________________
૪૭૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
માટે સાતમી પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિકોથી છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાના નૈરયિકો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ઉત્તરોત્તર પૃથ્વીને આશ્રી વિચાર કરવો. તેથી તે જ છઠ્ઠી નરક પૃથ્વીના દક્ષિણ દિશાના નારકો અસંખ્યાતગુણા છે. તેથી તેજ પાંચમી નરક પૃથ્વીના દક્ષિણ દિશઆના નારકો અસંખ્યાતગુણા છે. એમ સર્વ નરક પૃથ્વીના સંબંધમાં અનુક્રમે કહેવું ।૧૪।।૧૪૦ ||
કવિ ઋષભદાસે પણ ૪૪૯ થી ૪૫૬ મી ગાથામાં આ જ પ્રકારના ભાવ વર્ણવ્યા છે. શ્રી પન્નવણા સૂત્રના સાતમા સૂત્રનો ટીકાર્થ.
י
દિશાની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે કારણ કે ત્યાં થોડા ભવનો છે. તેથી ઉત્તર દિશામાં સંખ્યાતગુણા છે કારણ કે ભવનવાસી દેવોનું પોતાનું સ્થાન હોવાથી ત્યાં ઘણાં ભવનો છે તેથી દક્ષિણ દિશામાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં ભવનો ઘણાં વધારે છે. તે આ પ્રમાણે પ્રત્યેક નિકાયે ચાર ચાર લાખ ભવનો અધિક છે અને ત્યાં ઘણાં કૃષ્ણપાક્ષિકો ઉત્પન્ન થાય છે માટે અસંખ્યાતગુણા છે. વ્યંતર સૂત્રને વિષે આ વિચાર છે - જ્યાં પોલાણભાગ છે ત્યાં વ્યંતરો ચાલે છે, જ્યાં ઘનભાગ છે ત્યાં ચાલતા નથી, તેથી પૂર્વદિશામાં ઘન - નક્કર ભાગ હોવાથી વ્યંતરો થોડા છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કેમ કે અધોલૌકિક ગ્રામોને વિશે પોલાણ ભાગનો સંભવ છે. તેથી પણ ઉત્તરદિશામાં વિશેષાધિક છે. કારણ કે ત્યાં પોતાનું સ્થાન હોવાથી વ્યંતરોના નગરાવાસો છે. તેથી પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં ઘણાં વધારે નગરો છે. સૌથી થોડા જ્યોતિષકો પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે કારણ કે ચંદ્ર - સૂર્યના ઉધાનના જેવા દ્વીપોમાં થોડા જ જ્યોતિષ્ઠો હોય છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં ઘણાં વિમાનો છે અને કૃષ્ણપાક્ષિકો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે માનસ સરોવરમાં ક્રીડા કરવાની પ્રવૃત્તિવાળા ઘણાં જ્યોતિષિક દેવો હંમેશા રહે છે. વળી માનસ સરોવરમાં જે મસ્ત્યાદિ જળચરો છે તે નજીકમાં રહેલા વિમાનોના દર્શનથી તેને જાતિસ્મરણ થાય છે અને કંઈક વ્રતનો અંગીકાર કરી, અનશનાદિ કરીને નિયાણું કરીને જ્યોતિષ્કમાં ઉત્પન્ન થાય છે. તેથી દક્ષિણ દિશાના જ્યોતિષ્ઠો કરતાં ઉત્તર દિશાના જ્યોતિષ્ઠો વિશેષાધિક છે.
સૌધર્મ કલ્પમાં વૈમાનક દેવો સૌથી થોડા પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે કારણ કે જે આવલિકા પ્રવિષ્ટ વિમાનો છે તે ચારે દિશામાં સરખા છે, જે પુષ્પાવકીર્ણ વિમાનો છે તેમાં ઘણાં અસંખ્યાતા યોજનના વિસ્તારવાળાં છે અને તે દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. બીજી દિશામાં નથી, માટે સૌથી થોડા વૈમાનિક દેવો પૂર્વ અને પશ્ચિમમાં છે. તેથી ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે કારણ કે ત્યાં પુષ્પાવકીર્ણ વિમાનો ઘણાં છે અને તે અસંખ્યાતા યોજનના વિસ્તારવાળાં છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, કારણ કે કૃષ્ણપાક્ષિકો ઘણે ભાગે ત્યાં જ ઉત્પન્ન થાય છે એમ સનત્કુમાર અને મહેન્દ્ર