________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૭૫
કલ્પના સૂત્રો સંબંધમાં વિચાર કરવો. બ્રહ્મલોક કલ્પમાં સૌથી થોડા, પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશાએ દેવો છે કારણ કે ઘણાં કૃષ્ણપાક્ષિક તિર્યંચો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. શુક્લપાક્ષિકો થોડા છે માટે પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં દેવો સૌથી થોડા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. કેમ કે ઘણાં કૃષ્ણપાક્ષિકો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે લાંતક, શુક્ર અને સહસ્ત્રાર સંબંધી સૂત્રોનો પણ વિચાર કરવો. આનતાદિ કલ્પમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાંથી આરંભી પ્રત્યેક કલ્પણાં, પ્રતિ ગ્રેવેયકમાં અને દરેક અનુત્તર વિમાનમાં ચારે દિશાએ પ્રાયઃ સરખા ઉત્પન્ન થાય છે તે માટે કહ્યું છે કે - ‘હે આયુષ્માન શ્રમણ ! ત્યાંથી આગળ બહુધા ચારે દિશામાં સરખા ઉત્પન્ન થાય છે.’ ૭||૧૪૩||
‘જીવવિચાર રાસ’માં ગાથા ૪૫૭ થી ૪૭૮ માં ભવનપતિ, જ્યોતિષી એ વૈમાનિક દેવના ભાવ સૂત્ર નં. સાત પ્રમાણે જ બતાવ્યા છે. વ્યંતરના ભાવ ૪૪૩ થી ૪૪૭ મી ગાથામાં બતાવી દીધા છે.
આમ, જોતાં ખ્યાલ આવે છે કે શ્રાવક કવિ ઋષભદાસ પ્રાયઃ પન્નાવણા સૂત્રને અનુસર્યા છે. માત્ર ક્રમમાં ફરક આવ્યો છે. તેમ જ થોડુંક સંક્ષિપ્તિકરણ કર્યું છે. જીવવિચારમાં આવતા કેટલાંક આંશિક વિભાગોનું તુલનાત્મક અધ્યયન નરકાયુ બાંધવાના કારણો
કવિ ઋષભદાસે ૨૭૨ થી ૨૮૬ ગાથામાં નરકાયુ બાંધવાના અનેક કારણો બતાવ્યાં છે. સાથે સાથે એવા પાપો કોણે કર્યા એ પણ બતાવ્યું છે. ૨૭૧ નારક કથા વ્યવરી કહી, જ્યાંહા છઈ વેદન ઘોર,
સોય પુરષ નરગિં વશા, કરતાં પાએ અઘોર.
વ્યવહારથી નરકની કથા કર્યા પછી - મહાવેદનાકારી એવી નરકમાં કેવા અઘોર પાપ કરનાર પુરૂષો ઉપજે છે તેનું વર્ણન સદૃષ્ટાંત નીચેની ગાથાઓમાં કરવામાં આવ્યું છે. ચંદ્રાયણિને અઘોર પાપતણા અધિકારી, જે ગ્રભવતી હણતા નારી, સોય અધમ જેણઈ માતા મારી, ફરસ્યુરામ હુઓ નરગ દૂઆરી.
૨૭૨
જેઓ અઘોર પાપના અધિકારી છે એવા જીવો ગર્ભવતી નારીને મારે છે. પરશુરામ જમદગ્નિ નામના ઋષિનો પુત્ર હતો. એનું બાળપણનું નામ રામ હતું. ભૂલા પડેલા રોગિષ્ટ વિદ્યાધરની સેવા કરીને પરશુની વિદ્યા પ્રાપ્ત કરી તેથી પરશુરામ કહેવાયો.
પરશુરામની માતા રેણુકા એમની બહેનને મળવા હસ્તિનાપુર ગયા હતા. ત્યાં અનંતવીર્ય રાજાના સંબંધથી એમને પુત્ર થયો. છતાં જમદગ્નિ ઋષિ એમને લઈ આવ્યા અને આશ્રમમાં રાખ્યા. તે પરશુરામથી સહન ન થતાં તેણે પોતાની માતા અને તેમના બાળકનું માથું કાપી નાંખ્યું. આ કારણે એમને સાતમી નરકે ઉત્પન્ન થવું પડ્યું હતું. એ સાતમી નરકમાં કોણ જાય એનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં આ પ્રમાણે છે.