________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૭૩
હોય છે. કારણ કે ત્યાં પુષ્પાવકીર્ણ નરકાવાસો અલ્પ છે, એ પ્રાયઃ ઘણાં સંખ્યાતા યોજન વિસ્તારવાળો છે. તેથી દક્ષિણ દિશામાં રહેલા નૈરયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે કૃષ્ણપાક્ષિક જીવો ઘણાં દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણેજીવો બે પ્રકારના છે કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક તેનું આ લક્ષણ છે - "जेर्सि अवड्ढो पुग्गलपरियहो सेसओ य संसारो ते सुक्कपक्विया खलु અર્િ પુન વવવવી 3. I'
જેઓને અપાર્ધ કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર બાકી હોય તે શુક્લપાક્ષિક અને અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક.
શુક્લપાક્ષિક થોડા છે કારણ કે અલ્પસંસારી થોડા હોય છે. તેથી કૃષ્ણપાક્ષિક ઘણાં હોય. અઘિક સંસારી ઘણાં હોય છે.
કૃષ્ણપાક્ષિકો ઘણાં તથા સ્વભાવથી દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. બાકીની દિશામાં ઉત્પન્ન થતા નથી તેના તથાસ્વભાવને પૂર્વાચાર્યોએ આ પ્રમાણે યુક્તિવડે પુષ્ટ કર્યા છે. તે આ પ્રમાણે - કૃષ્ણપાક્ષિકો દીર્ઘ સંસારવાળા હોય છે. દીર્ઘસંસારી ઘણાં પાપના ઉદયથી થાય છે, બહુ પાપના ઉદયવાળા ક્રૂરકર્મવાળા હોય છે અને ક્રૂરકર્મવાળા પ્રાયઃ તથાસ્વભાવથી તદ્ભવ મોક્ષગામી છતાં દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે બીજી દિશામાં ઉત્પન્ન થતા નથી કહ્યું પણ છે કે
"पायमिह क्रूरकम्मा भवसिद्धिया वि दाहिणिल्लेसु । नेरइयतिरियमणुयासुराइठाणेसु गच्छन्ति ।”
પ્રાયઃ ક્રૂરકર્મવાળા જીવો ભવ્ય છતાં પણ દક્ષિણ દિશામાં નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને અસુરાદિક સ્થાનકોમાં જાય છે.
તેથી દક્ષિણ દિશામાં ઘણાં કૃષ્ણપાક્ષિક જીવોની ઉત્પત્તિનો સંભવ હોવાથી અને પૂર્વે કહેલા બંને કારણોથી (દક્ષિણ દિશામાં ઘણાં કૃષ્ણપાક્ષિક જીવોની ઉત્પત્તિનો સંભવ હોવાથી અને તેમાં ઘણાં નરકાવાસો અસંખ્યાતા યોજનના વિસ્તારવાળા હોવાથી) પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નૈરયિકો સંખ્યાતગુણા છે. જેમ સામાન્યતઃ નૈરયિકોનો દિશાનો આશ્રયી અલ્પબહુત્વ કહ્યો તેવી રીતે રત્નપ્રભાદિ દરેક નરક પૃથ્વીના નૈરયિકોને કહેવો, કારણ કે બધે યુક્તિની સમાનતા છે. એ પ્રમાણે દરેક પૃથ્વીઓનો દિશાની અપેક્ષાએ અલ્પબહુત્વ કહ્યો. હવે સાતે નરક પૃથ્વીઓનો દિશા આશ્રી અલ્પબહુત્વ કહે છે - સાતમી નરક પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિકો અસંખ્યાતગુણા છે. તેથી તમઃપ્રભા નામે છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં અસંખ્યાતગુણા છે કારણ કે અહીં સર્વોત્કૃષ્ટ પાપ કરનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને તેથી હીન અધિક હીન પાપકર્મ કરનાર છઠ્ઠી વગેરે નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. સર્વોત્કૃષ્ટ પાપ કરનાર સૌથી થોડા છે અને ક્રમશઃ કંઈક હીન, હીનતરાદિ પાપકર્મ કરનારા ઘણાં છે.