________________
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
મોત્તા સંસારત્યો સિદ્દો સો વિલ્સ સોફ્ળન॥' (પૃષ્ઠ ૮) અર્થાત્ આત્મા ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, દેહ પરિમાણી છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે સિદ્ધ થઈ શકે છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરવાવાળો છે. એ ગાથાના વિસ્તારરૂપે આત્માના દરેક સ્વરૂપની છણાવટ કરી છે. જેનો સાર નીચે મુજબ છે.
ઉપયોગમય -
૨૨૬
જૈન શાસ્ત્રોમાં ઉપયોગ શબ્દની વ્યુત્પતિ કરતાં કહ્યું છે કે
'उपयुज्यते वस्तु परिच्छेदं प्रतिव्यापर्यते जीवोऽनेनेति उपयोगः ।' અર્થાત્ જેના દ્વારા જીવ વસ્તુના પરિચ્છેદ/પરિજ્ઞાન/બોધ માટે વ્યાપાર (પ્રવૃત્તિ) કરે છે તે ઉપયોગ છે.
ઉપયોગ ચેતનાનું લક્ષણ છે.
નૈયાયિક દર્શનમાં ચેતનાને આત્માનું સ્વરૂપ લક્ષણ ન માનતા આગંતુક લક્ષણ માનવામાં આવે છે તેથી તેનો પરિહાર કરવા માટે ઉપયોગમય વિશેષણ વાપરવામાં આવ્યું છે.
અમૂર્ત -
ચાર્વાકના મૂર્ત દ્રવ્યનો પરિહાર કરવા જૈન દર્શનમાં આત્માને અમૂર્ત માનવામાં આવ્યો છે.
જૈનદર્શનના આત્મામાં શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિથી પુદ્ગલના ગુણ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ નથી હોતા એટલે આત્મા અમૂર્તિક છે પણ સંસારાવસ્થામાં તે અનાદિ કર્મોથી બદ્ધ હોવાને કારણે રૂપાદિવાન થઈને મૂર્તિક હોય છે. આ મૂર્તત્ત્વગુણ ચેતનાનો વિકાર હોય છે અને વિકાર સ્થાયી ન હોવાને કારણે અશુદ્ધ છે તેથી નિશ્ચયથી જીવોને અમૂર્ત અને વ્યવહારથી મૂર્ત કહેવાય છે.
કર્તા -
ભારતીય દર્શનમાં સાંખ્ય દર્શન પુરૂષ (આત્મા)ને કર્તા નથી માનતું. તે સમસ્ત કાર્યોના કર્તા તરીકે પ્રકૃતિને માને છે તેનો પરેહાર આ વિશેષણથી થાય છે. જૈનદર્શનમાં આત્માના કર્તાપણાની સિદ્ધિ કરતાં કહ્યું છે કે
‘આત્મા વ્યવહારથી પુદ્ગલ કર્મ આદિનો કર્તા છે અને નિશ્ચયથી ચેતન કર્મનો કર્તા છે તથા શુદ્ધ નયથી શુદ્ધ ભાવોનો કર્તા છે.’
જૈનદર્શન અનુસાર જીવ પોતાના શુભાશુભ પરિણામોનો કર્તા છે. દેહપરિમાણત્વ -
ઉપનિષદોમાં આત્માને અંગુઠામાત્ર અને અણુમાત્ર કહેલ છે તે અંતઃકરણમાં રહે છે એમ બતાવ્યું છે. કેટલાકના મત પ્રમાણે આત્મા પ્રાણીઓના હૃદયાકાશ કે બુદ્ધિરૂપી ગુફામાં રહે છે.