________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૨૫
આત્માનું સ્વરૂપ જૈન દર્શનના વિવિધ ગ્રંથોમાં ૧) શ્રી બૃહદ જેન થોક સંગ્રહઃ ચેતન્ય લક્ષણ, સદા સઉપયોગી, અસંખ્યાતા પ્રદેશી, સુખ-દુઃખનો જાણ સુખદુઃખનો વેદક અરૂપી હોય તેને જીવ તત્ત્વ કહીએ. (પૃષ્ઠ ૪)
જેન માર્ગે આત્મા અકૃત્રિમ, અખંડ અવિનાશી, નિત્ય છે, શરીર માત્ર વ્યાપક છે. (પૃષ્ઠ ૧૮૧) ૨) વ્યવહાર સમક્તિના ૬૭ બોલના થોકડામાં કહ્યું છે કે
अस्थि जिओ सो निच्चो, कत्ता भोता य पुन्नपावाणं। ___ अत्थि धुवं निव्वाणं, तदुवाओ अत्थि छठाणे॥
અર્થાત્ જીવ છે તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે પૂય - પાપ કર્મફળનો. ભોક્તા છે તેનો નિર્વાણ એટલે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એમ છ સ્થાન છે. ૩) “સમ્મતિતર્ક પ્રકરણમાં તૃતીય ખંડના ૫૪ - પપ એ બે શ્લોકમાં શ્રી સિદ્ધસેના દિવાકર આત્મા વિશે નાસ્તિત્ત્વ આદિ છ પક્ષોનું મિથ્યાપણું અને અસ્તિત્ત્વ આદિ છ પક્ષોનું સભ્યપણું નીચે પ્રમાણે બતાવ્યું છે.
‘णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ पत्थि णिव्वाणं। पत्थि य मोक्खोवाओ छ म्मिच्छंतस्स गणाई॥५४॥
'अत्थि अविणासघम्मी करेइ वेणइ अस्थि णिव्वाणं। રૂચિ મોરવાવાઝો ઇસમ્મસ વાઈIII (પૃ. ૩૧૪)
અર્થાત્ આત્મા નથી, તે નિત્ય નથી, તે કાંઈ કરતો નથી, તે કરેલ કર્મને વેદતો નથી, તેને નિવાર્ણ - મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી એ છ મતો મિથ્યાજ્ઞાનનાં સ્થાનો છે.
આત્મા છે, તે અવિનાશી છે, તે સક્રિય (કર્તા) છે, તે અનુભવે (ભોક્તા) છે, તેનો નિર્વાણ (મોક્ષ) છે અને મોક્ષનો ઉપાય છે એ છ મતો યથાર્થ જ્ઞાનનાં સ્થાનો છે. ૪) જીવવિચાર પ્રકાશિકા : “જીવ એટલે આત્મા. જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તેને જીવ કહેવામાં આવે છે. તે ઉપયોગ અનાદિ નિધનત્વ, શરીર પૃથકત્ત્વ, કર્મ કર્તુત્વ, કર્મ ભોસ્તૃત્વ, અરૂપીત્ત્વ આદિ અનેક લક્ષણોથી યુક્ત છે.” - જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે એ જીવંત શરીરને પણ ઉપચારથી જીવ કહેવામાં આવે છે. છેદન, ભેદન, તાડન, મારણ વગેરે શરીર તરીકે માનેલા આ જીવનું થાય છે. પણ તેનું સંચાલન કરનાર આત્માનું થતું નથી. એ તો સ્વભાવે અજર - અમર છે. એટલે કે જન્મતો પણ નથી અને મરતો પણ નથી. (પૃષ્ઠ ૬૮). ૫) “શ્રી બૃહદ દ્રવ્ય સંગ્રહ’ માં આત્માના સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે
'जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेह परिमाणो।