________________
૪૮૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ગર્ભજ મનુષ્યના જ ૧) મળ ૨) મૂત્ર ૩) કફ ૪) નાસિકાનો મેલ ૫) વમન ૬) પિત્ત ૭) પરૂ ૮) લોહી ૯) વીર્ય ૧૦) શુક્ર પુદ્ગલોનો પરિત્યાગ ૧૧) જીવરહિત કલેવર ૧૨) સ્ત્રી - પુરૂષનો સંયોગ ૧૩) નગરની ખાળ અને ૧૪) સર્વ અશુચિના સ્થાન એ ૧૪ સ્થાનમાં ઉપજે છે. એમની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તે અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની સર્વ પર્યાપ્તિઓ વડે અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જ હોય છે. એમ સંમૂચ્છિક મનુષ્યો કહ્યા I/પ૭||
જીવવિચાર રાસમાં ૧૭૫ થી ૧૮૭ મી ગાથા સુધી સંમૂચ્છિક મનુષ્યનો અધિકાર છે. તેમાં પન્નવણામાં ૧૪ ઠામમાં ઉપજવાનો ઉલ્લેખ કરીને પણ ૧૪ ઠામ ક્યા તે બતાવ્યા નથી. ઉપદેશમાલા અવસૂરિ અને સંસકત નિર્યુક્તિના સોળ સ્થાનની વિગતો આપી છે. જે આ પ્રમાણે છે. મળ, મૂત્ર, કફ, સળેખમ, વમન, પીત્ત, મૃતક, લોહી, સીહા, નગરની ગટરની ખાળ, મધ, માખણ, મદિરા, માંસ સ્ત્રી - પુરૂષનો સંયોગ, અશુચિના ઠામ એમ સોળ સ્થાનનું નિરૂપણ કર્યું છે. એમાં મદ્ય - મદિરા - માંસ - માખણ એ ચારમાં મનુષ્યના સંમૂર્છાિમ જીવ તો ઉપજે જ નહિ કારણ કે પન્નવણાના મૂળપાઠ પ્રમાણે તો ગર્ભજ મનુષ્ય સંબંધી અશુચિના સ્થાનક હોય એમાં જ સંમૂર્ણિમા મનુષ્યો ઉપજે. મધ - મદિરા આદિમાં સંમૂર્છાિમ તિર્યંચ જીવો ઉપજી શકે પણ સંમૂએિંમ મનુષ્યો નહીં.
માનવભવની દુર્લભતા જીવવિચાર રાસમાં ૧૫૧મી ગાથામાં માનવ ભવની દુર્લભતા બતાવી છે. એમાં દશ દષ્ટાંતનો ઉલ્લેખ છે એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ઘાસીલાલજી મહારાજસાહેબની ટીકામાં છે એવો જ બૃહદનવૃત્તિ સુખબોધા નિર્યુક્તિ, વગેરેમાં છે. તેમ જ મનુષ્યભવની દુર્લભતાનો ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ગાથા ૧૫૮ માં નિર્યુક્તિકાર મનુષ્યત્વની દુર્લભતાના પ્રસંગમાં ૧૨ દુર્લભ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. ૧) મનુષ્ય જન્મ ૨) આર્ય ક્ષેત્ર ૩) આર્ય જાતિ ૪) આર્ય કુલ ૫) શરીરની સર્વાગ સંપૂર્ણતા ૬) આરોગ્ય ૭) આયુષ્ય ૮) ઉજ્જવલ ભવિષ્ય ૯) ધર્મનું શ્રવણ ૧૦) ધર્મની અવધારણા ૧૧) શ્રદ્ધા ૧૨) સંયમ.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૯૪ અને બ્રહવૃત્તિ પત્ર ૧૪૬ માં પણ દુર્લભ વસ્તુઓનો ઉલ્લેખ છે.
ઉત્તરાધ્યયન ૧૦ મા અધ્યયનમાં પણ પ્રભુ મહાવીર ગૌતમ સ્વામીને ઉદ્દેશીને કહે છે કે
दुलहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं। गाढा य विवाग कम्मुणो, समयं गोयम ! मा पमायए।सूत्र - ४॥
અર્થાત્ બધા પ્રાણીઓને લાંબા સમય પછી પણ મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે. કર્મના વિપાક તીવ્ર હોય છે એટલે હે ગીતમ તું ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કર.