________________
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૪૮૪
વહેંચ્યા છે.
ગર્ભજ - સંમૂર્ચ્છિમ અને ઉપપાત.
૧) ગર્ભજમાં ત્રણ ભેદ - અંડજ, પોતજ, જરાયુજ
૨) સંમૂર્ચ્છિમમાં - રસજ, સંસ્વેદજ, સંમૂર્ચ્છમ અને ઉદ્ભિજ્જ. ૩) ઉપપાત
આમ ઉપરના આઠ ભેદ આ ત્રણમાં સમાઈ જાય છે.
સ્વામી યોગશ્વર દેવે ‘હું’ નામના પુસ્તકમાં વેદાદિ શાસ્ત્રોને આધારે (પૃ. ૪૫૨) ચાર પ્રકારના જીવ અંતર્ગત ઉપરમાંથી ચાર ભેદ બતાવ્યા છે.
જગતમાં ચાર પ્રકારના જીવો છે જરાયુજ, અંડજ ઉદ્ભિજ્જ અને સ્વેદજ આ ચાર પ્રકારના પ્રકૃતિભેદે જીવો છે.
પરંતુ એમાં તફાવત એ છે કે એમણે ઉદ્ભિજ્જમાં વનસ્પતિને લીધી છે જે સ્થાવર છે. જ્યારે જૈનદર્શનમાં આ બધા ત્રસના ભેદો છે માટે એમાં વનસ્પતિ નહિ પણ તીડ આદિ ત્રસ જીવોનો ઉલ્લેખ છે બાકીના ચાર ભેદનો એમાં કોઈ ઉલ્લેખ નથી.
અઢાર ભાર
જીવવિચાર રાસ માં ૩૧૯મી ગાથાથી ૩૨૨ માં વનસ્પતિના ભારનું વર્ણન કર્યું છે. એકવીસ લાખ મણનિ છઈ કોડિ એવા ૭૪ હજાર મણે એક ભાર થાય. ચાર ભાર ફૂલવાળા વૃક્ષના, ફળફૂલના આઠ ભાર, વેલી ને પાનના ૬ ભાર. એમ ૧૮ ભાર બતાવ્યા છે. એ ભારનું પ્રમાણ અનુયોગદ્વાર સૂત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે.
દ્રવ્ય પ્રમાણ અંતર્ગત ભાર કેવી રીતે થાય તે બતાવ્યું છે. ઉન્માન માપોમાં જે વસ્તુ ત્રાજવાથી તોળવામાં આવે તેનું માપ કહેવામાં આવે છે. બે અર્ધકર્ષનો એક કર્ષ, બે કર્ષનો એક અર્ધ પલ, બે અર્ધપલનો એક પલ અને એકસો પાંચ અથવા પાંચસો પલોનો એક તુલા, દસ તુલાનો એક અર્ધ ભાર અને વીસ તુલા બે અર્ધભારો બે અર્ધભારોનો એક ભાર થાય છે.
આવા અઢાર ભાર વનસ્પતિના બતાવ્યા છે.
આચાર્ય શ્રી નરવાહનવિજયજીએ જીવવિચાર વિવેચનમાં પૃ. ૭૫ માં વનસ્પતિના ૧૮ ભાર આ પ્રમાણે બતાવ્યા છે.
૧. દરેક જાતિના એક એક પાન લઈને ભેગા કરે તો ૧૮ ભાર થાય. તેમાં પુષ્પ વિનાની ૪ ભાર, ફળપુષ્પવાળી ૮ ભાર અને વલ્લી ૬ ભાર. એમ કુલ ૧૮ ભાર છે. ૨. બીજી રીતે ૪ કડવી, ૨ તીખી, ૩ મીઠી, ૩ મધુરી, ૧ ખાટી, ૨ કષાઈ, ૧ વિષમયી અને ૨ નિર્વિષમયી એમ ૧૮ ભાર થાય.
૩. બીજી રીતે છ કાંટાવાળી, છ સુગંધી અને છ નિગ્રંથી એમ ૧૮ ભાર ૪. શેષનાગે નીચે પ્રમાણે ૧૮ ભાર કહ્યા છે.