SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત દેવ મરીને દેવ અને નારકીમાં ન ઉપજે તેમ જ તેલ, વાઉ અને ત્રણ વિકસેંદ્રિયના દંડકમાં પણ ન ઉપજે. મનુષ્ય - તિર્યંચ એ બે દંડકમાંથી આવે અને પાંચ દંડકમાં મનુષ્ય, તિર્યંચ, પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં જાય. નારકી મરીને દેવ અને નારકીમાં ન ઉપજે માત્ર મનુષ્ય, તિર્યંચ બે જ દંડકમાં આવે જાય. તિર્યંચ - ૨૪ દંડકમાં આવજા કરે. મનુષ્ય - ૨૪ દંડકમાં જાય ૨૨ (તેલ, વાઉ વર્જીને) માંથી આવે. દેવ - દેવ ગતિનું ઉદ્વર્તન - ચ્યવન અહીં ગાથામાં નથી પણ પ્રજ્ઞાપનામાં સૂત્ર આગમકાર બતાવે છે. દેવના વિવિધ ભેદો અનુસાર વધારેમાં વધારે પલ્યના સંખ્યાતમાં ભાગનો વિરહકાળ હોય છે. વિરહકાળ પૂરો થતાં દેવો ૧-૨-૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતાની સંખ્યામાં પ્રત્યેક સમયે ઉત્પન્ન થઈ શકે છે કે ચ્યવી શકે છે. અનંતા નહિ. એમાં વિશેષતા એટલી કે ૯ મા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના ભેદોમાં ૧-૨-૩ યાવત્ સંખ્યાતા જીવો જ ઉત્પન્ન થઈ શકે, અસંખ્યાતા કે અનંતા તો નહિ જ. કારણ કે ત્યાં જવાવાળા ગર્ભજ મનુષ્યો છે. તેમ જ ત્યાંથી નીકળીને મનુષ્યમાં જ ઉત્પન્ન થવાનું હોય છે તથા ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે માટે ૧-૨-૩ યાવત્ સંખ્યાતા જીવો દેવના બધા ભેદમાં ઉદ્વર્તન ને ચ્યવન કરે. અસંજ્ઞી મનુષ્ય દેવમાં આવાગમન ન કરે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને ૧ લા બીજા દેવલોકમાં તથા કિલ્વીષી એટલામાં જુગલિયા મનુષ્ય અને તિર્યંચ ૧-૨-૩ સંખ્યાતા જ ઉપજી શકે અસંખ્યાતા નહિ. પણ દેવ જુગલિયામાં ઉપજે નહિ. પૂર્વોક્ત એ જ દેવો પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ૧-૨-૩ સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે પણ પૃથ્વી, પાણી, વનસ્પતિના જીવો દેવમાં ન ઉપજી શકે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ભવનપતિ, વાણવ્યંતરમાં ૧-૨-૩--- સંખ્યાતા, અસંખ્યાતા ઉપજી શકે પણ દેવો ઍવીને એમાં ન જાય. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ભવનપતિથી આઠમા દેવલોક સુધી ૧-૨-૩ સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે ને ચવે, (પ્રજ્ઞાપના સૂત્ર પદ - ૬) મનુષ્ય - ૧૫૨ . સંખ્ય અસંખ્યા એક સમઈ ઉપજઈ મર્ણ કરનિ ભમઈ. મનુષ્યમાં ૧-૨-૩, સંખ્યાતા, અસંખ્યાતા જીવો ઉપજે ને ચ્યવે. ૨૨ દંડકમાં આવજા કરે. તેઉ વાઉમાં જાય પણ એમાંથી આવે નહિ. ગર્ભજ મનુષ્યમાં ક્યારેય અસંખ્યાતા જીવો આવીને ઉપજે નહિ તેમ જ ચ્યવીને નીકળે પણ નહિ. અનંતા તો નહિ જ. માત્ર ૧-૨-૩ યાવત્ સંખ્યાતા જીવો જ ઉપજી શકે એમનો વિરહકાળ વધારેમાં વધારે ૧૨ મુહૂર્તનો હોય છે. તેથી વિરહકાળ પૂરો થતા
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy