________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૮૫
ગુજરાતના પર્યાય તરીકે ખંભાત ઓળખાતું ક્યારેક તો ગુજરાતનો બાદશાહ ખંભાતના બાદશાહ તરીકે સંબોધન પામ્યો છે. !
ખંભાતની આ જાહોજલાલીમાં જૈન વણિકોનો તથા તેના દાનવીર શ્રેષ્ઠીઓનો ફાળો બહુમૂલ્ય છે. લક્ષ્મીનો ઔદાર્યપૂર્ણ કોઠાસૂઝથી ઉપયોગ કરીને પણિકાએ મહાજન તરીકેની નામના મેળવી છે.
ખંભાતની સમૃદ્ધિથી આકર્ષાઈને કે પછી માનવમાત્રની ઈચ્છા પોતાનો વધારે ને વધારે ઉત્કર્ષ કરવાની હોય છે તે કારણે તેમના પિતાશ્રી વિસનગર છોડીને ખંભાત બંદરે વસ્યા. ત્યાં એમણે વેપાર સારો વિકસાવ્યો હોવો જોઈએ જેથી એમણે પણ સંઘ કાઢ્યો હતો. આજે પણ આપણે જોઈએ છીએ કે મુંબઈ આવવાનો ધસારો કે અમેરિકાનું વળગણ માનવીની ઉત્કર્ષની ઝંખનાનું દિગ્દર્શન કરે છે.
આવી સમૃદ્ધ નગરીના વસવાટે પણ એમની કવિત્વ શક્તિનો વિકાસ થયો હતો. અર્થાત્ ભગાલિક વાતાવરણે એમના વ્યક્તિત્વ નિખારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ખંભાતનું વર્ણન વાંચ્યા પછી ખંભાતને - કવિની કર્મભૂમિને જોવાની તીવ્ર ઉત્કંઠા જાગી એને પૂર્ણ કરવા તા. ૦૬-૦૭-૦૮ છઠ્ઠી જુલાઈ ૨૦૦૮ ના ખંભાત તરફ પ્રયાણ કર્યું. ખંભાતમાં પ્રવેશ્યા ત્યારે કવિના વર્ણન અનુસાર જે ખંભાતની કલ્પના કરી હતી તે ભાંગીને ભૂકો થઈ ગઈ. કવિના વર્ણનાનુસાર ત્યાં હાલ કોઈ સમૃદ્ધિ નજરે પડતી નથી.
શ્રાવક કવિ ઋષભદાસનું ઘર ‘માણેક ચોક’માં હતું. જે આજે ‘કવિ ઋષભદાસ શેઠની પોળ’તરીકે પણ ઓળખાય છે. કવિનું ઘર ત્યાંની ભાષામાં ચાર મજલાનું ગણાય એનો પ્રથમ માળ ભોંયરાનો પછીનો જમીનની સપાટી પર અને ત્યાર પછી બે માળ આમ ચાર માળનું મકાન આજે પણ ત્યાં છે. ઉપર આગાસીમાં દેરાસર હતું. અલબત ત્યાં કવિના કોઈ વારસદાર રહેતા નથી. આ ઘર નગીનદાસ કરશનદાસ ઝવેરી નામના શખસે ૧૫૦ વર્ષ પૂર્વે ખરીદ્યું હતું. એમને એક સુપુત્ર કેશીદાસ હતો. હાલ તેમના ચાર સુપુત્રો કુસુમચંદ્ર, બીપીનચંદ્ર, સુરેન્દ્ર અને ચંદ્રકાંત (બાબા) ભાઈનો પરિવાર રહે છે. મુખ્ય પ્રવેશ દ્વારવાળા ઘરમાં ચંદ્રકાંતભાઈ રહે છે. તેમણે અમને મીઠો આવકાર આપ્યો અને ઘર વિશે સઘળી માહિતી આપી. એમના બીજા બે ભાઈઓએ પણ સાથ સહકાર આપ્યો. કુલ ૧૬ રૂમ અને બે ભોંયરા છે. હાલ ચારે ભાઈઓના પરિવાર અલગ અલગ રહે છે. ઉપર નીચે મળીને દરેકના ચાર ચાર રૂમ છે. ચંદ્રકાંતભાઈના ઘરમાં નીચે ભોંયરામાં ટાંકો છે. જે કવિના સમયથી જ યથાવત્ છે. એમના રસોડામાંથી એમાં જવાનો માર્ગ છે. ૨૨ ફુટનો ચોરસ પ્રવેશદ્વાર છે જેની ઊંડાઈ ત્રણ મીટર છે. એમાં સામસામેની ભીંતમાં ખાંચા