________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૭૯ પુત્રી સમાન પત્ની પર વિષયાસક્ત થવાનું આ પરિણામ છે. - ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય, ૯ ૨૮૧ અતી લોભી નિંઅ કર વધારઈ, ડૂ ધ્યાન હઈઆમાં ધારઈ,
પોતાના સુતનિ જે મારિ, કનકકેતુ નૃપ નરગ્ય પધારઈ અતિલોભી ને કર વધારનાર રોદ્ર ધ્યાન હૈયે ધારણ કરનાર, પોતાના પુત્રને મારનાર કનકકેતુ રાજા નરકમાં પધારી (પહોંચી) ગયા.
તેતલિપુર નગરનો કનકકેતુ (કનકરથ) રાજા રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, અશ્વ, વાહન, ધાન્ય, કોષ્ટાગાર, રાણીવાસ વગેરેમાં અત્યંત આસક્ત ને લોભી થઈ ગયો. પોતાનું રાજ્ય પોતાના પુત્રોને પણ આપવું ન પડે એટલા માટે કેટલાંક બાળકોના હાથ, અંગૂઠા, પગના આંગળા, આંખ, નાક, કાન વગેરે કપાવી નાંખતો અંગહીન બનાવીને ક્રૂર રીતે મરાવી નાંખતો. તેમ જ રાજયમાં કર પણ ખૂબ લેતો. આમ, લોભ અને આસક્તિને કારણે નરકમાં ઉત્પન્ન થયો. - જ્ઞાતાધર્મકથાંગ અધ્યયન - ૧૪ ૨૮૨ અધમ જીવ માછો કહિયાયિ, જલના જીવ ઘણાં નિ ખાચિ,
પાપકર્મ ત્યાંહા બહુ બંધાયિ, મરઈ મીન સાત મીયિં જાયિ. ૨૮૩ મોટા મચ્છાનિ મુખ્ય જીવ આવઈ, કેતા ભખઈ કઈ જીવ તજાવઈ,
તંદલ મીન તીહ મનિં ભાવઈ, મુખ્ય આવ્યા માછો નવ્ય ખાઈ. ૨૮૪ જો મુઝ મોટું વદન વસેકું તો જાવા નવ્ય દેઉં એઠું,
રૂદ્ર ધ્યાન નવઈ મૂકઈ રેખુ, સતમ નરગિં લખીઓ લખું. ૨૮૫ નારકનો ભવ પૂરો કીધો, વલી અવતાર તુદલ મચ્છી લીધો,
અંતમૂરત વાસો કીધો, વલી નરગિં જીવ તેહ પ્રસીધો. તંદુલ નામનો માછલો અધમ કહેવાય છે. બીજા માછલાંઓને પાણીના જીવા ખાતા જોઈ પાપકર્મ બાંધીને સાતમી નરકમાં જાય છે. પછીની ત્રણ ગાથામાં આ માછલો કેવી રીતે નરકમાં જાય છે એ સમજાવતા કવિ કહે છે કે મોટા મોટા માછલાઓ મોઢું ખોલીને તરતા હોય ત્યારે પાણીની સાથે અનેક માછલાઓ એના મોંમાથી પસાર થઈ જાય છે. આ જોઈને મનમાં વિચારે છે કે આ માછલો કેટલા જીવ એમને એમ જવા દે છે. જો હું એની જગ્યાએ હોઉં તો એકે માછલાને જવા દઉં નહિ. તંદુલ મચ્છની અવગાહના નાની હોય છે તાંદુલ (ચોખા) જેટલી માટે એનું નામ તંદલ મચ્છ પડયું છે. તેથી તેને એમ વિચાર આવે છે કે મને પણ આના જેવું મોટું મોટું મળ્યું હોત અને મારા મોઢામાંથી આવી રીતે માછલાં પસાર થતાં હોત તો હું એક પણ માછલાંને જવા ન દેત બધાને ખાઈ જાત. સતત આવા રોદ્રધ્યાનને કારણે હિંસાના ભાવ આવે છે જેથી એ મનથી પાપ કરીને સાતમી નરકના આયુષ્યનો બંધ પાડી દે છે. પણ આ તો પાછો જળચરમાં જ તંદુલ મચ્છ તરીકે ઉપજીને અંતર્મુહૂર્ત રહીને પાછો નરકમાં જાય છે. માત્ર મન દ્વારા જ પાપ બાંધવાથી સાતમી નરક સુધી પહોંચી જવાય છે માટે