________________
૪૭૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
સાતમી નરકમાં કોણ જાય છે? (જીવા - ૨ પ્ર. ૩, ૩ પૃ. ૩૬૩) જેઓ નરવસમા મનુષ્યોમાં વૃષભ સરખા હોય એટલે કે ભોગાયિકોમાં અત્યંત આસક્ત હોય છે અથવા મહિમાવાળા બળને ધારણ કરવાવાળા હોય છે. તેઓના નામ આ પ્રમાણે છે - કેસવા, વાસુદેવ, જલચરાય, તંદુલમત્સ્ય વગેરે ‘ને મારંભ હોવી” જેઓ કાલસરિક વગેરેની જેવા મહા આરંભવાળા કુટુંબી, ગૃહસ્થજન. આ. બધા સાતમી પૃથ્વીમાં જાય છે.
તથા એ જ પ્રમાણે બીજા પણ જે અત્યંત ક્રૂર કર્મ કરવાવાળા મનુષ્યો છે તેઓ પણ ઘણાં ભાગે સપ્તમી નરકમાં જાય છે. (સર્વોત્કૃષ્ટ પ્રકર્ષ પ્રાપ્ત ક્રૂર)
અધઃ સપ્તમી પૃથ્વીમાં પાંચ જ અનુત્તર (જેનાથી વધારે બીજો કોઈ દંડ ન હોય) મહા નરક છે, તેના નામ આ પ્રમાણે છે - કાળ, મહાકાળ, રૌરવ, મહારરવ એ અપ્રતિષ્ઠાન. આમાં અપ્રતિષ્ઠાન સાતમી પૃથ્વીની મધ્યમાં છે બાકીની ચાર નરક તેની ચારે દિશાઓમાં છે.
કર્મોની સર્વોત્કૃષ્ટ સ્થિતિ અને સર્વોત્કૃષ્ટ અનુભાગબંધ કરવાવાળા પ્રાણી હિંસા વગેરેના અધ્યવસાયરૂપ કારણોના પ્રભાવથી માસેરનું વિવ્યાપમૃત્યુના અવસરે મરણ પામીને 'તત્થપ્પડુને તે પ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થાય છે.
તાત્પર્ય એ છે કે જેના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રાતદિવસ સંકલિષ્ટ બની રહે છે. પ્રાણીઓના પ્રાણ લેવા વગેરે કુકૃત્યોમાં જેઓ રાતદિવસ ત્રણ યોગ અને ત્રણ કારણ દ્વારા પ્રવૃત્ત રહે છે એવા મનુષ્યને જ તેમના તે કર્તવ્ય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અને અનુભાગ બંધનો બંધ કરાવે છે. તે પછી તેઓ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે તેઓના નામો આ પ્રમાણે છે. रामे जमदग्गिपुत्ते
જમદગ્નિના પુત્ર રામ - પરશુરામ दढाउ लच्छइपुत्ते
લચ્છાતિનો પુત્ર - દઢાયુ वसु उवरिचरे
ઉપરિચર વસુરાજ
ચલણીનો પુત્ર - બ્રહ્મદત્ત सुभूमे कौरवे
કોરવ્ય સુભૂમ પરરમણી ભગની મમ ભાલો, અચ્છત્ર ભાખી સહુથી કાલો,
મુની અરહા જિનનિ મમ બાલો, સાતે નરગ ભૂમિ ગોશાલો. પરસ્ત્રીને પોતાની બહેન સમ માનવી જોઈએ. અસત્ય બોલવાવાળાનું મોટું કાળું અર્થાત્ એનું નામ ખરાબ થઈ જાય. મુનિ, અરિહંત આદિને તેજાલેશ્યા આદિ લબ્ધિથી બાળવા નહિ. ભગવાન મહાવીરની છદ્મસ્થ અવસ્થાનો પ્રથમ શિષ્ય ગણાતો ગોશાલક ભગવાન સાથે વિચારીને એમની પાસેથી તેનો લેશ્યાની લબ્ધિ પ્રાપ્ત કરવાની વિધિ શીખીને તેજ લબ્ધિ પ્રાપ્ત કરે છે. પછી કાળક્રમે પોતાને તીર્થકર માનીને પ્રવર્તે છે. એના તીર્થંકરપણાનો વિરોધ થતાં ભગવાન પાસે આવીને તેમને બાળી મૂકવા માટે
૨૭૩