________________
४८
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પુરૂષો ત્રણ પ્રકારના છે. તિર્યચ, મનુષ્ય, દેવ.
નપુંસક ત્રણ પ્રકારના છે. તિર્યચ, મનુષ્ય અને નારકી ૩. ચાર પ્રકારે જીવ - નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવા ૪. પાંચ પ્રકારે જીવ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. ૫. છ પ્રકારે જીવ - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય. ૬. સાત પ્રકારે જીવ - નારકી, તિર્યંચ, તિર્યંચણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવી. ૭. આઠ પ્રકારે જીવ - પ્રથમ સમય નારકી, અપ્રથમ સમય નારકી, પ્રથમ સમય તિર્યચ, અપ્રથમ સમય તિર્યંચ, પ્રથમ સમય મનુષ્ય, અપ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, અપ્રથમ સમય દેવ. ૮. નવ પ્રકારે જીવ - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ૯. દશ પ્રકારે જીવ - પ્રથમ સમય એકેન્દ્રિય, અપ્રથમ સમયના એકેન્દ્રિય, પ્રથમ સમય બેઈન્દ્રિય, અપ્રથમ સમયના બેઈન્દ્રિય, પ્રથમ સમય તેઈન્દ્રિય, અપ્રથમ સમયના ઈન્દ્રિય, પ્રથમ સમય ચોરેન્દ્રિય, અપ્રથમ સમયના ચોરેન્દ્રિય, પ્રથમ સમય પંચેન્દ્રિય, અપ્રથમ સમયના પંચેન્દ્રિય.
આમ, જીવાભિગમ સૂત્રમાં બેથી માંડીને ૧૦ ભેદોનું નવ પ્રતિપત્તિમાં વર્ણના કરવામાં આવ્યું છે. જ્યારે જીવવિચાર રાસમાં છ ભેદનું વર્ણન છે.
પ્રાણ, ભૂત, જીવ, સત્વ આ ચારે શબ્દ સામાન્યતઃ જીવના જ વાચક છે. શબ્દનય (સમભિરૂઢનય) ની અપેક્ષાથી એના અલગ અલગ અર્થ પણ કરવામાં આવ્યા છે. જેમ કે ભગવતી સૂત્ર (૨/૧) માં બતાવ્યું છે કે પ્રાણ - દશ પ્રકારના પ્રાણોથી યુક્ત હોવાને કારણે પ્રાણ છે. ભૂત - ત્રણે કાળમાં રહેવાને કારણે ભૂત છે. જીવ - આયુષ્ય કર્મને કારણે જીવે છે માટે જીવ છે. સત્વ - વિવિધ પર્યાયોનું પરિવર્તન થવા છતાં આત્મદ્રવ્યની સત્તામાં કોઈ ફરક પડતો નથી તેથી સત્ત્વ છે.
ટીકાકાર આચાર્ય શીલાકે નીચે મુજબના અર્થ પણ કર્યા છે. प्राणाः द्वित्रिचतुः प्रोक्ता, भूतास्तु तरवः स्मृताः।
નવા : પ્રોટઃ શેષ સત્તા દ્વરિતા || (વણી પત્રાવ ૬૪) પ્રાણ - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય જીવા ભૂત - વનસ્પતિકાયિક જીવા જીવ - પાંચ ઈન્દ્રિયવાળા જીવ - તિર્યંચ, મનુષ્ય, દેવ, નારક. સત્ત્વ - પૃથ્વી, અપ, અગ્નિ અને વાયુકાયના જીવ. શ્રાવક કવિ ઋષભદાસે ૪૮૨ - ૪૮૩ મી ગાથામાં આ જ વાત વણી લીધી છે.