________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૭૭ લબ્ધિનો પ્રયોગ કરે છે. ગોશાલકનો વિરોધ કરનાર બે મુનિઓને બાળી મૂકે છે. પરંતુ ભગવાનને બાળી શકતો નથી. પણ તીર્થંકર પર તેજો લબ્ધિનો પ્રયોગ કરવાને કારણે એવું કર્મ બંધાય છે, જેને કારણે એણે સાતે નરકમાં બે- બે વાર ઉત્પન્ન થવું પડશે. ૨૭૪ પસૂ અબાલ નપુંસક કીધા, મહાવનમાં દાવાનલ દીધા,
સકલ લોકતણા દ્રવ્ય લીધા, નવઈ નંદ નરગિં જ પ્રસીધા
પશુ ને બાળકોને નપુંસક બનાવ્યા, મોટા વનમાં દાવાનળ સળગાવ્યા, તેમાં જ આખા લોકના દ્રવ્યો પર પોતાનો માલિકીભાવ સ્થાપિત કર્યો હોય એવા ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ કહેવાય છે. એક ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળમાં નવા નંદ (વાસુદેવ) અવશ્ય થાય છે. વાસુદેવ થવા માટે નિયમા નિયાણું કરવું પડે છે. વાસુદેવ થયા પછી ત્રણ ખંડ જીતવા માટે યુદ્ધ કરવા પડે છે જેમાં મહાસંહાર થાય છે. જેને કારણે નરકગમન કરવું પડે છે. વાસુદેવની પદવી નિયાણું કરીને પ્રાપ્ત થતી હોવાથી એ જીવોને સંયમ લેવાનું મન પણ થતું નથી. માટે નરકગામી જ થાય છે. ૨૭૫ નગર દહઈન કરઈ ન કેતા, મહા આરંભી હોઈ જેતા,
અતી પરગ્રહ નર દીસઈ તેતા, નરગિં પહુતો સુભમ આવેતા.
નગરને બાળનાર નર કેટલાક જેટલા મહા આરંભી હોય તેટલા, અતિ પરિગ્રહ કરનાર દેખાય. એવા પરિણામ રાખવાવાળા સુભૂમ નામના ચક્રવર્તી નરકે ગયા. ૨૭૬ નારી બાલ સિરિ મૂકઈ ઘાય, નગર દેસ ભાંજેવા જાય,
માહા સંગ્રામ અનિં સબલ કષાય, નરગ્ય પહુતો રાવણરાય. - નારી, બાળક, શ્રી (સિરિ = લક્ષ્મી) નો ઘાત કરનાર, નગર - દેશ લૂંટનાર, મહાસંગ્રામ અને સબળ કષાયને કારણે રાવણરાય નરકે ગયા. લંકાપતિ રાવણ પ્રતિવાસુદેવ હતા. તેમણે શ્રીરામની પત્ની સીતાને હરીને પોતાને વશ થવા માટે ફરજ પાડી હતી પણ સીતા વશ ન થતાં રામ સાથે મહાસંગ્રામ ખેલવો પડયો. તેમ જ રાવણના અહંકારની તીવ્રતા આજે પણ પ્રસિદ્ધ છે ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી ટક્યું એ રૂઢિપ્રયોગ આજે પણ પ્રચલિત છે. એને કારણે એમને નરકગામી થવું પડ્યું. ૨૭૭ નર નારી પસુ નાંખ્યા કાપી, લેઈ થાપ્યસ્ય પાછી નવ્ય આપી,
જેણઈ મુનીવર માર્યા સંતાપી, નર્ચે પહુતો પાલગ પાપી.
નર -નારી પશુને કાપી નાખ્યા,થાપણ રાખેલી વસ્તુ ઓળવી લીધી તેમ જ જેમણે સાધુઓને સંતાપ - દુઃખ આપીને માર્યા એવો પાપી પાલક નરકે ગયો.
શ્રાવસ્તી નગરીના જીતશત્રુરાજાનો નાસ્તિક પ્રધાન પાલકને કદક મુનિએ પોતાની યુવરાજ અવસ્થામાં શાસ્ત્રાર્થ દ્વારા પરાજીત કર્યો હતો. એનો ડંખ પાલકને વેર લેવા પ્રેરે છે. જયારે સ્કંદકમુનિ ૫૦૦ શિષ્યો સહિત વિચરતા વિચરતા શ્રાવસ્તિ નગરીમાં આવે છે ત્યારે રાજાને કાનભંભેરણી કરીને કહે છે કે સ્કંદકકુમાર આપનું રાજ્ય પડાવવા માટે સાધુનો સ્વાંગ સજીને ૫૦૦ ચોદ્ધા સાથે આવ્યા છે. એના પુરાવારૂપે પોતે જ