________________
જીવવિચાર રાસ એક અધ્યયન
અનુભવે છે.
વિજ્ઞાન તેઉકાયના જીવોની સજીવતા સિદ્ધ નથી કરી શક્યું પણ વિજ્ઞાનની દૃષ્ટિએ આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર ઈલેક્ટ્રીસીટી એક જ છે. Kite & key experiment કરનાર બેન્જામીન ફ્રેંકલીન નામના વૈજ્ઞાનિકે ૧૭૫૨ની સાલમાં જાહેર કરેલ છે કે આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટી આ બંને એક જ છે. આ બાબત ઈન્ટરનેટના માધ્યમથી નીચે મુજબના શબ્દો દ્વારા જાણી શકાય છે.
૪૮૯
Franklin Institute, Philadephi, U.S.A.
"He did make the important discovery that lightning and electricity are the same.” (http:/sin.fi.edu./tfi/exhibitr.franklin.htm)
ફ્રેંકલીનના મંતવ્ય મુજબ આકાશમાં થતી વીજળી એ ઈલેક્ટ્રીસીટીનું જ એક પ્રકારનું ઉત્સર્જન છે. આ રહી ઈન્ટરનેટ દ્વારા મળતી વિગત.
Info please Encyclopedia "... which proved that lightning is an elecrtical discharge." (http:/www.infoplease.com/c16/people/4085 8229. html) Tel me why? નામના પુસ્તકમાં ‘who first flew kites? પ્રકરણમાં Arkady Leakum જણાવે છે કે ‘In 1752 A.D. Benjamin Franklin Flew a silk kite in a thunderstorm and he used it to prove that lightning and electricity are the same thing.' (pg. 237)
અર્થ : ૧૭૫૨ની સાલમાં બેન્જામીન ફ્રેંકલીને રેશમી પતંગ તોફાની વાતાવરણમાં ઉડાડયો અને તેનો ઉપયોગ તેણે આકાશીય વીજળી અને ઈલેક્ટ્રીસીટી - આ બંને એક જ છે - તેની સિદ્ધિ માટે કર્યો હતો.
વૈજ્ઞાનિક ડૉ. દોલતસિંહજીનો અભિપ્રાય
તા. ૫-૭-૨૦૦૨માં પ્રકાશિત ‘સમયગ્દર્શન’ માસિકમાં જણાવ્યા મુજબ ‘દિલ્હી વિશ્વવિદ્યાલયના કુલપતિ, વિશ્વવિદ્યાલય અનુયોગ આયોગના અધ્યક્ષ, ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક ડૉ. દોલતસિંહજી કોઠારી પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે “વિજ્ઞાન સચિત્ત - અચિત્તની પરિભાષા વિચારતું નથી. માટે જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિદ્યુતને અચિત્ત કહેવાનો કોઈ અધિકાર નથી. હા, એટલું જરૂર કહી શકાય છે કે આકાશીય વિદ્યુત અને પ્રયોગશાળાની વિદ્યુત બંને એક જ છે. જો શાસ્ત્રીય દૃષ્ટિથી આકાશની વિજળી સચિત્ત હોય તો પ્રયોગશાળા વગેરેની વિજળી પણ સચિત્ત છે.’’ (સમયદર્શન માસિક. તા. ૫-૭-૨૦૦૨ માંથી સાભાર ઉત્કૃત)
કેટલાક લોકો વિદ્યુતને અચેત માને છે તેમનું સમાધાન ઉપરના લખાણથી થઈ જશે છતાં વિશેષ જાણપણા માટે ‘વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા’ લેખક પ.પૂ.સ્વ. ગચ્છાધિપતિ શ્રી ભૂવનભાનુસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય મુનિ યશોવિજયનું