________________
૪૯૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત વાંચી જવું. વાયુકાય -
વાયુ કે હવા નજરે દેખાતા નથી છતાં વૈજ્ઞાનિક પ્રયોગોથી પૂરવાર થયું છે કે તે જગ્યા રોકે છે તેનું દબાણ હોય છે જે બેરોમીટર જેવા સાધનોથી માપી શકાય છે. તેનું વજન પણ હોય છે. ૧૦ [૮] ૧૦ [૮] ૧૦ ઘન સે.મી. ડબ્બામાં ૧ લીટર હવા હોય તેનું વજન ૧.૩ ગ્રામ થાય છે. આમ વિવિધ રીતે હવાનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે હવામાં રહેલા વાયરસ જીવોની સાબિતી પણ પ્રાપ્ત થાય છે પરંતુ વાયુ એ જ જેનું શરીર છે એવા જીવોની સિદ્ધિ વિજ્ઞાન હજી પણ કરી શક્યું નથી. જ્યારે જીવવિચાર રાસમાં એ જીવોના શરીર - સંજ્ઞા - કષાય વગેરે દ્વારા જીવસિદ્ધિ પણ થઈ જાય છે. વનસ્પતિકાય -
વનસ્પતિકાયમાં આપણા જેવું જ જીવન ધબકે છે એ તો વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું છે. તે પ્રસિદ્ધ જ છે. તેમ જ વનસ્પતિની જીવન પદ્ધતિ સમજવા આજ સુધી એના પર પ્રયોગો થઈ રહ્યા છે. તેમાંનું કેટલુંક તારણ જીવવિચાર પ્રકાશિકાને આધારે આ પ્રમાણે છે. ૧. જન્મ - મરણ - બીજ વગેરેમાંથી વનસ્પતિનો ઉદ્ભવ થવો, એ તેનો જન્મ છે અને અમુક વખત પછી કરમાઈ જવું એ તેનું મરણ છે. જે પ્રત્યક્ષ દેખાય છે. ૨. ત્રણ અવસ્થાઓ - સામાન્ય રીતે જીવનમાં ત્રણ અવસ્થાઓ હોય છે. (૧) બાલ્યાવસ્થા (૨) યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ ત્રણે અવસ્થા વનસ્પતિમાં જોઈ શકાય છે. ઉગે ત્યારે કોમળ અંગોપાંગવાળી બાલ્યાવસ્થા, અંગોપાંગ બરાબર ખીલે તે યુવાવસ્થા, એ અંગોપાંગ કૃશ વિકૃત થવા લાગે કરમાવા લાગે તે વૃદ્ધાવસ્થા. ૩. આયુષ્ય - મનુષ્ય - પશુ – પક્ષીની જેમ એનું પણ નિયત આયુષ્ય હોય છે કેટલીક વનસ્પતિનું આયુષ્ય ટૂંકું હોય છે તો કેટલીકનું લાંબું. ખજૂરીના વૃક્ષો ૩૦૦ - ૪૦૦ વર્ષનું આયુષ્ય સહેલાઈથી ભોગવે છે. જેરૂસલેમમાં ઓલીપ્સા નામના વૃક્ષો થાય છે તે ૮૦૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. ચેસ્ટનટના વૃક્ષો ૧૦૦૦ વર્ષ સુધી જીવે છે. પ્રયાગ પાસે ભોંયરાનો વડ ૧૫૦૦ વર્ષ જૂનો ગણાય છે. અને હવે તો કેટલાક ૫૦૦૦ વર્ષ જૂનાં વૃક્ષો પણ મળી આવ્યા છે. ૪. શરીર રચના - મનુષ્યાદિ જીવંત પ્રાણીઓની જેમ વિશિષ્ટ પ્રકારની શરીર રચના હોય છે. તેમાં મૂળ, સ્કંધ (થડ), શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરે અનેક અંગો અવલોકી શકાય છે.
આધુનિક વનસ્પતિશાસ્ત્રીઓ કહે છે કે વનસ્પતિના મૂળિયા હોજરીનું કામ કરે છે, તેમાં ફરતો રસ લોહીની ગરજ સારે છે અને પાંદડાં ફેફસાંનું સ્થાન સાચવે છે. કેટલાંક વનસ્પતિનાં મૂળિયા તો એટલા શક્તિશાળી હોય છે કે તે દૂર દૂર પથરાય છે અને ત્યાંથી પોતાને જોઈતો આહાર ગ્રહણ કરી લે છે. એક બાવળના મૂળ ૬૬ ફૂટ દૂર