________________
૮૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
રાખવામાં આવ્યા છે જેમાં પગ મૂકીને માણસ નીચે ઉતરી શકે. નીચે ઉતર્યા પછી ૨૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં ૧૫ ફૂટની ઊંચાઈવાળી કમાનવાળી ગોળ ઓરડી કે ટાંકો છે. જેમાં વરસાદનું પાણી સંગ્રહવામાં આવે છે. બે ઈંચ વરસાદ પડે તો પણ ટાંકો ભરાઈ જાય છે. જે ચારે પરિવારને પાંચ વરસ સુધી ચાલે એટલો હોય છે. દર ત્રણ વરસે એ ટાંકાની સફાઈ કરવામાં આવે છે.
ચારે પરિવાર અલગ રહે છે પણ ચારેના ઘરના દરવાજા ઉપરની અગાશીમાં નીકળે છે. અર્થાત્ બધા વચ્ચે અગાશી એક જ છે. ત્યાં અગાશીમાં એક ઓરડીમાં ઘર દેરાસર હતું. અગાશીમાં જવા માટે સ્ત્રી અને પુરૂષને જવાના અલગ અલગ દાદરા હતા. ત્યાં ઘર દેરાસર પાસે પાકી જાળી હતી. દાદરાની ઉપર સરકી જાય એવા દરવાજા હતા જેથી ઉપરથી બંધ થઈ જાય. આ દેરાસરનો ભાગ સુરેન્દ્રભાઈના ઘરની હદમાં હતો તેથી તેની પૂજા પણ તેઓ કરતા હતા. આજે પણ પ્રથમ પૂજા તેઓ જ કરે છે.
આ ગૃહમંદિરને (ઘર દેરાસરને) ૨૫ વર્ષ પહેલા તેમના ઘરની બાજુમાં શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરમાં પધરાવ્યું છે. આ ઘર દેરાસર અગરતગરના લાડકાનું બનેલું છે. જેને ‘નીર’ લાકડું પણ કહેવાય છે. આ લાકડું અગ્નિમાં બળતું નથી. આગ લાગે તો આ લાકડામાંથી પાણી નીકળવા લાગે છે જેથી તે બળતું નથી. ખૂબ જ કલાત્મક દેરાસર છે.
આ દેરાસર આશરે અઢીસો (૨૫૦) ભાગ એકબીજામાં જોડીને બનાવેલું છે. હમણાં જેના પર ચૌદ સ્વપ્ના છે તે પહેલા ચાર દરવાજા હતા. જેને હવે જોડીને એક કરી દીધા છે. દરવાજાની ઉપર પદ્માવતી માતા, પાર્શ્વનાથ ભગવાનની દીક્ષાનો વરઘોડો છે. વરઘોડાની ઉપર અષ્ટમંગલ છે. પાર્શ્વનાથની મૂર્તિની આસપાસ ચાર થાંભલા છે. થાંભલા ગોળ છે. પણ બહારથી ચોરસ દેખાય એવું રૂપ આપ્યું છે. આવા મનોરમ્ય દેરાસરની પાર્શ્વનાથની મૂર્તિ સામે એક પગે ઊભા રહીને શ્રાવક કવિ ચાર ચાર સામાયિક કરતા, ૨૦ નવકારવાળી ગણતા હતા.
વળી કવિ ઋષભદાસના ઘરની બાજુમાં જ આઠ દેરાસર હતા જે આજે પણ છે. ત્યારપછી બીજા બે દેરાસર થતા આજે ત્યાં દશ દેરાસર છે. ત્યારની સમૃદ્ધિ ઓસરી ગયા પછી પણ આજે દેરાસરને કારણે એ પરિસર મનોરમ્ય લાગે છે તો કવિ હશે ત્યારે કેટલું રમણીય, દર્શનીય વાતાવરણ હશે એ કલ્પના જ કરવી રહી.
શ્રાવક કવિ ઋષભદાસની લેખનકળા જે ઓરડામાં ચાલતી હતી એ ઓરડો મુખ્ય દરવાજાની ઉપરના માળ પર હતો. હવા - ઉજાસ પૂરતા મળે એવા બારી બારણાવાળા ઓરડામાં બેસીને કવિ પોતાની લેખન પ્રવૃત્તિ કરતા હતા. ત્યાંથી લોકોની અવર જવર તો દેખાય જ પણ ઘરની વ્યક્તિઓ આવે તો બંધ બારણું ખોલવા માટે નીચે ન જવું પડે અને ઉપરથી જ ઊભાઊભા કળ કે તાળું ખોલી