________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૬૯ છે કારણ કે પાણીમાં પનક, સેવાળ આદિ અનંતા જીવ હોય છે. જે સૂક્ષ્મ અવગાહનાના કારણે દેખાતા નથી. કહ્યું પણ છે ને કે 'ગલ્ય ગવંતભંવ જ્યાં પાણી હોય
ત્યાં વનસ્પતિ હોય. સમુદ્રાદિમાં પુષ્કળ પાણી હોય છે અને સમુદ્રો દ્વીપથી બમણાં વિસ્તારમાં છે. તે સમુદ્રમાં પણ પ્રત્યેક પૂર્વ અને પશ્ચિમ દિશાએ અનુક્રમે ચન્દ્ર અને સૂર્યના દ્વીપો છે જેટલા ભાગમાં ચંદ્ર સૂર્યના દ્વીપો છે તેટલા ભાગમાં પાણીનો અભાવ હોય છે. પાણીના અભાવથી વનસ્પતિનો પણ અભાવ હોય છે. પરંતુ પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો આવાસ ગોતમ નામનો દ્વીપ લવણસમુદ્રમાં અધિક છે. ત્યાં પાણીના અભાવથી વનસ્પતિકાયનો અભાવ છે. માટે સર્વથી થોડા વનસ્પતિકાયિકો પશ્ચિમ દિશામાં છે. તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે કેમ કે ત્યાં ગોતમ દ્વીપ નથી તેથી તેટલા અંશે અધિક જીવો હોય છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કેમ કે ત્યાં ચંદ્રસૂર્યના પ્રીપો નથી અને તે નહિ હોવાથી પુષ્કળ પાણી હોય છે. પાણીની પુષ્કળતાથી વનસ્પતિકાયિકો પણ ઘણાં હોય છે. માટે વિશેષાધિક છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો છે કારણ કે સંખ્યાતા યોજન પ્રમાણવાળા દ્વીપોમાંના કોઈ દ્વીપોમાં લંબાઈ અને પહોળાઈ વડે સંખ્યાતા ક્રોડ યોજન પ્રમાણ માનસ સરોવર હોય છે. તેથી દક્ષિણ દિશાની અપેક્ષાએ ઉત્તર દિશામાં ઘણું પાણી છે અને ઘણું પાણી હોવાથી ઘણાં વનસ્પતિકાયિકો હોય છે. પુષ્કપળ શંખ વગેરે બેઈન્દ્રિયો હોય છે, તટ પર પડેલા શંખાદિના ફ્લેવરને આશ્રયે કીડી વગેરે ઘણાં તેઈન્દ્રિયો હોય છે. પદ્મ (પદ્મ) વગેરેમાં ઘણાં ભમરાદિ ચોરેન્દ્રિય હોય છે અને ઘણાં મત્સ્ય વગેરે પંચેન્દ્રિયો પણ હોય છે. માટે ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો કહ્યા છે. એમ દિશાને અનુસરી સામાન્યતઃ જીવોનું અલ્પબદુત્વ કહ્યો.
એ જ વાત જીવ વિચાર રાસ’માં ૪૨૭/૪૨૮ મી ગાથામાં કહી છે. ત્યારબાદ ૪૨૯ થી ૪૩૪ મી ગાથામાં એનો વિસ્તાર કહ્યો છે. જે ઉપર ટીકાર્યમાં બતાવ્યો તે જ પ્રમાણે છે. પરંતુ કવિની વિશેષતા એટલી છે કે એમાં ગોતમ દ્વીપનું પરિમાણ સહિત વિવેચન કર્યું છે. ગોતમ દ્વીપ ૧૦૭૬ જોજન ઊંચો છે. ૧૨૦૦ જોજન પહોળો છે. તે લવણસમુદ્રમાં છે તે દ્વીપમાં સાગરનું પાણી નથી. ત્યાં પશ્ચિમ દિશામાં પાણીના જીવા થોડા છે. કવિએ આ પન્નવણા સૂત્રના બીજા, ત્રીજા સૂત્રનો વિસ્તાર કરેલો જણાયા છે. જ્યારે આવું જ વર્ણન પન્નવણા ત્રીજા સૂત્રની ટીકામાં છે.
શ્રી પન્નવણાના બીજા સૂત્રમાં પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરોનો દિશા સંબંધી અલ્પબદુત્વ કહ્યો છે. જે નીચે મુજબ છે. | દિશાની અપેક્ષાએ દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથ્વીકાયિકો છે. તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. તેથી પૂર્વ દિશામાં વિશેષાધિક, તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાનો અનુસરીને સૌથી થોડા અપ્રકાયિકો પશ્ચિમ દિશામાં છે. તેથી પૂર્વમાં વિશેષાધિક, તેથી દક્ષિણમાં વિશેષાધિક અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે.