________________
જીવવિચાર રાસ એક અધ્યયન
આવેલા કુવા સુધી પહોંચ્યાં હતા અને તેમાંથી પાણી ચૂસતા હતા !
વિખ્યાત વનસ્પતિ શાસ્ત્રી શોમાને કહ્યું છે કે ‘વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણનો પાયો એક જ છે. બંનેના શરીરમાં રહેલા કોષો તપાસીએ તો તે ઘણાં મળતા આવે છે.’
૪૯૧
ફ્રેન્ચ વૈજ્ઞાનિક કુવિએ પોતાના ‘પ્રાણી રાજ્ય’ નામના ગ્રંથમાં લખ્યું છે કે - ‘આપણી પેઠે વનસ્પતિ પણ સચેતન છે તે માટી, પાણી કે હવામાંથી હાઈડ્રોજન, ઓક્સિજન વગેરે પ્રાણપોષક તત્ત્વોને ખેંચી લે છે તેને બીજા જંતુઓની જેમ મોઢું કે હોજરી હોતા નથી, પણ નીચલી પંક્તિના જંતુઓની જેમ તે વિવર દ્વારા આહાર ગ્રહણ કરીને પચાવે છે.’
–
( જીવવિચાર પ્રકાશિકા - ધીરજલાલ શાહ - પૃ.૧૨૭) પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ક્યારેબાચે લખ્યું છે કે - ‘વનસ્પતિ પોતાના સચેતન કણો વડે ખનીજ પદાર્થોને ગ્રહણ કરી પોતાને જોઈએ તે પ્રકારના આહારરૂપે પરિણમાવી લે છે.’
( જીવવિચાર પ્રકાશિકા - ધીરજલાલ શાહ - પૃ.૧૨૭) આ ઉપરાંત વનસ્પતિમાં આહાર - ભય - મૈથુન, નિદ્રા, ક્રોધ, માન, લોભ વગેરે સંજ્ઞાઓ પણ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી છે. જે વિજ્ઞાનના વિદ્યાથીઓને જીવશાસ્ત્રના પેટાવિભાગ વનસ્પતિશાસ્ત્ર (Botany)માં ભણાવવામાં આવે છે.
આમ, વિજ્ઞાન પણ વનસ્પતિને સચેતન માને છે.
જીવવિચાર રાસમાં વનસ્પતિના વિવિધ પ્રકારો, સાધારણ - સૂક્ષ્મ - બાદર - પ્રત્યેક તેમ જ શરીર, દશ સંજ્ઞા - અવગાહના (ઊંચાઈ) ૧૦૦૦ જોજન ઝાઝેરી, આયુષ્ય દશહજાર વર્ષ, જન્મ - મરણ વગેરેનું નિરૂપણ થયું છે. સાધારણ વનસ્પતિની જે વિચારણા રજૂ થઈ છે ત્યાં સુધી હજી વિજ્ઞાન પહોંચ્યું નથી.
ત્રસકાય - ત્રસકાયનું વર્ણન પ્રાણીશાસ્ત્રમાં મળે છે જેમાં એની જીવન પદ્ધતિ, શરીર રચના, આયુષ્ય વગેરેનું વર્ણન છે. પણ જુગલિયા, નારકી કે દેવનું વર્ણન નથી. જ્યારે જીવવિચાર રાસમાં ત્રસકાયનું - પ્રકારો - શરીરાદિ દ્વારો સહિત નિરૂપણ થયું છે. આમ, વિજ્ઞાન પૃથ્વીકાય - વનસ્પતિકાય, ત્રસકાયમાં જીવસિદ્ધિ કરી શક્યું છે, પણ પાણી, વાયુ અને અગ્નિના જીવનની સિદ્ધિ થઈ નથી જ્યારે જીવવિચાર રાસમાં આ બધામાં જીવ માનવામાં આવ્યો છે.
નિષ્કર્ષ
આમ આ તુલનાત્મક અધ્યયન દ્વારા પ્રતીતિ થાય છે કે શ્રાવક કવિ ઋષભદાસ જૈન શ્વેતાંબર મતના તપાગચ્છીય શ્રાવક અનુયાયી હોવાને કારણે એમણે જૈનદર્શનના મુખ્ય મુખ્ય આગમશાસ્ત્રોનો આધાર લઈને આ રાસની રચના કરી છે. એમણે એમના કાવ્યમાં શ્રી શાંતિસૂરિ રચિત ‘જીવવિચાર’ નો નિર્દેશ કર્યો છે તેમ જ બીજા કેટલાક