________________
3४०
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્ર. અહીં પ્રશ્ન થાય કે તિર્યંચ ગતિનો વિરહકાળ ૧૨ મુહૂર્તનો બતાવ્યો છે તો એટલા સમય માટે કોઈ જન્મે મરે નહિ તો પછી ઉપર કહ્યું કે પાંચ સ્થાવરોનું જન્મમરણ તો ચાલુ જ છે. આ વાત કેમ સમજવી ? . તિર્યંચ ગતિમાંથી બીજી ગતિમાં ન જવાય. પણ પાંચ સ્થાવરોનું તો અંદરોઅંદર આવાગમન થઈ શકે છે. વિશેષ જાણપણા માટે વિરહપદ જોવુંવિરહપદ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ - ૬ અથવા તેનાં સાટ રૂપે, શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ પૃ. ૧૩૯/૧૪૦ માં
જીવવિચાર રાસમાં ઉદ્વર્તન અને ચ્યવના અહીં જીવવિચારમાં એકેન્દ્રિય જીવોનું જન્મ મરણ બતાવ્યું નથી. પરંતુ આગમકાર બતાવે છે કે પાંચ સ્થાવરના જીવોમાંથી પ્રથમના ચાર સ્થાવરના જીવોમાં પાંચ સ્થાવરના જીવો નિરંતર સમયે સમયે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. એમાં ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા જીવો કે અનંતા જીવો ઉપજે કે ચ્યવે નહિ.
વનસ્પતિકાયમાં - પ્રત્યેક વનસ્પતિકાયના જીવો ઉપરવત્ અસંખ્યાતા જ હોય પરંતુ બાદર નિગોદ અને સૂક્ષ્મ નિગોદ તો પરસ્પર સમયે સમયે અનંતા જ ઉત્પન્ન થાય અને ચ્યવે. ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા કે અસંખ્યાતા નહિ. ૧) પૃથ્વી પાણી વનસ્પતિમાં દેવો ઉત્પન્ન થાય તો ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા સમજવા. ત્યાંથી નીકળીને દેવ ન થઇ શકે. ૨) પાંચ સ્થાવરમાં ગર્ભજ મનુષ્ય સિવાયના બેંઈ. તેઈં. ચોરે. તિર્યંચ પંચે. સંમૂર્થ્યિમ મનુષ્યો ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે અને ચ્યવે. ગર્ભજ મનુષ્ય ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા જ ઉપજી શકે અને ચ્યવી શકે. પણ તેલ વાઉના નીકળ્યા ગર્ભજ કે સંમૂચ્છેિમ મનુષ્ય ન થાય. મનુષ્ય તેલ – વાઉમાં ઉપજી શકે.
બેઈન્દ્રિય - ૯૭, ૯૮ અનુસાર બેઈન્દ્રિય જીવોંમાં વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો છે તેથી વિરહકાળ પૂરો થતાં જીવોની ઉત્પત્તિ શરૂ થાય ત્યારે પ્રથમ સમયે ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે પણ અનંતા જીવો ક્યારેય ઉત્પન્ન ન થાય માટે અહીં ગાથામાં એક સમયે સંખ્યાતા અને અસંખ્યાતા જીવોનું જન્મ મરણ આલેખ્યું છે.
સંખ્યાતા જન્મ મરણ બેઈંદ્રિય જીવ બેઈંદ્રિયમાં કરે. અર્થાત્ બેઈન્દ્રિય બેઈન્દ્રિયપણે સંખ્યાતા ભવ સુધી ઉપજી શકે. તેમ જ બેઈન્દ્રિય બેઈન્દ્રિય સિવાય એકેન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય માં ઉત્પન્ન થાય તથા સંખ્યાતા વર્ષવાળા સંજ્ઞી અને અસંજ્ઞી મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે એવા જ આયુષ્યવાળા એટલે કે સંખ્યાતા વર્ષવાળા સંજ્ઞી કે અસંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે. અસંખ્યાતવર્ષવાળા મનુષ્યોને અને તિર્યંચોને જુગલિયા કહેવાય છે. એટલે જુગલિયામાં ઉત્પન્ન ન થઈ શકે. તેઈન્દ્રિય - ચોરેન્દ્રિયમાં ગાથા ૧૦૪, ૧૧૫માં પણ બેઈન્દ્રિયવત્ સંખ્યાતા અને