________________
૮૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત સજઝાય ૧૬૦૪), સ્થાનસાગર (અગડદત્તરાસ ૧૬૨૯) આદિએ પણ ખંભાતની સમૃદ્ધિનું વર્ણન કર્યું છે. ૨) ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ (પૃ. ૯૫ થી ૨૫૨) નું વર્ણન પણ સરખાવવા જેવું છે. “જહાંગીર બાદશાહના સમયમાં ખંભાતમાં માત્ર નાનાં વહાણ આવી શકતા. હતા. જહાંગીર બાદશાહે ખંભાતમાં સોનાની મહાર કરતાં ૨૦ ગણા વજનના સોના અને રૂપાના ટાંક પાડવાનો હુકમ કર્યો હતો.
| (કવિ ઋષભદાસ એક અધ્યયન - મૃ. ૧૨) ૩) ખંભાત વિશે ૧૭ મી સદીના યુરોપિયન મુસાફરોએ નીચે મુજબ બયાન કર્યું છે. અ) ખંભાત (૧૫૯૮) માં વેપાર એટલો બધો છે કે જો મેં તે જોયો ન હોત તો. એટલો વેપાર ત્યાં હોય એમ હું માનત નહિ.- સીઝરફેડ્રિક - બ) સને (૧૬૨૩) ખંભાત શહેર ઘણી જ વસ્તીવાળું અને ઘણા મોટાં પરાવાળું છે અને ત્યાં વહાણ ઘણા જ એકઠા થાય છે.- ડીલાવેલી ક) સુરત સાથે સરખામણી થાય નહિ એટલું બધું સુરતથી મોટું ખંભાત છે.એન્ડલસ્સો સને ૧૬૩૮ ડ) સુરતથી બમણું મોટું ખંભાત હતું.- બેલ્જીયસ સને ૧૬૩૧
| (ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ પૃ. ૨૫૩). ૪) ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા મુજબ (પૃ. ૨૫૪ - ૨૫૫)
ઈ.સ. સોળમી સદીમાં ખંભાતના અખાતના મથાળા આગળનો ભાગ પૂરાઈ જવાથી ફક્ત નાનાં વહાણો જ અને તે પણ મોટી જુવાળ વખતે ખંભાત આગળ આવી શકતા તેથી ખંભાતનો માલ દીવ, ઘોઘા અને ગંધાર બંદરેથી નાની હોડીમાં લવાતો અને મોકલાતો. આવું હોવા છતાં પુષ્કળ માલ આયાત અને નિકાસ થતો. આ બધામાં સુતરાઉ કાપડ ખંભાતથી એટલું બધું ચડતું કે ખંભાતને આખી દુનિયાનું વસ્ત્ર કહેવાતું.” (ગુજરાત સર્વસંગ્રહ પૃ. ૨૫૪-૨૫૫)
આ સર્વ મુદા કવિના ખંભાત વર્ણનને સમર્થન આપે છે. જો કે કાળક્રમે આ સમૃદ્ધિ ઘસાતી ગઈ જેના વિશે ગુજરાત સર્વસંગ્રહમાં લખ્યું છે કે –
“ઈ.સ. સત્તરમી સદીમાં ખંભાતના અખાતના મથાળા આગળનો ભાગ પૂરાઈ જવાથી ઉત્તર ગુજરાતમાં ઘણી અવ્યવસ્થા હોવાથી સને ૧૯૭૦માં મસ્કતના આરબોએ દીવબંદર પાયમાલ કરવાથી, યૂરોપના વેપારીઓની કંપની આવવાથી અને મક્કે જ આવ કરવાનું મથક સુરત હોવાથી સુરત ગુજરાતમાં મોટું વેપારનું મથક થઈ પડ્યું ને આ રીતે ખંભાત ઘસાતું ગયું.” (ગુજરાત સર્વસંગ્રહ પૃ.૨૫૬) ૫) ખંભાતના જિનાલયો (પૃ.૩) ચંદ્રકાંત કડિયાએ નીચે મુજબ લખ્યું છે. ખંભાત એટલે જૂના જમાનાના ભારતના જળ માર્ગનું સિંહ દ્વાર, ગુજરાતના વેપારને ધખતું રાખનાર આ બંદર ને તેની જાહોજલાલી એટલાં તો જગમશહૂર બન્યાં હતાં કે