________________
४८०
શ્રાવક કવિ ઋષભદાસ કૃત મનથી હિંસાદિક વિચારો કરવા ન જોઈએ.
આમ શ્રાવક કવિ ઋષભદાસે આ ગાથાઓ દ્વારા નરકાયુ બાંધવામાં ક્યા ક્યા કારણો સહાયક બને એનું સંક્ષિપ્ત શૈલીથી સદષ્ટાંત વર્ણન કર્યું છે. જેનો સમાવેશ. આગમસૂત્રોમાં બતાવેલા મુખ્ય ચાર કારણોમાં જ થઈ જાય છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં ૪ થે ઠાણે નરકાયુ બાંધવાના ચાર કારણો બતાવ્યા છે. ૧) મહા આરંભ ૨) મહા પરિગ્રહ ૩) પંચેન્દ્રિય વધ અને ૪) માંસભક્ષણ. આ ચાર મુખ્ય બંધ ગણાય છે અને એમાં જ બધા કારણો સમાઈ જાય છે. છતાં કવિએ સામાન્યજનોને બોધ આપવા વિશેષ વર્ણન કર્યું છે.
એવી જ રીતે આગમ ગ્રંથોમાં પણ આ ચાર સિવાયના વિશેષ વર્ણનો મળે છે.
જેમ કે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૭ મું અધ્યયન ગાથા ૫-૬-૭ હિંસા બાલે મુસાવાઈ.. એલએ
એ ત્રણ શ્લોકમાં કેટલીક પ્રવૃત્તિઓનો નામોલ્લેખ કરીને એનાથી થવાવાળા પરિણામ અર્થાત્ નરકગમનનો નિર્દેશ કર્યો છે. એ પ્રવૃત્તિઓ સંક્ષેપમાં આ પ્રમાણે છે. ૧) હિંસા ૨) મૃષાવાદ ૩)અદત્તાદાન ૪) વિષયાસક્તિ ૫) મહાન્ આરંભ ૬) મહાના પરિગ્રહ ૭) માંસમદિરાનું સેવન ૮) શોષણ
આ સિવાય બીજા હેતુ પણ હોઈ શકે. અધ્યવસાયોની ક્લિષ્ટતા અને એનાથી સંચાલિત કોઈ પણ પ્રવૃત્તિ નરકનું કારણ બની શકે.
જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશમાંથી પ્રાપ્ત થતા નરકા, બાંધવાના કારણો આયુષ્ય કર્મના બંધ યોગ્ય પરિણામ
અતિ જઘન્ય પરિણામ આયુબંધ માટે અયોગ્ય છે. અત્યંત ઉત્કૃષ્ટ (મહાન) પરિણામ પણ આયુબંધ માટે અયોગ્ય છે. કારણ કે એવો સ્વભાવ છે. પરંતુ એ બંનેની મધ્યમાં અવસ્થિત પરિણામ પરિવર્તમાન મધ્યમ પરિણામ કહેવાય છે. એમાં યથાયોગ્ય પરિણામોથી આયુષ્યનો બંધ થાય છે. (ધવલા - ૧૨/૪-૨,૭ ૩૨/૨૭/૧૨) લેશ્યા અને કષાય પ્રમાણે આયુષ્યનો બંધ પડે છે.
ઓછું આયુષ્ય બંધાવાનું કારણ - જે પ્રાણી હંમેશાં બીજા જીવોનો ઘાત કરીને એમના પ્રિય જીવનનો નાશ કરે છે તે પ્રાયઃ અલ્પાયુષી હોય છે.
નરકાયુ સામાન્યના બંધયોગ્ય પરિણામ -
૧) તત્ત્વાર્થસૂત્ર અનુસાર - મહા આરંભ, મહા પરિગ્રહ નરકાયુનો આશ્રવ છે. શીલરહિત અને વ્રતરહિતતા બધા આયુષ્યોનો આશ્રવ છે. (૬/૧૫/૧૯)
૨) સર્વાર્થસિદ્ધિ અનુસાર - હિંસદ્ધિ.. મવતિ હિંસાદિ ક્રૂર કાર્યોમાં નિરંતર પ્રવૃત્તિ, બીજાના ધનનું હરણ, ઈંદ્રિયોના વિષયમાં અત્યંત આસક્તિ, તથા મરવાના