________________
૪૮૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત કે ૧) મનુષ્યના શરીરના ઘાની જેમ ખોદેલી ખાણો ફરીથી ભરાઈ જાય છે. ૨) બાળકોના શરીરની જેમ પહાડો પણ વધે છે. ૩) કપાયેલા પગની જેમ ખાણમાંથી કાઢેલા પત્થરો ક્યારેય વધી શકતા નથી. ઠાણાંગ, ભગવતી તેમ જ પન્નવણામાં પણ આ વિષય પર વિચારણા કરાઈ છે.
પૃથ્વીકાયના જીવોની સાબિતી - સાબરકાંઠાથી ૧૫ કિ.મી. દૂર વઢવાડા એટલે કે “ઉગતા પત્થરનો દેશ છે. ઈડરની આસપાસમાં પત્થરો ઉગતા જ રહે છે. પ્રથમ નાના પછી ક્રમશઃ મોટા થતા નજરે જોવાય છે. એ જ એમાં જીવ હોવાની સાબિતી.
ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી સજીવ છે. અને વિજ્ઞાન સમ્મત પણ છે કે ૪) પૃથ્વીના એક કણમાં અગણિત જીવ છે. ૫) ભૂમિ સ્વતઃ ઊર્ધ્વગમના કરે છે. ૬) પર્વતો ધીમે ધીમે ઉપર ઉઠે છે. ૭) નવા પર્વતો બને છે. પૃથ્વીની પ્રકૃતિથી માનવ તેમ જ પર્યાવરણ બંને પ્રભાવિત થાય છે. ૮) કેટલાક તથ્યોથી એ પણ પ્રમાણિત થાય છે કે પૃથ્વીકાય અન્ય જીવ અને પ્રાણીની જેમ સજીવ અને ક્રિયાશીલા છે. ૯) વનસ્પતિની જેમ એમાં પણ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા પ્રાપ્ત થાય છે.
જીવવિચાર રાસમાં પણ ૬૯ થી ૮૯ મી ગાથા સુધીમાં પૃથ્વીકાયિક જીવોના શરીર, અવગાહના, સંજ્ઞા જ્ઞાન - દર્શન - ઉપયોગ લેશ્યા વગેરે બતાવ્યા છે જે સજીવમાં જ હોય છે તેથી સિદ્ધ થાય છે કે પૃથ્વીકાય આદિ સ્થાવર જીવો સજીવ છે.
અપકાય - કેપ્ટન સ્કોર્સબીએ સૂક્ષ્મદર્શક યંત્ર વડે પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ જીવો હાલતા - ચાલતા જોયા એવું વર્ણન કેટલાંક આધુનિક વિજ્ઞાનના પુસ્તકોમાં આવે છે. પણ તે પાણીથી જુદા સમજવા પાણી પોતે સ્થાવર છે. પાણી જેનું શરીર છે એવા જીવો હજી સુધી પ્રાપ્ત થયા નથી. સૂક્ષ્મદર્શકની મદદથી દેખાતા પાણીમાં રહેલા જીવ ત્રસ (બેઈન્દ્રિય) છે. વૈજ્ઞાનિકોના મતે પાણી ઓકિસજન અને હાઈડ્રોજન નામના બે વાયુ મળવાથી થાય છે માટે તે અચેત છે. પરંતુ આ કથન યોગ્ય નથી. કારણ કે બે કે તેથી અધિક દ્રવ્યો વડે ભલે પાણીની ઉત્પત્તિ થતી હોય પણ જ્યારે તે પાણીરૂપ બને છે ત્યારે તે અસંખ્ય જીવોની કાયારૂપ જ હોય. કેટલાક પદાર્થોના સંયોગથી વીંછી, માછલાં, દેડકા વગેરે બને છે પણ તેનું જીવતુ જુદું જ હોય છે તેમ અહીં પણ સમજવું. તેમ જ ભગવતી સૂત્ર આદિમાં વાતયોનિક જલનો ઉલ્લેખ આવે છે. એટલે વાયુના સંયોગથી પાણી બનવાની વાત નવી નથી. ‘હ્યુમીડીટીએટલે હવામાંના રહેલ ભેજનું પ્રમાણ સ્નેહકાય = પાણીના જીવોને આધારે હોય છે. જે દિવસે સૂર્યના કિરણોને કારણે વિનાશ પામે છે. આમ વૈજ્ઞાનિક રીતે પાણીના પ્રકારો વગેરેની માહિતી મળે છે. પાણીમાં રહેલા ત્રસ જીવોની માહિતી પણ મળે છે. પણ પાણી એ જ શરીર એવી કોઈ સ્પષ્ટતા નથી. જ્યારે જીવવિચાર રાસમાં પાણીના જીવની જ વાત છે અને એ પણ આ આપણી જેવી જ લાગણીઓ, દુઃખ વગેરે