવાસી હતા. જે એમના ‘હિતશિક્ષા રાસ,’ ‘મલ્લિનાથ રાસ,’ ‘હીરવિજયસૂરિ રાસ’ આદિ રાસોમાં થયેલા એમની નગરીના વર્ણનથી સિદ્ધ થાય છે. કવિના જણાવ્યા મુજબ અનુપમ ગામ, જેહના બહુ છે નામ ગુજરાતના બધા નગરોમાં ખંભાત ચડિયાતું નગર છે. જે રત્નાવતી, કનકવતી, ત્રંબાવતી, ભોગવતી, લીલાવતી, કર્ણાવતી સ્તંભતીથી, સ્તંભનપુર, ખંભનયરિ, થંભન, થંભણી, થંભનપુર, ખંભાયત, મહીનગર, ગુપ્તક્ષેત્ર અને ખંભાનગરથી ઓળખાય છે. અંગ્રેજોએ એનું નામ કેમ્બે પાડ્યું હતું. આ નગરી અલકાપુરી/અમરાપુરી જેવી દર્શનીય, શોભનીય, રમણીય છે. ત્યાંના પુરૂષો ઈંદ્ર સમાન અને સ્ત્રીઓ પદ્મિની સમાન શોભે છે. ત્યાં ઘણા વહાણો વખારો અને વેપારીઓ છે. સમુદ્રની લહેરો શોભી રહી છે. એને ફરતો કોટ અને ઘણા દરવાજા છે તેનો રાજા બાદશાહ જહાંગીર છે. ત્યાં પંચાસી ઊંચા જિનમંદિરો અને પિસ્તાળીસ પૌષધશાળાઓ - ઉપાશ્રયો છે.
ગુરૂ નામે પોહોતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ,
સકલ નગરીમાં જોય, ત્રંબાવાતી તે અધિકી હોય. ૧૨ સકલ દેશ તણો શિણગાર, ગુર્જર દેસ નર પંડિત સાર, ગુર્જર દેસના પંડિત બહુ, ખંભાયત આગળ હારે સહુ. જિંહા વિવેક વિચાર અપાર, વસે લોક જિંહા વર્ણ અઢાર,
૧૩