________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૮૧
સમયે કૃષ્ણ લેશ્યા અને રૌદ્રધ્યાન આદિનું હોવું નરકાયુનો આપ છે. (સર્વાર્થસિદ્ધિ - ૬/૧૫/૩૩૩/૬)
૩) તિલોક પણતિ અનુસાર - પ્રાઽસ્ત વંધસમર્... મઠ્ઠાઘોર | ૨/૨૯૩ - ૨૯૪ આયુબંધ સમયે શિલાની રેખા જેવો ક્રોધ, પત્થર જેવો માન, વાંસના મૂળ જેવી માયા અને કિરમજીના રંગ જેવો લોભ કષાયનો ઉદય થવા પર નરકના આયુષ્યનો બંધ થાય છે. (તિ.પ. ૨/૨૯૩/૨૯૪)
કૃષ્ણ, નીલ અથવા કાપોત આ ત્રણ લેશ્યાઓનો ઉદય થવાથી નરકાયુ બાંધીને અને મરીને એ જ લેશ્યાઓથી યુક્ત થઈને મહાભયાનક નરકને પ્રાપ્ત કરે છે. ૪) તત્ત્વાર્થ સાર અનુસાર - કઠોર પત્થર સમાન તીવ્ર માન, પર્વતમાળાઓની સમાન અભેદ ક્રોધ રાખવો, મિથ્યાદૃષ્ટિ હોવું, તીવ્ર લોભ હોવો, સદા નિર્દયી બની રહેવું, સદાય જીવઘાત કરવી, સદાય જૂઠ્ઠું બોલવામાં પ્રેમ (ત.સા. - ૪/૩૦-૩૪) રાખવો, હંમેશાં પરધન હરણ કરવું, નિત્ય મૈથુન સેવવું, કાોગોની અભિલાષા સદાય પ્રજ્વલિત રાખવી, જિનેશ્વરની આસાતના કરવી, સાધુ ધર્મનો ઉચ્છેદ કરવો, બિલાડી, કૂતરા, કુકડા આદિ પાપી પ્રાણીઓને પાળવા, શીલવ્રત રહિત રહેવું અને આરંભ - પરિગ્રહને અતિ વધારવો. કૃષ્ણ લેશ્યા રહેવી, ચારે રૌદ્રધ્યાનમાં લીન રહેવું, એટલા અશુભકર્મ નરકાયુના આશ્રવ હેતુ છે. અર્થાત્ જે કર્મોને ક્રૂર કર્મ કહે છે અને જેને વ્યસન કહે છે એ બધા નરકાયુના કારણ છે.
૫) તિલોક પ્રજ્ઞપ્તિ અનુસાર - દયાધર્મથી રહિત, વેરને ન છોડવાવાળા, પ્રચંડ ક્લહ કરવાવાળા અને ખૂબજ ક્રોધી જીવ કૃષ્ણ લેશ્યા સહિત ઘૂમપ્રભાથી લઈને અંતિમ પૃથ્વી સુધી જન્મ લે છે.(૨૯૬) આહારાદિ ચારે સંજ્ઞાઓમાં આસક્ત એવા જીવ નીલ લેશ્યા સહિત ધૂમપ્રભા પૃથ્વી સુધી જન્મ લે છે. કાપોત લેશ્યાથી સંયુક્ત થઈને ધમાથી લઈને મઘા પૃથ્વી સુધી જન્મ લે છે.
આમ, જીવવિચાર રાસમાં અઘોર પાપ, હિંસા, બાળહત્યા, સ્ત્રીહત્યા, પરસ્ત્રી પર કુદૃષ્ટિ, પશુ - અબાલ વગેરેને નપુંસક કરવા, દાવાનળ સળગાવવો, આસક્તિ ભાવ, તીવ્ર લોભ, લૂંટ, મહા સંગ્રામ, તીવ્ર કષાય, થાપણ ઓળવવી, શિકાર, માંસ - મદિરા - અભક્ષ્ય આહારનું સેવન, રૌદ્રધ્યાન વગેરેથી નરકગામી થવાય છે એમ બતાવ્યું છે જે વિવિધ શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે.
સંમૂર્ચ્છિમ મનુષ્યની પ્રરૂપણા
શ્રી પત્રવણા સૂત્ર પ્રથમ પદના ૫૯માં સૂત્રમાં (ઘાસી. મહા. નું પન્નવણા પદ પ્રથમ, સૂત્ર ૩૫ - પૃ. ૪૧૯) સંમૂર્ચ્છિમ મનુષ્યોની પ્રરૂપણા કરી છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.
સંમૂર્ચ્છિમ મનુષ્યો પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં અઢીદ્વીપ અને બે સમુદ્રોમાં - પંદર કર્મભૂમિમાં ત્રીશ અકર્મભૂમિમાં તથા છપ્પન અંતરદ્વીપોમાં