________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૮૫ ૪ ફૂલ વિનાની, ૬ ફળવાળી, ૮ ફળ વિનાની એમ ૧૮ ભાર. ૫. ૩૮૧૧૨૭૨૯૭૦ મણ અથવા ૩૮૧૧૨૧૭૦ મણનો એક ભાર કહેલ છે.
આમ, ભાર વિશે પણ જુદી જુદી માન્યતાઓ પ્રાપ્ત થાય છે.
શ્રાવક કવિ ઋષભદાસની માન્યતા જીવવિચાર વિવેચનના ૧ નંબરની માન્યતા સાથે કાંઈક સમાનતા ધરાવે છે.
ભગવદ્ ગોમંડળ (પૃષ્ઠ ૬૬૬૬)માં ભારની વિગત આપતા કહ્યું છે કે દશ કોટિ દશલાખ સહસ્ત્ર અઠયાસી જાનો, દુગુને કીજે ત્યાંહી ભારિક સંખ્યા માનો આમ એક ભાર ૧૦,૧૦,૮૮૦૦૦ x ૨ = ૨૦૨૧૭૬૦૦૦ થાય શ્રાવક કવિ ઋષભદાસ પણ એમ જ કહેવા માંગે છે પણ પાઠાંતર ભેદને કારણે ફરક દેખાય છે. બે હસ્તપ્રતનો અભ્યાસ કરતા ૨૦,૨૧,૭૬,૦૦૦ નો આંક આવે છે.
જીવના ભેદ – પ્રકાર જીવવિચાર રાસમાં ગાથા નં. ૪૧૪ થી ૪૨૪ સુધીની ગાથામાં અનંત જીવોના વિવિધ ભેદ બતાવ્યા છે જેમ કે ૧. જીવનો - ૧ ભેદ - સકળ જીવોનું ચેતન્ય લક્ષણ એક જ પ્રકારે છે માટે સંગ્રહનયે કરીને એક જ ભેદ છે. ૨. ૨ ભેદ - ત્રસ, સ્થાવર, સિદ્ધ- સંસારી, સઈન્ડિયા - અહિંદિયા, શરીરી - અશરીરી, ભવ્ય - અભવ્ય અને પર્યાપતિ - અપર્યાપ્તિ આ બે - બે ભેદ બતાવ્યા છે. ૩. ૩ ભેદ – સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસક વેદ, મનયોગી, વચનયોગી, કાયયોગી, ભવ્ય અભવ્ય, નો ભવ્ય નો અભવ્ય. ૪. ૪ ભેદ - તીંચ, માનવ, નારક, દેવ. ૫. ૫ ભેદ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિયા ૬. ૬ ભેદ - પૃથ્વી, પાણી, તેલ, વાલ, વનસ્પતિ અને ત્રસકાય.
આ જ ભેદ ઉપરાંત બીજા ભેદ પણ શાસ્ત્રોમાં મળે છે જેમ કે જીવાભિગમ સૂત્રમાં બે ભેદથી લઈને ૧૦ સુધીના ભેદ બતાવવામાં આવ્યા છે. ત્યાં એ ભેદ માટે પ્રતિપ્રત્તિ એવો શબ્દપ્રયોગ છે. ગોતમ સ્વામીના પ્રત્યુત્તરમાં પ્રભુ તેમને ૨ થી ૧૦ ભેદનું સ્વરૂપ બતાવે છે. જે આ પ્રમાણે છે. ૧. બે પ્રકારે જીવ ત્રસ અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા. ૨. ત્રણ પ્રકારે જીવ સ્ત્રી, પુરૂષ, નપુંસક.
સ્ત્રીઓ ત્રણ પ્રકારની છે – તિર્યંચાણી, મનુષ્યાણી અને દેવી. તિર્યંચાણીઓ ત્રણ પ્રકારની જલચરી, થલચરી, ખેચરી.
મનુષ્યાણીઓ ત્રણ પકારની છે. કર્મભૂમિ સ્ત્રીઓ, અકર્મભૂમિજ સ્ત્રીઓ અને અંતદ્વીપજ સ્ત્રીઓ.
દેવીઓ ચાર પ્રકારની છે. ભવનપતિ, વાણવ્યંતર - જ્યોતિષ - હેમાનિક દેવીઓ