________________
૪૭૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત દિશાને અનુસરી સૌથી થોડા તેજસ્કાયિકો દક્ષિણ અને ઉત્તર દિશામાં હોય છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે, અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વાયુકાયિક જીવો પૂર્વ દિશામાં છે, પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, ઉત્તર દિશામાં વિશેષાધિક છે અને દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વનસ્પતિકાયિકો પશ્ચિમ દિશામાં છે, પૂર્વ દિશામાં વિશેષાધિક, દક્ષિણ દિશામાં વિશેષાધિક અને ઉત્તર દિશામાં વિશેષાધિક છે.
હવે વિશેષપણે જીવોનો અલ્પબદુત્ત્વ કહે છે. વિજ્ઞાન દિશાને અનુસાર પૃથ્વીકાયિકોનો વિચાર કરતાં સૌથી થોડા પૃથ્વીકાયિકો દક્ષિણ દિશામાં છે કારણ કે જયાં ઘન - નક્કર ભાગ છે ત્યાં ઘણાં પૃથ્વીકાયિકો હોય છે. જયાં સુષિર - પોલાણ છે, ત્યાં થોડા હોય છે. દક્ષિણ દિશામાં ભવનપતિના ઘણાં ભવનો અને ઘણાં નારકાવાસો છે તેથી ઘણાં પોલાણ ભાગનો સંભવ છે, માટે દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથ્વીકાયિકો છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ઉત્તર દિશામાં દક્ષિણ દિશા કરતા થોડા ભવનો અને થોડા નરકાવાસો છે. તેથી અધિક ઘન ભાગનો સંભવ હોવાથી ઘણાં પૃથ્વીકાયિકો છે માટે વિશેષાધિક કહ્યા છે. તેથી પણ પૂર્વ દિશામાં વિશેષાધિક છે કેમ કે ત્યાં ચંદ્ર સૂર્યના દ્વીપો આવેલા છે. તેથી પણ પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે કારણ કે જેટલા સૂર્ય અને ચન્દ્રના દ્વીપો પૂર્વમાં છે એટલા જ પશ્ચિમમાં છે. પણ લવણસમુદ્રમાં પશ્ચિમ દિશાએ ગૌતમ નામે દ્વીપ અધિક છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે.
આમ, દિશાની અપેક્ષાએ પૃથ્વીકાયિકોનો અલ્પબહત્વ કહ્યો હવે અપ્લાયિકોનો અલ્પબદુત્વ કહે છે. સૌથી થોડા અષ્કાયિકો પશ્ચિમ દિશામાં છે. કારણ કે ગોતમાં દ્વીપના સ્થાને અપ્નાયિકો નથી. તેથી વિશેષાધિક પૂર્વ દિશામાં છે. કારણ કે ત્યાં ગોતમ દ્વીપ નથી તેથી પણ વિશેષાધિક દક્ષિણ દિશામાં છે, કારણ કે ત્યાં ચદ્ર અને સૂર્યના દ્વીપો નથી. તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં માનસ સરોવર છે. દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં સૌથી થોડા તેજસ્કાયિકો છે કારણ કે મનુષ્ય ક્ષેત્રમાં જ બાદર તેજસ્કાયિકો છે. બીજે સ્થળે નથી. તેમાં પણ જ્યાં ઘણાં મનુષ્ય છે ત્યાં ઘણાં તેજસ્કાયિકો હોય છે. કારણ કે ત્યાં વિશેષતઃ રાંધવા વિગેરે ક્રિયાનો સંભવ છે. દક્ષિણ દિશામાં પાંચ ભરતમાં અને ઉત્તર દિશામાં પાંચ ઇરવતમાં ક્ષેત્ર થોડું હોવાથી થોડા મનુષ્યો છે તેથી તેજસ્કાયિકો પણ થોડા છે. કારણ કે ત્યાં અલ્પ રાંધવા વગેરેની ક્રિયાનો સંભવ છે. તેથી સૌથી થોડા દક્ષિણ અને ઉત્તર દિશામાં તેજસ્કાયિકો છે, અને સ્વસ્થાનની અપેક્ષાએ પ્રાયઃ સરખા છે. તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે. કેમ કે ક્ષેત્ર સંખ્યાતગણું છે. ત્યાંથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. કારણ કે અધોલોકિક ગ્રામોમાં ઘણાં મનુષ્યો છે. અહીં જ્યાં પોલાણ છે ત્યાં વાયુ હોય છે અને ઘન - નક્કર ભાગ છે ત્યાં વાયુનો અભાવ છે તેમાં પૂર્વ