________________
૪૭૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂર્વે ઉદ્યાનમાં શસ્ત્રો દટાવ્યા હતા તે બતાવે છે, જેથી રાજા ભરમાઈ જાય છે અને પાલક જે રીતે ઈચ્છે તે રીતે સજા આપવાનું કહે છે. તેથી પાલકે ઘાણી તૈયાર કરાવી. તે ઘાણીમાં ૫૦૦ શિષ્ય સહિત સ્કંદક મુનિને પીલી નાખ્યા અને પોતે નરકમાં ગયા. ૨૭૮ પાપી જીવ હણિ ષટકાઈ, સકલ લોક તણઈ દુખદાઈ,
લુંટાઈ અંકી કાપઈ સાહી, નરશ્ય વસઈ ન ખ્યત્રી અકાઈ. જે પાપી જીવ છ કાયના જીવોને હણે તે આખા લોક માટે દુઃખદાયક હોય. લોકોને લુંટીને એમની ઇંદ્રિયો કાપીને દુઃખ દેનાર અંકાઈ રાઠોડ નામનો ક્ષત્રિય નરકમાં જઈને વસ્યો.
૫૦૦ ગામવાળા વિજય વર્ધમાન ખેડના અધિપતિ અંકાઈ રાઠોડ ( રાજાનો પ્રતિનિધિ) ઘણાં અધાર્મિક અને પાપમય જીવન જીવવાવાળો હતો. પોતાને અધીના ૫૦૦ ગામો પર તેણે ઘણજ કરબોજ નાંખેલો હતો. કરને વસૂલ કરવા તે પ્રજાને ઘણી પીડા આપતો હતો. લોકોને વાત વાતમાં કઠોર દંડ દેતો, ખોટા આરોપ લગાવીને મારતો - પીટતો અને વધ કરી દેતો, તે લોકોનું ધન લૂંટી લેતો, યાત્રિકોને મારતો લૂંટતો તેથી તેણે ઘણાં પાપ ઉપાર્જન કર્યા જેને કારણે નરકગામી થયો. પછી મૃગા નગરના વિજયરાજાની મૃગાવતી રાણીની કુક્ષિએ અવતર્યો ત્યાં એક માંસના પિંડ જેવો આંખ - કાન - નાકની આકૃતિ વગર જનમ્યો પછી ત્યાંથી ક્રમશઃ સાતે નરકમાં ભમશે.
- દુઃખવિવાક સૂત્ર - ૧ ૨૭૯ રાજરીધ્ય જેણઈ નવિ મુકાયિ, વન્ય આહોડા કરવા જાયિ,
મઘરા મંશ અભખ્ય જે ખાયિ, નલગિ પહુતો શ્રેણીક રાયિ. જે રાજ્યરીદ્ધિ છોડતા નથી, વનમાં શિકાર ખેલવા જાય છે, મદિરા, માંસ,
અભક્ષ્યનો આહાર કરે છે એવું કરનાર નરકે જાય. શ્રેણિક રાજા આવી રીતે જ એક વખત શિકાર કરવા જાય છે ત્યાં એક જ બાણથી એક ગર્ભવતી બે બાળકવાળી. હરણીને વીંધી નાંખે છે અને પોતાના બાહુબળથી એકસાથે ત્રણ જીવને હયા એવો ગર્વ કરે છે. એ કારણે એમનો આયુષ્યબંધ નરકગતિમાં પડે છે જેને કારણે તેઓ નરકગામી થાય છે. -ત્રિભુવનપ્રકાશ મહાવીર દેવ પૃ. ૧૨૨ ૨૮૦ પંચ વીષઈ કાદવમાં ખંતો, પુત્રી ભાત ત્રીયાસ્ય જૂતી,
બંધવ ઘાત કરી જવ્ય ગુતો, મણીરથ રાજા નરગ્ય પહુતો. ઈંદ્રિયોના વિષયરૂપી કાદવમાં ફસાયેલો, ભાઈની પુત્રી સમાન પત્નીમાં વિષયાસક્ત થઈ જવાને કારણે પોતાના સગા ભાઈની હત્યા કરીને મણીરથ રાજા નરકમાં પહોંચી ગયા. સુદર્શન નગરના મણિરથરાજાના નાનાભાઈ યુગબાહુની પત્ની અત્યંત રૂપવતી હતી. તેના રૂપ પર મોહ પામેલા મણિરથ રાજાએ એને પ્રાપ્ત કરવાના પ્રયત્ન આદર્યા પણ સફળતા ન મળતાં પોતાના ના ભાઈનું માથું વાઢી નાંખીને અશ્વારઢ થઈને ભાગે છે. પણ રસ્તામાં સર્પદંશ થતા ચોથી નરકે પહોંચી જાય છે. પોતાના નાના ભાઈની