________________
૩૩૮
છે.
શ્રાવક કવિ ઋષભદાસ કૃત આઠ ભવ પ્રમાણે હોય. કારણ કે ગમા અધિકારમાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ આઠ ભવ બતાવ્યા છે. તેથી ૮ પૂર્વક્રોડની છે. લ (ભગવતી સૂત્ર, શતક ૨૪) નારકીની સ્થિતિ અને કાયસ્થિતિ. ૧ થી સાત નરકની જુદી જુદી. ગાથા ક્ર્મ ૨૧૬-૨૧૭રર૯-૨૩૪-૨૩૫-૨૩૯-૨૪૧-૨૪૨-૨૪૫-૨૪૯ -૨૭૦માં આપી છે જે નીચે મુજબ ૧) પ્રથમ નરકે જઘન્ય દશહજાર વર્ષ ઉત્કૃષ્ટ એક સાગરોપમ ૨) બીજી નરકની સ્થિતિજઘન્ય ૧ સાગર ઉત્કૃષ્ટ ૩ સાગર ૩) ત્રીજી નરકની સ્થિતિજઘન્ય ૩ સાગર ઉત્કૃષ્ટ ૭ સાગર ૪) ચોથી નરકની સ્થિતિજઘન્ય ૭ સાગર ઉત્કૃષ્ટ ૧૦ સાગર ૫) પાંચમી નરકની સ્થિતિજઘન્ય ૧૦ સાગર ઉત્કૃષ્ટ ૧૭ સાગર ૬) છઠ્ઠી નરકની સ્થિતિજઘન્ય ૧૭ સાગર ઉત્કૃષ્ટ ૨૨ સાગર ૭) સાતમી નરકની સ્થિતિજઘન્ય ૨૨ સાગર ઉત્કૃષ્ટ ૩૩ સાગર સમુચ્ચય સાતે નરક આશ્રી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગર. નારકીની ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ હોય તેથી અલગ આપી નથી.
જ
સમસ્ત જીવોની કાયસ્થિતિનું માપ ર૯૭ થી ૩૦૫મી ગાથામાં બતાવતાં કવિ તેનું પ્રમાણ બતાવે છે. દરેક જીવ પહેલાં સૂક્ષ્મ નિગોદમાં જ અનંત પુદ્ગલ પરાવર્તન જેટલો સમય કાઢે છે. પછી ત્યાંથી બહાર નીકળે છે. અર્થાત્ પહેલાં અવ્યવહાર રાશિમાં હોય છે ત્યાંથી વ્યવહાર રાશિમાં આવે છે. વ્યવહાર રાશિમાં પણ તિર્યંચ જીવ, અસંજ્ઞી જીવ, વનસ્પતિ, એકેન્દ્રિય અને નપુંસક વેદ એ પાંચે આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય થાય એટલા પુદ્ગલ પરાવર્તન સમય રહે એટલે કે અનંતકાળ સુધી રહે.
વ્યવહારરાશિમાં રહેલા પાંચે સ્થાવરના સૂક્ષ્મકાય જીવો પુઢવીકાળ, અસંખ્યાતા કાળ સુધી એમાં ને એમાં ઉપજયા કરે.
પુઢવીકાળ ક્ષેત્ર અપેક્ષાએ હોય છે એટલે કે એમાં દ્રવ્યથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ ખાલી થાય તેટલો કાળ. કાળથી અસંખ્યાતો કાળ, ભાવથી આંગુલના અસંખ્યાતમાં ભાગના આકાશપ્રદેશની સંખ્યા જેટલા લોક, તેટલા લોકના પ્રદેશ પ્રમાણ. એટલા સમય સુધી સૂક્ષ્મ જીવ સૂક્ષ્મપણે રહી શકે.
પાંચે સ્થાવરના બાદર જીવો બાદર સ્થાવરપણે આંગુલના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી અવસર્પિણી - ઉત્સર્પિણી વ્યતીત થાય એટલો સમય સુધી રહે એમ બતાવ્યું છે. પરંતુ પવણાસૂત્ર પદ ૧૮ મા કાયસ્થિતિનો અધિકાર છે ત્યાં સીતેર ક્રોડાક્રોડીનો કાળ બતાવ્યો છે.
બાદર નિગોદમાં અઢી ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન જેટલો કાળ રહે. આ રીતે બધાનો જે કાળ બતાવ્યો એ કાળ પૂરો થતાં ત્યાંથી જીવે નીકળીને બીજે જવું જ પડે છે માટે