________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૨૭. જેનદર્શન અનુસાર આત્મા દેહ પરિમાણી છે. એ કીડી જેવા સૂક્ષ્મ શરીરમાં સંકોચાઈને રહે છે અને હાથી જેવા સ્થૂળકાય શરીરમાં વિસ્તૃત થઈને રહે છે. એના પ્રદેશોમાં સંકોચ - વિસ્તાર થવા છતાં એના લોકપ્રમાણ આત્મપ્રદેશોની સંખ્યામાં કોઈ હાનિ કે વૃદ્ધિ થતી નથી. જે આત્મા બાલ શરીરમાં રહે છે એ જ યુવા અને વૃદ્ધ શરીરમાં રહે છે. સ્થૂળ શરીરવ્યાપી આત્મા કૃશશરીરવ્યાપી થઈ જાય છે અને કૃશશરીરવ્યાપી સ્થૂળ શરીરવ્યાપી થઈ જાય છે. દીપકપ્રકાશવત્. ભોક્તા –
બોદ્ધ દર્શન ક્ષણિકવાદી છે તેથી તે ન તો નિત્યાત્મા સ્વીકારે છે કે ન તો કર્તુત્વ કે ભોસ્તૃત્વને માને છે. જો જીવોને પોતાના કર્મોના ભોક્તા ન મનાય તો કર્મ વ્યવસ્થા ભાંગી જશે તથા પુણ્ય - પાપની વ્યવસ્થા પણ સમાપ્ત થઈ જશે તેથી આત્મા ભોક્તા
જેનદર્શનમાં વ્યવહારથી જીવને પોતાના સુખદુઃખનો ભોક્તા કહ્યો છે. અને નિશ્ચયનયથી પોતાના ચેતન્યાત્મક આનંદ સ્વરૂપનો ભોક્તા કહ્યો છે. જો આત્મા સુખદુઃખનો ભોક્તા ન હોય તો સુખદુઃખની અનુભૂતિ જ નહિ થઈ શકે. સંસારસ્થ અને સિદ્ધ સ્વરૂપ –
જેનદર્શન આત્માના સંસારી રૂપને સ્વીકારે છે. એના મતે સંસારી આત્મા જ મુક્તાવસ્થાને પ્રાપ્ત કરે છે. જયાં સુધી જીવ રાગદ્વેષાદિક વિષય વિકારોથી ગ્રસિત રહે છે ત્યાં સુધી તે સંસારી રહે છે. પોતાના પુરૂષાર્થ દ્વારા એને નષ્ટ કરીને તે શુદ્ધ થઈ જાય છે મુક્ત થતાં જ તે અશરીરી, અષ્ટકર્મોથી રહિત, અનંત સુખથી યુક્ત પરમા અવસ્થાને પ્રાપ્ત કરી લે છે એ એની સિદ્ધ અવસ્થા છે. ઊર્ધ્વગામિત્વ -
જેનદર્શનમાં જીવને ઊર્ધ્વગતિસ્વભાવી કહેવાયો છે. દીપકની નિવૃત જયોત સ્વભાવથી જ ઉપર તરફ જાય છે એવી જ રીતે શુદ્ધ દશામાં જીવ પણ ઊર્ધ્વગમન સ્વભાવાળો હોય છે. સિદ્ધ અવસ્થાવાળો શુદ્ધ જીવ ઊર્ધ્વગમન સ્વભાવથી લોકાગ્યે સિદ્ધ થઈ જાય છે. એનાથી આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે માટે આગળ ગતિ કરી શકતો નથી. આમ આ ગાથા દ્વારા આત્માનું સર્વાગીણ સ્વરૂપ આલેખાયું છે. ૬) બૃહદ્રવ્ય સંગ્રહની ટીકા(પૃ ર૫૪)માં આત્માનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે “તું ચૈતન્યનક્ષUા આત્મા’ - શુદ્ધ ચેતન્ય લક્ષણનો ધારક આત્મા છે. ‘ક’ ધાતુ નિરંતર ગમન કરવારૂપ અર્થમાં છે. અને બધી ગમનાર્થક ધાતુ જ્ઞાનાત્મક અર્થમાં હોય છે. આ વચનથી અહીં પણ ગમન શબ્દથી જ્ઞાન કહેવાય છે એ કારણે જે યથા સંભવ જ્ઞાન સુખાદિ ગુણોમાં સર્વ પ્રકારે વર્તે છે તે આત્મા છે અથવા શુભાશુભ મન - વચના - કાયાની ક્રિયા દ્વારા યથા સંભવ તીવ્ર મંદ આદિ રૂપથી જે પૂર્ણ રૂપથી વર્તે છે અથવા ઉત્પાદ - વ્યય - ધ્રોવ્ય એ ત્રણે ધર્મો દ્વારા જે પૂર્ણરૂપથી વર્તે છે તે આત્મા છે.