________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૮૩ આ ગાથામાં પણ મનુષ્યભવની દુર્લભતા બતાવી છે. ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૧૮૯માં કહ્યું છે કે सुदुर्लभं मनुष्यं यस्माद् अन्येषु जीवस्थानेषु चिरं जीवोऽवतिष्ठते,
__ मनुष्यत्वे तु स्तोकं कालमित्यतो दुर्लभम्। જીવ અચાન્ય જીવ નિકાયોમાં લાંબા સમય સુધી રહી શકે છે પરંતુ મનુષ્યભવમાં એની સ્થિતિ અલ્પ હોય છે. એટલે એની પ્રાપ્તિ દુર્લભ મનાય છે.
શ્રી સૂત્રકૃત્રાંગ માં પણ કહ્યું છે મારે રવટુ ખરેખર મનુષ્યભવ દુર્લભ છે. આમ, મનુષ્ય જન્મની દુર્લભતાના દૃષ્ટાંતો શાસ્ત્રોમાં પણ મળે છે.
નિગોદ જીવવિચાર રાસમાં ગાથા નં. ૩૦૬ થી ૩૦૯ માં નિગોદના જીવનું વર્ણન છે. એ પ્રમાણે અસંખ્યાતા જોજનનો લોક છે એમાં અસંખ્યાતા આંગુલ છે. તેમાં અસંખ્યાતા ગોળા છે. એમાં અસંખ્યાતા નિગોદ છે. એ નિગોદમાં અનંતા જીવ છે. એવા ભાવ વ્યક્ત કર્યા છે. એ વાતની પુષ્ટિ શ્રી ભગવતી સૂત્ર શ. ૭, ઉ. ૩ માં વનસ્પતિના કથનથી થાય છે. ત્યાં વિશેષ સ્પષ્ટતાપૂર્વક સ્વરૂપ બતાવ્યું છે.
ડુંગળી, બટાટા વિ. કંદમૂળ સોયની અણી પર રહે તેટલા કંદમૂળમાં અસંખ્યાતી શ્રેણી છે. એકેકી શ્રેણીમાં અસંખ્યાતા પ્રતર છે. એકેકા પ્રતરમાં અસંખ્યાતા ગોળા છે. એકેકા ગોળામાં અસંખ્યાતા શરીર છે. અને એકેકા શરીરમાં અનંતા જીવ છે. એને સાધારણ વનસ્પતિ કહેવાય છે. તેના ભેદ જાણી દયા પાળીએ તો આ ભવ પરભવ નિરાબાધ પરમ સુખ પામીએ. આને બાદર નિગોદ કહી છે. તેનું જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્ત કહ્યું છે. એક અંતર્મુહૂર્તમાં સાધારણ વનસ્પતિકાય ૬૫૫૩૬ વાર ઉપજે ને ચવે.
આમ, જીવવિચાર રાસમાં અસંખ્યાતા ગોળા ને એમાં અસંખ્યાતા નિગોદનું સ્વરૂપ બતાવ્યું એમાંના પ્રત્યેક નિગોદમાં અનંતા જીવ બતાવ્યા છે. બાકીનું વર્ણના નથી.
આઠ ખાણા જીવવિચાર રાસમાં ૩૧૪ મી ગાથાથી ૩૧૮ સુધીની પાંચ ગાથામાં આઠ ખાણનું વર્ણન છે જેના ક્રમ નીચે મુજબ છે.
૧) અંડજ, ૨) પોતજ, ૩) રસજ, ૪) જરાયુજ, ૫) સ્વેદન, ૬) સંમૂર્થ્યિમ, ૭) ઉદભિ૪ અને ૮) ઉપપાત.
એ આઠ ખાણનું વર્ણન દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં મળે છે જેના માત્ર ત્રીજા અને ચોથા ક્રમમાં ફરક છે. બાકીનું વર્ણન સરખું છે. શ્રી અચારાંગ સૂત્ર - ૧ ૬૪૮ પાના પર પણ આ જ પ્રકારનો ક્રમ છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં (પૃ. ૧૧૭) ત્રણ પ્રકારનાં જન્મ બતાવ્યા છે. એને આઠ ભાગમાં