________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૩૯ કવિએ કહ્યું છે બાદર નિગોદનો અઢી પુદ્ગલ પરાવર્તન કાળ પૂરો થતા જીવ નિગોદના ઘરમાંથી ઠેલાઈને બીજે જાય છે.
કાયસ્થિતિ અને ભવસ્થિતિનું સ્વરૂપ જાણ્યા પછી ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ક્યાં કેટલો સમય વ્યતીત કરી આવ્યા છીએ. હજી પણ પાછા જ સ્થાવરમાં કે નિગોદમાં જતાં રહીશું ક્યારે પાછા આવશું એ પણ નિશ્ચિત નથી. ત્રસમાં ત્રસપણે રહેવાનો કાળ ૨૦૦૦ સાગર ઝાઝેરો છે. ત્યાર પછી અવશ્ય સ્થાવરમાં જ જવું પડે છે તો હવે આપણને ત્રસપણું અને તેમાંય મનુષ્યપણું મળ્યું છે તો આ ભવ એવો સુધારીએ કે સ્થાવરમાં જવાને બદલે સિદ્ધમાં જતા રહીએ. દેશ ઉણું ૧૪ પૂર્વનું જ્ઞાન ધરાવનાર પણ આસક્તિ ભાવને કારણે કે ભાવથી પતીત થાય તો નિગોદમાં જતા રહે છે માટે આસક્તિ ભાવ છોડવો.
ઉદ્વર્તન અને ચ્યવન ઉવર્તન અને ચ્યવન – સ્થિતિ પૂરી થતાં જીવ ઉદ્વર્તન કરે છે. ઉદ્વર્તન એટલે ઉત્પન્ન થવું અને ચ્યવન એટલે મૃત્યુ પામવું. જન્મ અને મૃત્યુ આ સંસારનો અનિવાર્ય ક્રમ છે. જન્મ અને મૃત્યુમાંથી છૂટવાનો ઉપાય માત્ર મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે. આ લોકમાં અનંતા અનંતા જીવો રહેલા છે જેમાંથી કોઇને કોઈનું પ્રત્યેક સમયે જન્મમૃત્યુ થયા જ કરે છે. કાળનો એક પણ સમય એવો નહિ હોય જયારે કોઈ ને કોઈનું જન્મ કે મૃત્યુ ન થયું હોય. કેટલાક સ્થાનોમાં જન્મમરણનું ચક્ર બંધ પડે છે પણ પાંચ સ્થાવરના સ્થાનમાં જીવોનું જન્મમરણનું ચક્ર સતત ચાલતું જ રહે છે. એ અપેક્ષાએ પ્રત્યેક સમયે જન્મ મૃત્યુ ચાલુ જ છે. એવું બની શકે કે આખી ગતિના જીવોનું આવાગમન થોડોક સમય બંધ પડી જાય. માનો કે કફ્યુ (સંચારબંધી) લાગી ગયો. જે શાસ્ત્રોમાં વિરહકાળથી પ્રસિદ્ધ છે.
ચારે ગતિનો સમુચ્ચય વિરહ અથવા ઉદ્વર્તન - ચ્યવન રહિતપણું ૧) નારક ગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધીનો છે. ૨) તિર્યંચ ગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધીનો છે. ૩) મનુષ્યગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધીનો છે. ૪) દેવગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહર્ત સુધીનો છે. ૫) સિદ્ધગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ છ મહિના સુધીનો છે.
(પ્રજ્ઞાપના સૂત્ર પદ-૬) ઉપર જે વિરહકાળ બતાવ્યો તેટલા કાળ સુધી એક જીવ તે ગતિમાંથી બહાર ના નીકળે તેમ જ ત્યાં કોઈ નવો જીવ ઉત્પન્ન પણ ન થઈ શકે.
સિદ્ધના જીવોને ચવવાનું હોતું નથી. ત્યાં ગયેલો જીવ સાદિ અનંત કાળ સુધી રહે ક્યારેય ત્યાંથી બહાર નીકળે નહિ. ત્યાં છ મહિના સુધી કોઈ જીવ ઉત્પન થાય
નહિ.