________________
૨૨૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અજ્ઞાત વિષયનું અન્વેષણ થશે. આપણે એવું માનીએ છીએ તેના કરતાં ઘણું અધિક તો વિશ્વનું આધ્યાત્મિક અસ્તિત્ત્વ છે. વસ્તુસ્થિતિ તો એ છે કે આપણે તે આધ્યાત્મિક જગતની મધ્યમાં છીએ, જે ભોતિક જગતથી પર છે.”
વળી તેઓ એક જગાએ કહે છે કે “જેમ મનુષ્ય બે દિવસની વચ્ચે રહેલી રાત્રિમાં સ્વપ્ન જુએ છે તે જ રીતે મનુષ્યનો આત્મા મૃત્યુ અને પુનર્જન્મની વચ્ચે વિશ્વમાં અહીં તહીં વિહરે છે.' The time will assuredly come when the avenuse use into unknown regiory will be explored by science. The Universe is a more spiritual entity than we thought. The real fact is that we are in the midst of a spiritual world which dominates the material. - Sir Oliver Lodge. ૯) ‘ધ ગ્રેટ ડિઝાઈન’ નામનું એક પુસ્તક છે, જેમાં દુનિયાના મહત્ત્વના ગણાતા વૈજ્ઞાનિકોએ પોતાના સામયિક અભિપ્રાયો આપ્યા છે. આ પુસ્તકમાં સ્પષ્ટરૂપે એ વિચાર રજૂ કરવામાં આવ્યો છે કે, આ વિશ્વ એમ ને એમ કાંઈ બની ગયું નથી એની. પાછળ કોઈ ચેતના શક્તિ કામ કરી રહી છે. એક પુસ્તકમાં તો સ્પષ્ટ લખ્યું છે કે ‘આજે એ વાતનું મજબૂત પ્રમાણ મળે છે એવી પણ ઘટનાઓ આ વિશ્વમાં બને કે જે વિજ્ઞાનના નિયમોથી સમજી શકાતી નથી ઘટનાઓ એક કઠિન શબ્દ દ્વારા સમજાવી. શકાય છે. એ શબ્દ છે સાઈક્કિલ (Psychical), આ શબ્દનો વિકાસ એક ગ્રીક શબ્દમાંથી થયો છે જેનો અર્થ છે આત્મા. આ ઘટનાઓનો સંબંધ આત્માની સાથે કલ્પી શકાય તેમ હતો શરીરથી નહીં'Buttoday unanswersble proof exists that things do happen which appear to be out side all known physical class. Such happenings are called by the rather difficult name of psychical which come from Greak word meaning the soul. Because such things were formerly supposed to have to do with the soul and not with the body. ૧૦) પી. ગેડેસ કહે છે કે, કેટલાક એવા વિદ્વાનો છે કે જેમણે પોતાની માનવતા મીટીયોરાઈટ વેહીકલ થિયરીમાં જણાવી છે, તેમણે એવું સૂચવ્યું છે, કે જીવન એટલું જ પુરાણું છે જેટલું જડ.’some authorities who have found satisfaction in the Meteorite Vehicle Theory have also suggested that life is as old as matter - Evolution Pg. 70
આ રીતે બીજા પણ અનેક વૈજ્ઞાનિકોના વિચારો પરથી ખ્યાલ આવી જાય છે કે આત્મા અને શરીર બંને અલગ છે. - આ ઉપરાંત વશીકરણ વિદ્યાથી, જાતિસ્મરણથી, પ્રેતોના આગમનથી, પ્લાન્ટેટ વગેરે સાધનોથી પણ આત્માનું અસ્તિત્ત્વ, પુનર્જન્મ અને પૂર્વજન્મ વગેરે સિદ્ધ થઈ ચૂક્યા છે.