________________
૨૨૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૭) આચાર્ય હરિભદ્રસૂરિ વિરચિત ષડ્રદર્શન સમુચ્ચયમાં આત્માનું સ્વરૂપ
तत्र ज्ञानदिधर्मेभ्यो भिन्नाभिन्नो विवृत्तिमान | शुभाशुभ कर्म कर्ता भोक्ता कर्मफलस्य च ॥ ४८ ॥ चैतन्यलक्षणो जीवो यश्चैतविपरीतवान् ।
નવસ સમરથતિ પુષ્ય સર્મપુલવાળા || જીe II (પૃ. ૨૧૩) અર્થાત્ - જીવ ચૈતન્ય સ્વરૂપ છે. એ પોતાના જ્ઞાન - દર્શન આદિ ગુણોથી ભિન્ન પણ છે તથા અભિન્ન પણ છે, કર્મ - અનુસાર અનેક મનુષ્ય, પશુ આદિની પર્યાય ધારણ કરે છે, પોતાના સારા અને ખરાબ વિચારોથી શુભ અને અશુભ કર્મો બાંધે છે. તથા એના સુખદુઃખરૂપ ફળોને ભોગવે છે. ચૈતન્ય લક્ષણથી યુક્ત હોય તેને જીવ કહેવાય છે. (તેનાથી વિપરીત અજીવ કહેવાય છે. સત્કર્મો દ્વારા આવેલા પુદ્ગલો પુણ્ય કહેવાય છે.) ૮) શ્રી ઉપાધ્યાય યશોવિજયજીએ તેમના અધ્યાત્મસાર’ના સમક્તિ અધિકારમાં આત્મા નથી એ આદિ નાસ્તિત્વ સૂચક છ પદોને મિથ્યાત્વનાં સ્થાનો ગણાવતાં લખ્યું છે કે -
नास्ति नित्यो न कर्ता च न भोवत्ताऽऽत्मा न निर्वृतः।
तदुपायश्च तेन्याहुर्मिथ्यात्वस्य पदानि षट् ॥ અર્થાત્ આત્મા નથી, નિત્ય નથી, કર્તા નથી, ભોક્તા નથી, મુક્ત નથી અને તેનો ઉપાય નથી. એ છ મિથ્યાત્વના સ્થાનકો છે. જે (અધ્યાત્મસાર) શ્રીમદની જીવસિદ્ધિ સરયુબેન મહેતા પૃ. ૩૧૪)
શ્રી યશોવિજયજીએ છ પદનું અસ્તિત્વ બતાવતો શ્લોક રચ્યો નથી પણ છએ પદને સિદ્ધ કરતા શ્લોકો તેમણે ‘સમક્તિ અધિકાર અને આત્મજ્ઞાન અધિકારમાં રચ્યા છે. જેમાંના કેટલાકની છાયા આત્મ સિદ્ધિમાં પણ જોવા મળે છે. ૯) નવતત્ત્વ દીપિકા - સર્વ જીવોનું ચેતના લક્ષણ એક જ પ્રકારે છે.
સંસારી જીવો અનંતાનંત છે. તેમાંના કેટલાક જીવો ચેતનાવાળા અને કેટલાક ચેતના રહિત એવા બે પ્રકારો નથી. પરંતુ સર્વે જીવોમાં ચેતના સમાનપણે રહેલી છે. એટલે ચેતના લક્ષણથી જીવનો એક જ પ્રકાર છે. નિગોદના જીવોને પણ અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન ઉઘાડું હોય છે, એટલે કે એમાં ચેતનાની ખુરણા અવશ્ય હોય છે.”
જીવ અને જડની વચ્ચે મુખ્ય તફાવત ચેતનાનો છે. જીવ ચેતનાથી યુક્ત હોય છે. જડ ચેતનાથી રહિત હોય છે.(નવતત્ત્વ દીપિકા ધીરજલાલ ટોકરશી પૃ. ૩૧-૩૨)
ચેતના બે પ્રકારની છે. દર્શન ચેતના અને જ્ઞાન ચેતના.
દર્શન ચેતના સામાન્ય અવબોધરૂપ હોય છે. અને જ્ઞાન ચેતના વિશેષ અવબોધરૂપ હોય છે.
આ બંને પ્રકારની ચેતના સર્વ જીવોમાં હોય છે.