________________
જીવવિચાર રાસ એક અધ્યયન
४८७ ગાથા ૪૭૯ ચોગતી જીવ ભર્યા બહુ ખાલી કયમે ન થાય
ભવ્ય રહીત પ્રથવી નહીં ભવ્ય સહુ મુગતિ જાય. આ ગાથામાં ભગવતી સૂત્ર ૧૨ મા શતકના બીજા ઉદ્દેશાના જયંતિ શ્રાવિકાના પ્રશ્નોત્તરનું પ્રતિબિંબ પડે છે. જેનો સાર આ પ્રમાણે છે. પ્ર. ૧ હે ભગવંત! સર્વ ભવ્ય સિદ્ધિક જીવો સિદ્ધ થશે ? ઉ. હા. પ્ર. ૨ હે ભગવંત ! સર્વ ભવ્ય સિદ્ધિક જીવો સિદ્ધ થશે તો લોક ભવ્ય જીવથી રહિત થઈ જશે? ઉ. તે શક્ય નથી. પ્ર. ૩ ભગવંત તેનું કારણ શું? ઉ. આ લોક અનંતાનંત જીવરાશિથી ભરેલો છે. ત્રણે કાળના સમય કરતાં પણ જીવરાશિ અનંતાનંતગણી વધારે હોવાથી આ સંસાર (લોક) કયારેય ખાલી થવાનો નથી. (ભગવતી સૂત્ર શતક ૧૨, ઉદ્દેશો - ૨ સૂત્ર ૯, ૧૦)
વૈજ્ઞાનિક દષ્ટિકોણ આધુનિક વિજ્ઞાન પણ સ્થાવરકાયિક જીવની પુષ્ટિ કરે છે. પૃથ્વીકાયિક જીવોની પુષ્ટિ કરતા વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક શ્રી જૂલિયસ હકસલે પોતાના પુસ્તક પૃથ્વીનું પુનર્નિર્માણ માં પૃથ્વીથી સંબંધિત અનેક રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે. તેઓ પોતાના પુસ્તકમાં લખે છે કે પેન્સિલની અણીથી જેટલી માટી ઉપાડી શકાય એમાં બે અરબથી. અધિક વિષાણું હોય છે.
જેન દર્શનમાં પૃથ્વીકાયની અવગાહના આંગલના અસંખ્યાતમાં ભાગની બતાવી છે એટલે સોયની અણી જેટલા ભાગમાં અસંખ્યાતા જીવ હોય છે. | દાર્શનિક જગતમાં પૃથ્વી અચલ, સ્પંદનહીન, જડ તેમ જ નિર્જીવ હતી, પણ હવે વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા એમના અસ્તિત્વની સિદ્ધિ સ્વતઃ જ થઈ જાય છે.
પર્યાવરણ વિજ્ઞાન વિભાગ તેમ જ ભૂગર્ભ વિજ્ઞાનના ગહન અભ્યાસી ડૉ. પારસમણિ ખીંચા એ ઉપરોક્ત વિષય પર વધારે સ્પષ્ટતા કરીને જીવોની સજીવતા સ્થાપિત કરી છે.
શ્રી આચારાંગજીના ભાષ્યમાં આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ સ્પષ્ટ કર્યું છે કે “આધુનિક ભૂવૈજ્ઞાનિક પણ માને છે કે શિલાખંડ પર્વતાદિમાં પણ હાનિ અને વૃદ્ધિ થાય છે એમાં ક્લાન્તિ, ચયાપચય અને મૃત્યુ, ચેતન્યના આ ત્રણે લક્ષણો મળી શકે છે.”
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હિમાલય પર્વત શૃંખલા ૧૦૦ વર્ષમાં ૧૦ સે.મી. ની. ગતિથી ઊંચી થઈ રહી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ માટીના ૫૦ વંશો અને ૧૦૦૦૦ કુળો શોધ્યા છે.
નિષ્કર્ષ એ નીકળે છે કે માટી સજીવ છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ.