________________
૪૭૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અગ્નિકાય અને સિદ્ધ થનારા જીવો ઘણાં છે. અનિકાયનો અલ્પબહત્વ બીજા સૂત્રમાં છે. સિદ્ધ સંબંધી અલ્પબહત્વ આઠમા સૂત્રમાં બતાવ્યો છે. સિદ્ધ સંબંધી સૂત્ર તથા ટીકાર્ય - दिसाणुवाएणं सव्वत्थोवा सिद्ध दाहिण उत्तरेणं. પુરરિઝમે સરા , પદ્ગથિને દિવસે સફિયા | સૂ૮1988| પૃ.૧૬૯
દિશાની અપેક્ષાએ સૌથી થોડા સિદ્ધો દક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં સંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં વિશેષાધિક છે. I૮ ૧૪૪ll. ટીકાર્ય - સિદ્ધો દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં થોડા છે કારણ કે અહીં (સિદ્ધગતિમાં) મનુષ્યો જ સિદ્ધ થાય છે, બીજા જીવો સિદ્ધ થતા નથી. મનુષ્યો પણ સિદ્ધ થતા છેલ્લા સમયે જે આકાશ પ્રદેશોને અવગાહી રહેલા છે તેટલા આકાશ પ્રદેશોને અવગાહી સમશ્રેણીએ ઉપર જાય છે જરા પણ આડા અવળા જતા નથી. અને તે જ આકાશ પ્રદેશોને અવગાહી ઉપર રહે છે. તેમાં દક્ષિણ દિશાએ પાંચ ભરતા અને ઉત્તર દિશાએ પાચ ઈરવત ક્ષેત્રમાં અલ્પ મનુષ્યો સિદ્ધ થાય છે કારણ કે ક્ષેત્ર અલ્પ છે અને સુષમ સુષમાદિ કાળમાં તો સિદ્ધિનો અભાવ છે માટે તે ક્ષેત્રમાંથી સિદ્ધ થયેલા સૌથી થોડા છે. તેથી પૂર્વ દિશાએ સંખ્યાતગુણા છે કારણ કે ભારત એ ઈરવતા ક્ષેત્ર કરતાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સંખ્યાતગુણ છે. તેથી તેમાં રહેલા મનુષ્યો પણ સંખ્યાતગુણા છે અને તેઓ સર્વકાળે સિદ્ધ થાય છે તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે કારણ કે અધોલૌકિક ગામોમાં મનષ્યની અધિક સંખ્યા છે.
શ્રી પન્નવણા સૂત્ર - ચોથું સૂત્ર. દિશાને અનુસરીને સૌથી થોડા નેરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે અને દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. એમ બધી નરકો વિશે જાણવું. સાતમી તમતમાં નારકીમાં ત્રણ દિશા કરતા દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણા છે. તેથી છઠ્ઠી તમઃપ્રભા નારકીમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દિશાના નારકી અસંખ્યાતગુણ, તેથી દક્ષિણ દિશાના અસંખ્યાતગુણા છે. તેનાથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાના અસંખ્યાતગુણા તેનાથી દક્ષિણદિશાના અનંતગુણા તેનાથી ચોથી પંકપ્રભાના પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાના નેરયિકો અસંખ્યાતગુણા તેનાથી દક્ષિણ દિશાના નેરયિકો અસંખ્યાતગુણા તેનાથી ત્રીજી વાલુપ્રભાના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે તેનાથી બીજી શર્કરા પ્રભાના નેરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. તેનાથી રત્નપ્રભા પૃથ્વીના નરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે તેથી દક્ષિણ દિશામાં અનંતગુણા છે ||૪|| ૧૪૦ ||
ટીકાર્ય - નરયિક સૂત્રમાં સૌથી થોડા નેરયિકો પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાએ