________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૭૧ દિશામાં પુષ્કળ ઘનભાગ છે માટે ત્યાં થોડા વાયુ હોય છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં અધોલોકિક ગ્રામનો સંભવ છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં ભવન અને નરકાવાસા ઘણાં હોવાથી અધિક પોલાણ છે તેથી પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કેમ કે ઉત્તર દિશા કરતાં દક્ષિણ દિશામાં ઘણાં ભવનો અને નરકાવાસા છે. જયાં ઘણું પાણી છે. ત્યાં પનક વગેરે ઘણી અનંતકાયિક વનસ્પતિઓ હોય છે, શંખ વગેરે બેઈન્દ્રિય જીવો ઘણાં હોય છે. પિંડરૂપ થયેલા સેવાળાદિને આશ્રયે રહેલા કુંથુ વગેરે તેઈન્દ્રિય જીવો ઘણાં હોય છે. પદ્મ વગેરેને આશ્રિત ભ્રમર વગેરે ચોરેન્દ્રિય જીવો ઘણો હોય છે માટે વનસ્પતિકાયિકથી માંડીને ચોરેન્દ્રિય સુધીના સૂત્રો અપ્લાયિક સૂત્રની પેઠે વિચારવા.
શ્રાવક કવિ ઋષભદાસે જીવ વિચાર રાસમાં ૪૩પમી ગાથામાં વેદવિચાર દર્શાવ્યો છે પણ તે દિશાની અપેક્ષાએ નથી સામાન્યપણે લખ્યો હોય એમ જણાય છે.
જલના જીવ થોડા ને વનતુચ્છ અપાર તિર્યંચ, પંચેન્દ્રિય વળી વિકેંદ્રિય પણ ત્યાં થોડા હોય.” ત્યાં કદાચ ૧૦ ભેદ-અપકાય, વનસ્પતિકાય, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પચેંદ્રિય પાંચ એમ દશ ભેદના ભાવ આપકાચિક્વત્ છે એમ કહેવા માંગતા હોય એવું લાગે છે. ગાથા ૪૩૬ થી ૪૪૩ માં પૃથ્વીકાયના જીવો, મનુષ્યો; તેઉકાય અને સિદ્ધગતિમાં જવાવાળા મનુષ્યોની અપેક્ષાએ અલ્પબદુત્વ બતાવ્યો છે. ૪૪૩મી. ગાથામાં વાઉકાય અને વ્યંતરદેવોની અલ્પબહુતત્વ બતાવ્યો છે. ૪૪૫ થી ૪૪૭માં પણ વ્યંતર દેવનું અને વાયરાનું વર્ણન છે. પૂર્વ કરતા પશ્ચિમમાં વધારે છે કારણ કે અધોલોકમાં વાણવ્યંતરના આવાસ ઘણાં છે તેથી ત્યાં વાયુ ને વ્યંતર વધુ છે. તેનાંથી ઉત્તરમાં બહુ ભવનપતિના ભવન છે તેમાં પોલાણ ઘણી છે. તેથી ત્યાં વાયુકાયના જીવ ઘણાં હોય. તેથી દક્ષિણ દિશામાં વાયુકાયના જીવ અને વ્યંતર દેવ ઘણાં હોય. એ દિશામાં ભવનો ઘણાં છે માટે.
શ્રી પન્નવણામાં વાયુનું વર્ણન સૂત્ર બીજામાં અને વ્યંતરનું વર્ણન સાતમા સૂત્રમાં છે. માનવનું વર્ણન ઉઠ્ઠા સૂત્રમાં બતાવ્યું છે. તે આ પ્રમાણે છે. સૌથી થોડા મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. કારણ કે પાંચ ભરત અને પાંચ ઇરવત ક્ષેત્ર નાના છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે. કારણ કે તે ક્ષેત્ર સંખ્યાતગણું મોટું છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે કારણ કે સ્વાભાવિક રીતે અધોલૌકિક ગ્રામોને વિષે મનુષ્યોની સંખ્યા ઘણી છે. કવિએ એ જ વાત અહીં બતાવી છે કે ગાથા ૪૪૧ પૂર્વ થકી હવઈ પરડીમ દિસિં જીવ ઘણાં તે કારણ કસિ ગાથા ૪૪૨ મેર થકી હવ જોઆણ હજાર, ઢાલ ભોમતી હાથ છઈ અપાર.
મેરૂથી (સમભૂતળ પૃથ્વીથી) હજાર જોજન સુધી ઢાળવાળી જમીન હાથની જેમ અપાર છે ત્યાં મહાવિદેહના ઘણાં ગામ છે, તેથી ત્યાં માનવના બહુ કામ છે, તેથી ત્યાં અગ્નિકર્મ પણ બહુ થાય છે અને ઘણાં જીવો મુક્તિ પામે છે તેથી ત્યાં માનવી,