________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૪૧ અસંખ્યાતા જીવો જન્મ - મરણ કરે. ગાથા નં. ૯૮ માં બતાવેલ ૧૦ દારિકના દંડકો સાથે જ આવાગમન કરે-જુગલિયા અને દેવ, નારકો સાથે આવાગમન ન કરે. પંચેંદ્રિયમાં ગાથા ૧ર૬ થી ૧ર૯ ગાથામાં બતાવ્યા પ્રમાણે પંચેન્દ્રિય જીવોનું ઉદ્વર્તન - ચ્યવન એક સમયે ૧, ૨, ૩... સંખ્યાતા, અસંખ્યાતા જીવોનું હોય છે.
પંચંદ્રિયનો વિરહકાળ જઘન્ય ૧ સમયનો ઉત્કૃષ્ટ અંતર્મુહર્તથી કરીને પલ્ચના સંખ્યામાં ભાગ સુધીનો હોઈ શકે છે. આ વિરહકાળ પૂરો થતા જઘન્ય ૧-૨-૩ થી સંખ્યાતા, અસંખ્યાતા જીવો ઉત્પન્ન ને ચ્યવન કરે છે. એમાં અનંતા જીવો ક્યારેય જન્મ કે મરે નહિ. પંચેંદ્રિય જીવ ચોવીશે દંડકમાં આવે ને જાય.
દંડક જેન પારિભાષિક શબ્દ છે. દંડક એટલે દંડાવું. કર્મથી દંડાઈને એના ફળદંડ ભોગવવા એક દંડકમાંથી બીજા દંડકમાં મુક્તિ ન થાય ત્યાં સુધી ફરવું પડે છે એ ચોવીશ દંડક આ પ્રમાણે છે.
દેવોના મુખ્ય ચાર ભેદ છે. ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષી, વૈમાનિક. ભવનપતિના દશ ભેદના દશ અલગ અલગ દંડક છે. બાકીના ત્રણેના એકેક દંડક એટલે દેવના તેર દંડક છે.
પાંચ સ્થાવર - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ દરેકનો એક એક દંડક એટલે એકેન્દ્રિયના પાંચ દંડક.
સાત નારકીનો એક દંડક
બેઈન્દ્રિયનો એક દંડક, તેઈન્દ્રિયનો એક દંડક, ચોરેન્દ્રિયનો એક દંડક. કવિએ ગર્ભજ તિર્યંચનો એક દંડક કહ્યો છે. પરંતુ આગમ અનુસાર તિર્યંચ પંચંદ્રિયનો એક દંડક એમ વધારે યોગ્ય છે. એમાં સંખ્યાતા વર્ષના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય અને અસંખ્યાતા વર્ષવાળા (જુગલિયા) તિર્યંચ પંચેંદ્રિયનો સમાવેશ થાય છે. એવી જ રીતે મનુષ્યના દંડક માટે સમજવું એમાં પણ સંખ્યાતા વર્ષના સંજ્ઞી મનુષ્ય, અસંજ્ઞી મનુષ્ય અને અસંખ્યાતા વર્ષના સંજ્ઞી મનુષ્યનો સમાવેશ થઈ જાય
આમ ચાર ગતિ પ્રમાણે દંડક નારકી - ૧ દંડક તિર્યંચ - ૯ દંડક ૫ સ્થાવર, ત્રણ વિફલેંદ્રિય અને પંચૅક્રિયા મનુષ્ય - ૧ દંડક દેવ - ૧૩ દંડક ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ જ્યોતિષી,
૧ વૈમાનિક
૨૪ દંડક તિર્યંચ અને મનુષ્ય ઓદારિક શરીરવાળા હોય તેથી તેને દારિકના દશ દંડકથી ઓળખવામાં આવે છે.